Viral Video : ટ્રેનમાં મજનુગીરી કરવી ભારે પડી! યુવતીએ જાહેરમાં એવો પાઠ ભણાવ્યો કે રોમિયોને સ્ટેશન આવતા જ ભાગવું પડ્યું
- Viral Video : શખ્સ જાહેરમાં કરી રહ્યો હતો છેડતી
- યુવતીને વારંવાર કરી રહ્યો હતો ગંદા ઈશારા
- યુવતીએ નજીક બોલાવી કર્યું એવું કે ક્યારેય નહીં ભૂલે
- સોશિયલ મીડિયામાં આ વીડયો થયો વાયરલ
Viral Video : આજના ડિજિટલ યુગમાં મેટ્રો અને ટ્રેનો (Metro and Train) જાણે મનોરંજનનું કેન્દ્ર બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. દરરોજ મુસાફરી દરમિયાન અનેક એવા કિસ્સાઓ સામે આવે છે જે સોશિયલ મીડિયા (Social Media) પર ચર્ચાનો વિષય (Topic of discussion) બની જાય છે. તાજેતરમાં આવો જ એક વીડિયો ઝડપથી વાયરલ (Viral) થઈ રહ્યો છે, જેમાં એક યુવકને ટ્રેનની અંદર છેડતી કરવી મોંઘી સાબિત થઈ છે. યુવતીએ જાહેરમાં જે રીતે પ્રતિકાર કર્યો, તે જોઈને આસપાસના મુસાફરો પણ દંગ રહી ગયા હતા.
શું છે સમગ્ર મામલો?
વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, એક ટ્રેનની અંદર એક યુવક સામે બેઠેલી યુવતી તરફ વારંવાર અશ્લીલ ઈશારા (Obscene Gestures) કરી રહ્યો હતો. શરૂઆતમાં યુવતીએ સંયમ જાળવી રાખ્યો અને તેને અવગણવાનો (Ignore) પ્રયાસ કર્યો. જોકે, યુવકની હિંમત વધતી ગઈ અને તેણે ઈશારા કરવાનું ચાલુ રાખ્યું. જ્યારે પાણી માથા પરથી જતું રહ્યું, ત્યારે યુવતીએ અચાનક તે યુવકને પોતાની નજીક બોલાવ્યો. યુવકને કદાચ એમ હશે કે યુવતી તેની સાથે વાત કરવા માંગે છે, પરંતુ જેવો તે નજીક આવ્યો કે તરત જ યુવતીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. તેણે આખા કોચમાં સંભળાય તે રીતે જોરજોરથી બૂમો પાડવાનું શરૂ કર્યું અને યુવકને જોરદાર ખખડાવ્યો. યુવતીનો આવો આક્રમક મિજાજ (Aggressive mood) જોઈને છેડતી કરનાર યુવક ફફડી ગયો હતો.
ट्रेन में एक लड़का बार-बार लड़की की तरफ इशारा कर रहा था
फिर लड़की ने अच्छा सबक सिखा दिया 🤣 pic.twitter.com/ChnewhDxTk— Rishu (@Rishika_35) May 13, 2026
આ પણ વાંચો : Train Viral Video : ટ્રેનના ટોયલેટમાંથી નીકળ્યા અંગારા ! વીડિયો જોઈ યુઝર્સ સ્તબ્ધ
સ્ટેશન આવતા જ 'રોમિયો' રફુચક્કર - Viral Video
યુવતીએ જે રીતે જાહેરમાં ક્લાસ લીધો તેનાથી ટ્રેનમાં બેઠેલા અન્ય મુસાફરો પણ આશ્ચર્યચકિત (Surprised) થઈ ગયા હતા. આ દરમિયાન સદનસીબે સ્ટેશન આવી ગયું. યુવતીના આક્રોશથી બચવા માટે યુવક તક મળતા જ ટ્રેનમાંથી ઉતરીને ભાગી છૂટ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર @Rishika_35 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચૂક્યા છે.
સોશિયલ મીડિયા પર બે ભાગમાં વહેંચાયા યુઝર્સ
આ વીડિયો વાયરલ થતા જ યુઝર્સ બે જૂથમાં વહેંચાઈ ગયા છે. મોટાભાગના લોકો યુવતીની હિંમત (Courage) ના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, "જો દરેક યુવતીમાં આવી હિંમત હોય તો કોઈ પણ અસામાજિક તત્વો (Anti-social elements) હેરાન કરતા પહેલા 100 વાર વિચારશે." અન્ય એક યુઝરે પ્રતિક્રિયા આપી કે, "આવા લોકોને પાઠ ભણાવવા માટે આ જ યોગ્ય રસ્તો છે." બીજી તરફ, કેટલાક લોકો આ વીડિયોને સ્ક્રિપ્ટેડ (Scripted) ગણાવી રહ્યા છે. ઘણા યુઝર્સનું માનવું છે કે આ માત્ર સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે અથવા 'રીલ' (Reel) બનાવવા માટે શૂટ કરવામાં આવ્યો છે. એક યુઝરે કમેન્ટ કરી કે, "આજકાલ ટ્રેનોમાં વ્યૂઝ મેળવવા માટે ગમે તે કરવામાં આવે છે, આ બંને મિત્રો હોય તેવું લાગે છે."
આ પણ વાંચો : Bareilly Storm: હવામાં 50 ફૂટ ઊંચે ઉડ્યા નન્હે મિયાં! રૂંવાડા ઉભા કરી દે તેવો Viral Video


