Train Viral Video : ટ્રેનના ટોયલેટમાંથી નીકળ્યા અંગારા ! વીડિયો જોઈ યુઝર્સ સ્તબ્ધ
- Train Viral Video: ટોયલેટ સીટમાંથી નીકળ્યા અંગારા!
- વોશરૂમનો ખૌફનાક વીડિયો જોઈ મુસાફરો ફાળ પડી
- સોશિયલ મીડિયા પર 'ઘોસ્ટ રાઇડર' કહીને ઉડી મજાક
- X પર વીડિયોને મળ્યા 25 લાખથી વધુ વ્યૂઝ
- રેલવેની સુરક્ષા અને જાળવણી સામે ઉઠ્યા ગંભીર સવાલો
Train Viral Video : વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રકારના ઘણા વીડિયો વાયરલ થતા હોય છે. ભારતીય રેલવેમાં મુસાફરી દરમિયાન ઘણીવાર સુવિધાઓના અભાવની ઘટના સામે આવતી હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોએ મુસાફરોની ઊંઘ ઉડાવી દીધી છે. આ વીડિયોમાં ટ્રેનના વોશરુમની અંદર ટોયલેટ સીટની બરાબર નીચેથી ભયાનક અંગારા અને તણખા (Burning Embers and Sparks)નીકળતા સ્પષ્ટ રુપે જોવા મળે છે. જો કે આ દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં ડરનો માહોલ પણ જોવા મળ્યો છે.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @rathor7_ નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ટોયલેટ સીટની નીચે જાણે મોટી આગ લાગી હોય તેમ તેજ પ્રકાશ અને તણખા ઉડી રહ્યા છે. ટ્રેનની ઝડપને કારણે નીચેથી આવતા આ તણખા વોશરૂમની અંદર પણ પ્રસરી રહ્યા છે. આ ઘટના કઈ ટ્રેનની છે તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ આ વીડિયોએ રેલવે સુરક્ષા (Railway Safety) અંગે અનેક સવાલો ઉભા કર્યા છે. અત્યાર સુધી આ વીડિયોને 2.5 મિલિયનથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.
Imagine you sit down in the train to shi and this happens...💀 pic.twitter.com/6UxpcCTfDT
— narsa.🪺 (@rathor7_) May 14, 2026
સોશિયલ મીડિયા પર યુઝર્સે આપી પ્રતિક્રિયા
જ્યાં ઘણા લોકો આ વીડિયો જોઈને ચિંતિત છે, ત્યાં કેટલાક યુઝર્સે આ પરિસ્થિતિમાં પણ રમૂજ શોધી કાઢી છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ વિવિધ મીમ્સ અને ટિપ્પણીઓ (Funny Memes and Comments) કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, "જે કોઈ આ સીટ પર બેસશે તે 'ઘોસ્ટ રાઇડર' બનીને બહાર આવશે." અન્ય એક યુઝરે કટાક્ષમાં કહ્યું, "આ ટોયલેટ નથી, પણ માર્વેલ સુપરહીરો બનવાનું મશીન છે." કેટલાક લોકોએ રેલવે પ્રશાસનની ટીકા કરતા લખ્યું કે, "આવી બેદરકારી કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે." રેલવેમાં મુસાફરોની સુરક્ષા સૌથી મહત્વની છે ત્યારે આ પ્રકારના વીડિયો તંત્રની પોલ ખોલતા હોય તેવું જણાય છે.


