પત્ની પર ભરોસો મોંઘો પડ્યો! જુઓ આ કપલનો Workout Video
- પત્ની પર ભરોસો મોંઘો પડ્યો!
- કસરતનું પ્લાનિંગ કર્યું પણ તે જ સમયે પાણીમાં ધડામ!
- વિશ્વાસનો પરિણામ જુઓ નદીમાં પડ્યા
- હાસ્યનો ધોધમાર વરસાદ વીડિયો રૂપે
- વીડિયો જોઈને લોકો બોલ્યા – આટલો ભરોસો પણ ખરાબ છે
Viral Couple Workout Video : આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા (social media) લોકોના જીવનનો અભિન્ન હિસ્સો બની ગયું છે. દરરોજ હજારો લોકો વિવિધ પ્લેટફોર્મ્સ પર ફોટા, વીડિયો અને પોસ્ટ શેર કરે છે, જેમાંથી કેટલીક પોસ્ટ વાયરલ થઈને લાખો લોકો સુધી પહોંચે છે. આવા વાયરલ વીડિયો ક્યારેક લોકોને હસાવે છે, ક્યારેક ગુસ્સે કરે છે, તો ક્યારેક આશ્ચર્યચકિત કરે છે. હાલમાં એક એવો જ રમુજી વીડિયો (funny video) સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે, જેણે લોકોને હસવા મજબૂર કરી દીધા છે.
વાયરલ વીડિયોની મજેદાર કહાની
આ વાયરલ વીડિયોમાં એક દંપતીનો હાસ્યાસ્પદ પ્રયાસ જોવા મળે છે. વીડિયોમાં એક વ્યક્તિ નદીના કિનારે ઊંચી જગ્યાએ કસરત કરતી વખતે વીડિયો બનાવવાની યોજના બનાવે છે. તે પોતાની પત્નીને સમજાવે છે કે તેમણે કેવી રીતે બેસવું અને શું કરવું. યોજના મુજબ, પતિ કસરત શરૂ કરે છે, અને પત્ની તેના પગ પર બેસે છે જેથી તે સંતુલન જાળવી શકે. પરંતુ આ યોજના નિષ્ફળ જાય છે! મહિલા સંતુલન જાળવી શકતી નથી, અથવા તેનું વજન પૂરતું ન હોવાને કારણે બંને નદીના પાણીમાં ધડામ કરતા પડી જાય છે. આ રમુજી ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
पत्नी पर कुछ ज्यादा ही
भरोसा कर लिया भाई ने... 😂😂😂😛😛😛😂😂 pic.twitter.com/vDaaSoXs4a
— riya pathak (@riyapathak123) May 12, 2025
X પ્લેટફોર્મ પર વીડિયોની લોકપ્રિયતા
આ હાસ્યજનક વીડિયો X પ્લેટફોર્મ પર @riyapathak123 નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયો સાથેના કેપ્શનમાં લખવામાં આવ્યું છે, "ભાઈએ તેની પત્ની પર ખૂબ વિશ્વાસ કર્યો." આ રમુજી કેપ્શન અને વીડિયોની મજેદાર ઘટનાએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. સમાચાર લખાય છે ત્યાં સુધી, આ વીડિયોને 2,36,500થી વધુ લોકોએ જોયો છે. વીડિયો જોયા બાદ લોકોએ હસતાં-હસતાં રમૂજી પ્રતિક્રિયાઓ આપી છે, જેમાંથી કેટલીક ટિપ્પણીઓ પણ ખૂબ વાયરલ થઈ રહી છે.
લોકોની પ્રતિક્રિયાઓ
આ વીડિયો જોયા બાદ લોકોની પ્રતિક્રિયાઓ પણ જોવાલાયક છે. કેટલાક યૂઝર્સે દંપતીના આ નિષ્ફળ પ્રયાસ પર હળવી મજાક કરી, જ્યારે અન્યોએ તેમના હિંમતભેર પ્રયાસની પ્રશંસા કરી. એક યુઝરે લખ્યું કે, ભરોસો કરીને જ ફસાઈ ગયો બેચારો. તો અન્ય એક યુઝરે લખ્યું, ભાઈ તમે ક્યારે ભાભી પર આવો ભરોસો ન કરતા. એકે યુઝરે લખ્યું, આટલો બધો ભરોસો પણ સારો નથી હોતો. ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોએ લોકોને હસવા મજબૂર કર્યા છે. દંપતીનો નદી કિનારે કસરતનો નિષ્ફળ પ્રયાસ અને તેનું પાણીમાં પડવું લોકો માટે મનોરંજનનું કારણ બન્યું છે. X પ્લેટફોર્મ પર લાખો લોકોના વ્યૂઝ અને હાસ્યજનક પ્રતિક્રિયાઓ આ વીડિયોની લોકપ્રિયતાને દર્શાવે છે.
આ પણ વાંચો : Health Tips : છોકરાઓના હાથ-પગ પર જોવા મળતી કાળાશ સરળતાથી દૂર કરો, જૂઓ આ Viral Video