ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

આધુનિક ભારતમાં શિક્ષણ સ્તરે વિદ્યાર્થીઓમાં વધ્યો ટ્રોપઆઉટ રેશ્યો, જુઓ

UDISE report : 2018-19 ની સરખામણીમાં 2023-24 માં નોંધણીમાં ઘટાડો
06:59 PM Jan 02, 2025 IST | Aviraj Bagda
UDISE report : 2018-19 ની સરખામણીમાં 2023-24 માં નોંધણીમાં ઘટાડો
UDISE report

UDISE report : દેશની માત્ર 57 ટકા શાળાઓમાં જ Computer વર્કિંગ મોડમાં છે. તો 46 ટકા શાળાઓમાં ઇન્ટરનેટ સુવિધા નથી. Union Ministry of Education ના UDIME દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર માત્ર 57.2% શાળાઓમાં Computers યોગ્ય સ્થિતિમાં છે અને 53.9% શાળાઓમાં ઇન્ટરનેટ સુવિધા છે. તો શાળાઓમાં નોંધણી સંખ્યામાં પણ ઘટાડો થયો છે. 2023-24 માં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 37 લાખ ઘટીને 24.8 કરોડ થઈ છે. છોકરાઓની નોંધણી 51.9% અને છોકરીઓની 48.1% છે.

3 લાખ વિદ્યાર્થીઓએ તેમનો અભ્યાસ છોડી દીધો હતો

ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો (GER) પ્રારંભિક સ્તરે GER 96.5% અને બેઝ લેવલ પર તે માત્ર 41.5% છે. મધ્યમ અને માધ્યમિક સ્તર અનુક્રમે 89.5% અને 66.5% છે. ઉચ્ચ શિક્ષણ સ્તરે ડ્રોપઆઉટ દર પણ ઝડપથી વધ્યો છે, મિડલ સ્કૂલમાં 5.2% થી માધ્યમિક સ્તરે 10.9% છે. રિપોર્ટ અનુસાર 2023-24 માં ધોરણ 9 થી 12 સુધીના 17 લાખ વિદ્યાર્થીઓ અને 6 થી 8 મા ધોરણના 3 લાખ વિદ્યાર્થીઓએ તેમનો અભ્યાસ છોડી દીધો હતો.

આ પણ વાંચો: દેશની અડધી કરતા પણ ઓછી શાળાઓ પ્રાથમિક સુવિધાઓ વંચિત, જુઓ...

2018-19 ની સરખામણીમાં 2023-24 માં નોંધણીમાં ઘટાડો

2018-19 ની સરખામણીમાં 2023-24 માં નોંધણીમાં સૌથી મોટો ઘટાડો બિહારમાં 35.65 લાખ નોંધાયો હતો. જ્યારે ઉત્તર પ્રદેશમાં 28.26 લાખ અને મહારાષ્ટ્રમાં 18.55 લાખ હતા. આંધ્રપ્રદેશ, દિલ્હી, જમ્મુ અને કાશ્મીર અને તેલંગાણા સિવાય મોટાભાગના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ 2018-19 ની સરખામણીમાં 2023-24 માં નોંધણીમાં ઘટાડો નોંધાયો છે.

એકત્રીકરણ પદ્ધતિ લાભાર્થીઓની ઓળખને સક્ષમ બનાવશે

નવીનતમ UDISE અહેવાલ જણાવે છે કે નવા ડેટા એકત્રીકરણ પદ્ધતિ લાભાર્થીઓની ઓળખને સક્ષમ બનાવશે. જેમાં સમગ્ર શિક્ષા યોજના, પીએમ પોષણ યોજના અને રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ યોજના વગેરેના લાભો ટ્રાન્સફર કરવામાં આવશે. આનાથી ભવિષ્યના વર્ષોમાં સરકાર માટે નોંધપાત્ર બચત થઈ શકે છે.

આ પણ વાંચો: વિચિત્ર! 2025 માં ઉડેલું પ્લેન 2024 માં થયું લેન્ડ, જાણો ટાઇમ ટ્રાવેલ કરનારા પ્લેનની કહાની

Tags :
Education NewsEnrolment dip in schoolsenrolment of students in schoolsGovt schools EnrolmentGujarat Firstindian Expressschool education databaseUDISE reportUDISE report school admission
Next Article