મૃત્યુનું દર્શન કરાવતું ઉપકરણ Suicide Pod ના ઉપયોગને યુકેમાં મળી પરવાનગી
- એક ઉદ્દેશથી Suicide Pod નું નિર્માણ કર્યું
- જે વ્યક્તિ મરવા માંગે છે તે તેમાં સૂઈ જાય છે
- 380 લોકોએ તેનો ઉપયોગ કરવા માટે અરજી મોકલી
UK Suicide Pod Assisted Dying Bill : આપણે સૌ જાણીએ છીએ કે એક વ્યક્તિ દ્વારા એક મોતનો અનુભવ કરાવતું ઉપકરણનો ઈજાત કર્યો છે. જોકે આ ઉપકરણને લઈ અનેક લોકોએ વિરોધ કર્યો છે. તેના કારણે આ ઉપકરણ બનાવનારા અને ઉપકરણ વિરુદ્ધ કાયદાકીય પગલા લેવામાં આવ્યા હતા. પરંતુ હવે, આ ઉપકરણને લઈ એક ખાસ માહિતી આપણી સામે આવી છે. તેના અંતર્ગત આ ઉપકરણ ઉપરથી પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે. તે ઉપરાંત આ અંગે એક ખાસ બિલ પણ પાસ કરવામાં આવ્યું છે.
એક ઉદ્દેશથી Suicide Pod નું નિર્માણ કર્યું
તો UKમાં આ ઉપકરણનો ઉપયોગ કરવાનું પરવાની આપવામાં આવી છે. તો આ ઉપકરણનું નામ Suicide Pod છે. તો Suicide Pod ના જનેતા Dr Philip Nitschke છે. તેમણે એક ઉદ્દેશથી Suicide Pod નું નિર્માણ કર્યું હતું. તે ઉપરાંત Dr Philip Nitschke એ દાવો કર્યો છે કે, UK સરકાર દ્વારા Assisted Dying Bill પાસ થયા બાદ તેના ઉપયોગની આશા વધી ગઈ છે. જોકે Suicide Pod ગત સપ્ટેમ્બરમાં બનાવવામાં આવ્યું હતું. ત્યારે સ્વિટ્ઝરલેન્ડમાં એક મહિલાનું મોત થયું હતું.
આ પણ વાંચો: એક બટન દબાવો અને મોત! 'Suicide Machine' મારફતે પ્રથમ આત્મહત્યા
Some of the most disturbing photos ever taken 🧵
1.A pod that allows a user to take their own life. At the push of a button, the pod would fill with nitrogen gas, rapidly lowering oxygen levels. pic.twitter.com/bMvpTPeFc4
— The Adventurous Soul (@TAdventurousoul) November 12, 2024
જે વ્યક્તિ મરવા માંગે છે તે તેમાં સૂઈ જાય છે
Suicide Pod મીડિયામાં સર્કો સુસાઈડ કેપ્સ્યુલ તરીકે ઓળખાય છે. તે પોર્ટેબલ સીલબંધ Suicide Pod છે, જેનો આકાર માણસ જેવો છે. જે વ્યક્તિ મરવા માંગે છે તે તેમાં સૂઈ જાય છે અને તેને બંધ કરી દે છે. આ પછી તેની અંદરનું બટન દબાવવું પડશે. પછી Suicide Pod અંદર હાજર ઓક્સિજનને નાઈટ્રોજનમાં રૂપાંતરિત કરે છે, જેના કારણે અંદર પડેલા વ્યક્તિનું મૃત્યુ હાયપોક્સિયા એટલે કે ઓક્સિજનની અછતને કારણે થાય છે. ત્યારે આ ઉપકરણનો ઉપયોગ કરીને કોઈપણ વ્યક્તિનો અનુભવ પણ કરી શકે અને મોતને ગળે પણ લગાવી શકે છે.
380 લોકોએ તેનો ઉપયોગ કરવા માટે અરજી મોકલી
Assisted Dying Bill નો અર્થ છે કે જો કોઈ વ્યક્તિ મરવા માંગે છે. તો તે કોઈપણ સંસ્થાની મદદ લઈ શકે છે. UK માં આવી ઘણી સંસ્થાઓ પહેલેથી જ ચાલી રહી છે. UK માં આ નવું બિલ પાસ કરવામાં આવ્યું છે. આ બિલ પછી ડૉ. ડેથ તરીકે ઓળખાતા ડૉ. ફિલિપ નિત્શેકે એક નિવેદન બહાર પાડ્યું હતું કે તેઓ Suicide Pod ને UK માં લાવવા માટે ખૂબ જ ઉત્સુક છે. UK નો લેક ડિસ્ટ્રિક્ટ Suicide Pod નો ઉપયોગ કરવા માટે એક આદર્શ સ્થળ બની શકે છે. બીજી તરફ વિશ્વભરમાંથી 380 લોકોએ તેને તેનો ઉપયોગ કરવા માટે અરજીઓ મોકલી છે, જેમાંથી 23 બ્રિટનના છે.
આ પણ વાંચો: Suicide Pods પર લગવ્યો પ્રતિબંધ, અમેરિકન મહિલાના મૃત્યુ બાદ એક્શન