UK Twins Different Fathers : કુદરતની કરામત કે માતાનું રહસ્ય? 50 વર્ષે ખબર પડી કે જોડિયા બહેનોના બાપ અલગ છે!
- બ્રિટનના નોટિંગહામની ચોંકાવનારી ઘટના
- DNA ટેસ્ટમાં થયો વર્ષો જૂના રહસ્યનો પર્દાફાશ
- વિજ્ઞાનની ભાષામાં તેને 'સુપરફેકન્ડેશન' કહેવાય છે
- માતાના નિધન સાથે જ અનેક રહસ્યો દફન થયા
- દુનિયામાં અત્યાર સુધી આવા માત્ર 24 કિસ્સા નોંધાયા
બ્રિટનના નોટિંગહામ (Nottingham) માં રહેતી બે બહેનો, મિશેલ (Michelle) અને લાવિનિયા ઓસબોર્ન (Lavinia Osbourne) છેલ્લા 50 વર્ષથી પોતાને જોડિયા (Twins) માનતી હતી. પરંતુ એક DNA ટેસ્ટ (DNA Test) ના પરિણામોએ તેમની દુનિયા બદલી નાખી છે. અહેવાલો મુજબ, આ બંને બહેનો જોડિયા તો છે, પરંતુ તેમના જૈવિક પિતા (Biological Fathers) અલગ-અલગ છે.
શું છે આ રહસ્યમયી મામલો?
વર્ષોથી મિશેલ અને લાવિનિયાના મનમાં તેમના પિતાની ઓળખને લઈને શંકા હતી. તેમની માતાએ જેમ્સ (James) નામના વ્યક્તિને તેમના પિતા ગણાવ્યા હતા, પરંતુ મિશેલનો ચહેરો તેમની સાથે મળતો આવતો નહોતો. આ શંકા દૂર કરવા માટે જ્યારે DNA તપાસ કરવામાં આવી, ત્યારે સત્ય સામે આવ્યું કે મિશેલના પિતા એલેક્સ (Alex) નામના વ્યક્તિ છે. જ્યારે લાવિનિયાના પિતા આર્થર (Arthur) હોવાનું બહાર આવ્યું છે.
મેડિકલ સાયન્સ શું કહે છે?
આ અતિ દુર્લભ ઘટનાને તબીબી વિજ્ઞાનમાં 'હેટરોપેટરનલ સુપરફેકન્ડેશન' (Heteropaternal Superfecundation) કહેવામાં આવે છે. આ સ્થિતિ ત્યારે સર્જાય છે જ્યારે સ્ત્રીના શરીરમાં એક જ માસિક ચક્ર દરમિયાન બે ઈંડા રિલીઝ થાય છે અને ખૂબ જ ઓછા સમયના અંતરાલમાં બે અલગ-અલગ પુરુષો સાથે સંબંધ બાંધવાને કારણે બંને ઈંડા અલગ-અલગ સ્પર્મ (Sperm) થી ફર્ટિલાઈઝ થાય છે.
બ્રિટનમાં આ પ્રકારનો પ્રથમ કિસ્સો
બ્રિટનમાં આ પ્રકારનો આ પ્રથમ કિસ્સો (First Case in UK) માનવામાં આવે છે.દુખદ વાત એ છે કે જે દિવસે મિશેલને આ રિપોર્ટ મળ્યો, તે જ દિવસે તેમની માતાનું નિધન (Mother's Death) થયું. આ સત્ય સામે આવ્યા બાદ બંને બહેનો સ્તબ્ધ છે, પરંતુ લાવિનિયા કહે છે કે હવે તેને તે માનસિક શાંતિ મળી છે જેની તે વર્ષોથી શોધમાં હતી.
આ પણ વાંચો : Don't worry be happy : સાચા રહેવા કરતાં ખુશ રહેવું બહેતર!


