ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

મોંઘો ફોન ન ખરીદી શક્યો, તો ગુસ્સામાં નોકરી છોડી દીધી, રેજીગ્નેશન લેટર થયો વાયરલ

એક તરફ લોકો ઓછા પગારને કારણે રાજીનામું આપે છે, તો બીજી તરફ ઘણા લોકો ફક્ત એટલા માટે રાજીનામું આપી રહ્યા છે કારણ કે તેઓ તેમની નોકરીમાંથી તેમની મનપસંદ વસ્તુઓ ખરીદી શકતા નથી.
11:13 PM Jan 09, 2025 IST | MIHIR PARMAR
એક તરફ લોકો ઓછા પગારને કારણે રાજીનામું આપે છે, તો બીજી તરફ ઘણા લોકો ફક્ત એટલા માટે રાજીનામું આપી રહ્યા છે કારણ કે તેઓ તેમની નોકરીમાંથી તેમની મનપસંદ વસ્તુઓ ખરીદી શકતા નથી.
resignation reason

Viral News: IT ઈન્ડસ્ટ્રીમાં નોકરી છોડતા લોકોનો રેટ ખૂબ જ વધારે છે. દર વર્ષે હજારો કર્મચારીઓ નોકરી છોડે છે અથવા તો નોકરી બદલે છે. તેની ક્યાંય ચર્ચા થતી નથી. પરંતુ ઈન્ટરનેટ પર એક રેજીગ્નેશન લેટર વાયરલ થઈ રહ્યો છે.

રેજીગ્નેશન લેટર

રાજીનામું પત્ર એટલે કે રેજીગ્નેશન લેટર, જે કર્મચારી પોતાની મરજીથી કંપની છોડતી વખતે HR અથવા તેના બોસને લખે છે. સામાન્ય રીતે રાજીનામું એટલા માટે આપવામાં આવે છે કારણ કે કર્મચારીને બીજી કંપનીમાં વધુ સારો વિકલ્પ મળે છે. પરંતુ ક્યારેક કેટલાક લોકો એવા કારણોસર રાજીનામું આપી દે છે કે જેને જાણ્યા પછી તમે હસવાનું નહીં રોકી શકો.

રાજીનામાનું કારણ જાણ્યા પછી તમે પણ માથું પટકશો

દિલ્હીના એક ઉદ્યોગપતિએ સોશિયલ મીડિયા પર પોતાના કર્મચારીનો રેજીગ્નેશન લેટર શેર કર્યો, જેમાં રેજીગ્નેશનનું ખૂબ જ વિચિત્ર કારણ આપવામાં આવ્યું હતું, જેના પછી આ રેજીગ્નેશન થોડી જ વારમાં વાયરલ થઈ ગયું. એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટેના ઓનલાઈન પ્લેટફોર્મ, એન્જિનિયર હબના સહ-સ્થાપક ઋષભ સિંહે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી, જેમાં કર્મચારીએ કંપની છોડવાનું કારણ સમજાવ્યું, જે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો. રેજીગ્નેશનમાં એટલું બધું મનોરંજન છે કે તમે પણ તેને વાંચીને હસવા લાગશો.

આ પણ વાંચો :   મુસાફરે અચાનક ખોલ્યો વિમાનનો ઈમરજન્સી ગેટ અને પછી..!

આ કારણોસર, તેણે પોતાની નોકરી છોડી દીધી

તમને જણાવી દઈએ કે, કર્મચારીએ પહેલા HR ને તેના ઓછા પગાર અંગે ફરિયાદ કરી હતી અને કહ્યું હતું કે, એવું લાગે છે કે મારો પગાર વધારો મારી અપેક્ષાઓ મુજબ સ્થિર છે. આ પછી, કર્મચારીએ તેના HR ને તેના રાજીનામાનું કારણ જણાવ્યું, જેમાં કર્મચારીએ તેના વર્તમાન પગારથી મોંઘો ફોન ન ખરીદી શકવા પર નારાજગી વ્યક્ત કરી. કર્મચારીએ કંપની છોડી દીધી કારણ કે તે ફોન ખરીદી શકતો ન હતો, જે પોતે જ એક વિચિત્ર કારણ છે. હવે સોશિયલ મીડિયા યુઝર્સ આ અંગે પોતાના મંતવ્યો આપી રહ્યા છે.

વપરાશકર્તાઓએ કહ્યું કે તે નકલી છે

સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર થતાંની સાથે જ તે વાયરલ થઈ ગઈ. તેને ઘણી વખત જોવામાં આવી અને હજારો લોકોએ તેના પર પ્રતિક્રિયા પણ આપી. એક યુઝરે લખ્યું...એવું લાગે છે કે આ ઈમેલ મોબાઈલ કંપની પાસેથી પૈસા લીધા પછી વાયરલ કરવામાં આવ્યો છે. બીજા એક યુઝરે લખ્યું.... આ બધુ પ્રમોશનનો ખેલ છે ભાઈ, લોકોને પાગલ બનાવવાનું બંધ કરો. જ્યારે બીજા એક યુઝરે લખ્યું.... આ ભાઈ EMI પર પણ મોબાઇલ ખરીદી શક્યો હોત, પણ તમારે લોકો પ્રમોશન કરવું પડ્યું.

આ પણ વાંચો :  Video : દુબઈ જેવો નજારો ભારતનાં આ શહેરમાં! ઊંચી બિલ્ડિંગ પરથી જન્નત જેવા દ્રશ્યો

Tags :
current salarydispleasureEmployeeexpensive phonefirst complainedGujarat Firstlow salaryopinionsReasonResignationresignation lettersalary increaseSocial Mediastrange reasonViral News
Next Article