Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Velella Velella : બ્રિટનના દરિયાકિનારે અચાનક ઉતર્યા 'એલિયન' જેવા વદળી જીવો! જાણો શું છે આ રહસ્યમય મહેમાનોનું સત્ય

Velella Velella : બ્રિટનના દરિયાકિનારાઓ પર અચાનક મોટી સંખ્યામાં જોવા મળેલા ચમકતા વાદળી રંગના રહસ્યમય જીવોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. પ્રથમ નજરે જેલીફિશ જેવા લાગતા આ જીવો વાસ્તવમાં Velella Velella તરીકે ઓળખાતા અનોખા દરિયાઈ સજીવો છે. આખરે તેઓ કોણ છે, કિનારે કેમ પહોંચ્યા અને શું તેઓ માનવ માટે જોખમી છે? ચાલો જાણીએ આ રસપ્રદ વૈજ્ઞાનિક રહસ્ય.
velella velella   બ્રિટનના દરિયાકિનારે અચાનક ઉતર્યા  એલિયન  જેવા વદળી જીવો  જાણો શું છે આ રહસ્યમય મહેમાનોનું સત્ય
Advertisement

Velella Velella : સમુદ્ર કિનારે ફરવા જાઓ અને અચાનક રેતી પર સેંકડો ચમકતા વાદળી રંગના જીવ પડેલા જોવા મળે તો કોઈ પણ વ્યક્તિ એક ક્ષણ માટે ચોંકી જાય. પ્રથમ નજરે આ જીવ જેલીફિશ જેવા લાગે, પરંતુ તેમની વાસ્તવિક ઓળખ કંઈક અલગ જ છે. છેલ્લા કેટલાક દિવસોમાં બ્રિટનના કમ્બ્રિયાના સેન્ટ બીઝ બીચ અને વેલ્સના અનેક દરિયાકિનારાઓ પર આવા હજારો વાદળી જીવ જોવા મળ્યા છે. સોશિયલ મીડિયા પર તેમની તસવીરો વાયરલ થતાં લોકોમાં ઉત્સુકતા વધી છે કે આખરે આ જીવ કોણ છે, તેઓ અહીં કેવી રીતે પહોંચ્યા અને શું તેઓ માનવ માટે જોખમી છે? આ રહસ્યમય જીવનું વૈજ્ઞાનિક નામ Velella Velella છે, જ્યારે સામાન્ય ભાષામાં તેમને By The Wind Sailors એટલે કે "પવનના સહારે સફર કરનારા જીવ" તરીકે ઓળખવામાં આવે છે. દેખાવમાં તેઓ સામાન્ય દરિયાઈ જીવ જેવા લાગે છે, પરંતુ તેમની જીવનશૈલી અને રચના અત્યંત અનોખી છે.

Tags :
Advertisement

.

×