Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

US Flight ની કેબિનમાં ઉડતા કબૂતરનો વીડિયો વાયરલ, ફ્લાઈટ 56 મિનિટ મોડી પડી

યુનાઈટેડ સ્ટેટ્સના મિનિયાપોલિસ-સેન્ટ પોલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ડેલ્ટા એરલાઈન્સની એક ફ્લાઈટમાં એક અજાણ્યો 'મહેમાન' જોવા મળ્યો હતો. આ બીજુ કઇ નહીં પણ એક કબૂતર છે. આ ઘટનાએ ફ્લાઈટના ટેકઓફમાં વિલંબ કર્યો હતો.
us flight ની કેબિનમાં ઉડતા કબૂતરનો વીડિયો વાયરલ  ફ્લાઈટ 56 મિનિટ મોડી પડી
Advertisement
  • ફ્લાઈટમાં કબૂતરનો વીડિયો વાયરલ
  • કબૂતરોના લીધે ફ્લાઈટ 56 મિનિટ મોડી પડી
  • મિનિયાપોલિસ એરપોર્ટની ફ્લાઈટમાં અજાણ્યો મહેમાન
  • વિમાનમાં બે કબૂતર, મુસાફરોમાં અફરાતફરીનો માહોલ
  • ડેલ્ટા એરલાઈન્સની ફ્લાઈટમાં કબૂતર
  • કેબિનમાં ઉડતાં કબૂતરનો વીડિયો થયો વાયરલ

Pigeon in US Flight viral video : વિમાન ઉડાન ભરે તે પહેલાં ઘણી બધી સલામતી તપાસ કરવામાં આવે છે, જેમ કે ટેકનિકલ ચેકઅપ, હવામાનની માહિતી, વજન અને સંતુલનનું મૂલ્યાંકન, રનવેની સ્થિતિ, પાઈલોટ અને એર ટ્રાફિક કંટ્રોલ (ATC) વચ્ચેની વાતચીત, મુસાફરો માટે સલામતી સૂચનાઓ અને કટોકટીની તૈયારીઓ. આ બધુ કર્યા બાદ પણ ઘણીવાર વિમાનમાં કોઇને કોઇ અજાણ્યો મહેમાન આવી જ જાય છે. તાજેતરમાં યુનાઈટેડ સ્ટેટ્સના મિનિયાપોલિસ-સેન્ટ પોલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ડેલ્ટા એરલાઈન્સની એક ફ્લાઈટમાં એક અજાણ્યો 'મહેમાન' જોવા મળ્યો હતો. આ બીજુ કઇ નહીં પણ એક કબૂતર છે. આ ઘટનાએ ફ્લાઈટના ટેકઓફમાં વિલંબ કર્યો હતો.

કબૂતર કેબિનમાં ઉડતું જોવા મળ્યું

ડેલ્ટા એરલાઈન્સની ફ્લાઈટ 2348, જે મિનિયાપોલિસ-સેન્ટ પોલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી મેડિસન, વિસ્કોન્સિન જવા માટે તૈયાર હતી, તેમાં ટેકઓફ પહેલાં એક અનોખી ઘટના બની. વિમાનના કેબિનમાં અચાનક એક કબૂતર ઉડતું જોવા મળ્યું, જેનાથી મુસાફરો અને ક્રૂ સભ્યોમાં અફરાતફરી મચી ગઈ. આ ઘટનાને એક મુસાફર ટોમ કોએ પોતાના કેમેરામાં કેદ કરી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. વીડિયોમાં દેખાય છે કે કબૂતર કેબિનમાં ઉડી રહ્યું છે, અને એક મુસાફર પોતાના જેકેટનો ઉપયોગ કરીને તેને પકડવાનો પ્રયાસ કરે છે. કબૂતર જેકેટ સાથે અથડાયા બાદ નીચે પડે છે, જેનાથી મુસાફરોમાં હાસ્ય અને આશ્ચર્યનું વાતાવરણ સર્જાયું.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Tom Caw (@cawtom)

Advertisement

ફ્લાઈટમાં 2 કબૂતરનો હંગામો

સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, ફ્લાઈટ શરૂ થાય તે પહેલાં સામાન સંભાળનારાઓએ એક કબૂતરને વિમાનમાંથી પકડી લીધું હતું. જોકે, જ્યારે વિમાન રનવે તરફ આગળ વધવા લાગ્યું, ત્યારે અચાનક બીજું કબૂતર કેબિનમાં દેખાયું. આ બીજા કબૂતરે ફ્લાઈટની સલામતી અને સમયસર ઉડાનની તૈયારીઓને અસર કરી. કબૂતરોના આ પ્રવેશને કારણે ફ્લાઈટ 56 મિનિટ મોડી પડી, જેનાથી મુસાફરોને થોડી અસુવિધા થઈ.

ડેલ્ટા એરલાઈન્સનું નિવેદન

ડેલ્ટા એરલાઈન્સની આ ફ્લાઈટ એરબસ A220 હતી, જેમાં 119 મુસાફરો અને 5 ક્રૂ સભ્યો હતા. થોડી મહેનત અને સતર્કતા બાદ, ક્રૂ અને મુસાફરોની મદદથી બંને કબૂતરોને સુરક્ષિત રીતે વિમાનમાંથી દૂર કરવામાં આવ્યા, અને ફ્લાઈટે સફળતાપૂર્વક ઉડાન ભરી. ડેલ્ટા એરલાઈન્સે પોતાના નિવેદનમાં જણાવ્યું, “અમે અમારા કર્મચારીઓ અને મુસાફરોની સતર્કતાની પ્રશંસા કરીએ છીએ, જેમણે ટેકઓફ પહેલાં વિમાનમાંથી બે પક્ષીઓને સુરક્ષિત રીતે દૂર કર્યા. મુસાફરીમાં થયેલા વિલંબ માટે અમે અમારા ગ્રાહકોની માફી માંગીએ છીએ.”

આ પણ વાંચો :   TikTok Influencer Valeria Marquez : લાઇવસ્ટ્રીમ દરમિયાન મોડેલની હત્યા, Video Viral

Tags :
Advertisement

.

×