પુષ્પા સ્ટાઇલ કરતો પોલીસકર્મીનો વીડિયો વાયરલ, ઇન્દોરના ડીસીપીએ પાઠવ્યું સમન્સ
- ઈન્દોરના પોલીસકર્મીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે
- પોલીસકર્મી ચાલતી બાઇક પર સિગારેટ પી રહ્યો છે
- બાઇક ચલાવનાર વ્યક્તિ કહી રહ્યો છે કે, 'પુષ્પા નામ હૈ મેરા, 'મે જુકેગા નહીં સાલા'
Indore viral video: મધ્યપ્રદેશના ઈન્દોરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, બાઇક પર પાછળ એક પોલીસકર્મી બેઠો છે અને એક વ્યક્તિ બાઇક ચલાવી રહ્યો છે. બંને બાઇક પર જઈ રહ્યા છે પણ બંનેમાંથી કોઈના માથા પર હેલ્મેટ નથી. એટલું જ નહીં, પોલીસકર્મી ચાલતી બાઇક પર સિગારેટ પી રહ્યો છે. એક વ્યક્તિએ બંનેનો વીડિયો રેકોર્ડ કર્યો, જેમાં બાઇક ચલાવનાર વ્યક્તિ કહી રહ્યો છે કે, 'પુષ્પા નામ હૈ મેરા, 'મે જુકેગા નહીં સાલા'!
કોઈ મોટી સિદ્ધિ મેળવી હોય તેમ વિડીયો રેકોર્ડ કરાવ્યો
જે વીડિયો સામે આવ્યો છે, તેમાં જોઈ શકાય છે કે પોલીસકર્મી ચાલતી બાઇક પર સિગારેટ પી રહ્યો છે અને તેણે હેલ્મેટ પણ પહેર્યું નથી. જ્યારે બીજા વ્યક્તિએ વિડીયો રેકોર્ડ કરવાનું શરૂ કર્યું, ત્યારે પોલીસકર્મીએ ગર્વથી હાથ ઊંચો કર્યો અને જાણે તેણે કોઈ મોટી સિદ્ધિ મેળવી હોય તેમ વિડીયો રેકોર્ડ કરાવ્યો.
આ પણ વાંચો : વિશ્વના ટોપના બિઝનેસમેનની મંગેતરને ખરાબ નજરે જોઇ રહ્યા હતા માર્ક જકરબર્ગ? તસ્વીરો વાયરલ
ડીસીપીએ સમન્સ પાઠવ્યું
જોકે, વીડિયો વાયરલ થયા પછી, પોલીસકર્મી પર નિયમો તોડવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો હતો. જ્યારે આ વીડિયો જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારીઓના ધ્યાનમાં આવ્યો, ત્યારે આ પોલીસકર્મીને બોલાવવામાં આવ્યો. ક્રાઈમ બ્રાન્ચના એડિશનલ ડીસીપી રાજેશ દંડોટિયા દ્વારા પોલીસકર્મીને સમન્સ પાઠવવામાં આવ્યું હતું અને બાઇક સવાર જિતેન્દ્ર સિંહ તંવરનું પણ ટ્રાફિક ઉલ્લંઘન બદલ ચલણ કાપવામાં આવ્યું હતું અને બંનેને નોટિસ જારી કરવામાં આવી છે.
इंदौर
पुष्पा बनना पुलिस वाले को पड़ा भारी, इंदौरी शेखावत को पुलिस के वरिष्ठ अधिकारियों ने किया तलबइंदौरी शेखावत ने गलती मानकर आगे से ऐसा ना करने की बात कही है pic.twitter.com/roiJdzI1AJ
— Avinash Tiwari (@TaviJournalist) January 21, 2025
ભવિષ્યમાં આવી ભૂલ નહીં કરે
બાઇક સવાર જીતેન્દ્ર સિંહ કહે છે કે, તેઓ ભવિષ્યમાં આવી ભૂલ નહીં કરે અને ભવિષ્યમાં લોકોને ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃત કરવા માટે વીડિયો બનાવશે. પોલીસની આ કાર્યવાહીની ખૂબ ચર્ચા થઈ રહી છે. તમને જણાવી દઈએ કે પુષ્પા 2 માં પોલીસકર્મીનું પાત્ર ભજવનાર શેખાવત જેવા દેખાતા ઈન્દોરના PRTSમાં પોસ્ટ કરાયેલા એક સૈનિકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થયા પછી, નિયમોની અવગણનાના આરોપો લાગ્યા અને વરિષ્ઠ અધિકારીઓએ આરોપી પોલીસકર્મી સામે કાર્યવાહી કરી.
આ પણ વાંચો : હવે દિલ્હીમાં સીધુ નળમાંથી દારૂ, સ્વાતિ માલીવાલે વીડિયો પોસ્ટ કરીને કેજરીવાલ પર કર્યો પ્રહાર


