Viral: એકલો એકલો ક્રિકેટ રમતો યુવકનો વીડિયો વાયરલ
- Viral આ ભાઈ શીખવે છે કે, એકલા એકલા ક્રિકેટ કેવીરીતે રમાય
- વીડિયો જોઈને તમે પણ હસતા હસતા ટ્રાય (Try) કરજો
- ટીમની સાથે તો સૌ કોઈ ક્રિકેટ રમે!
- એકલા ક્રિકેટ રમે એને જ કહેવાય ખીલાડી!
Viral યુવક પોતે જ ક્રિકેટર અને પોતે જ બોલર
ક્રિકેટ એક એવી રમત જે નાનાથી માંડીને વડીલો સૌકોઈને ગમતી જ હોય છે. ક્રિકેટ રમવી અને જોવી આ બંને માટે મિત્રો અને ટીમ ખાસ જરૂરી હોય છે. જો ક્રિકેટ રમવા માટે જેવી રીતે ટીમની જરૂર હોય છે. તેવી જ રીતે જોવા માટે પણ સાથી-મિત્રો અત્યંત જરૂરી હોય છે. એકલા જોવાનો આનંદ બિલકુલ આવતો નથી. પરંતુ અમે તમને આ વીડિયો બતાવી રહ્યા છીએ. જેમાં યુવક ટીમ વગર જ ક્રિકેટ રમીને ચોકા-છગ્ગા ફટકારે છે.
Viral: બાળકોને રમવાનું બેડ અને ડોલને બનાવી સ્ટમ્પ (Stump)
Viral વીડિયોમાં જોઈ શકાય છે કે, યુવક ઘરના ધાબા પર એકલો ચઢી ગયો છે. આવતા જ એટલી ઝડપથી બોલ ફેંકવાની એક્ટિંગ કરે છે કે, એવું લાગે છે કે, હમણા બેટિંગ કરનારને આઉટ (Out) કરી દેશે. પણ એક જ ક્ષણમાં તેની ગતિ ધીમી પડી જાય છે. અને બાળકની જેમ બોલિંગ કરીને દોડવા લાગે છે. પા પા પગલી દોડીને યુવક ધીરેથી બેટ ઉપાડીને બોલની ફટકારે છે. અને ફરીથી તે એકલો જ દોડીને રન લેવા માંડે છે. સ્ટમ્પને બોલ અડી જતા વિકેટ (Wicket) લીધી હોય તેમ ખુશ થઈને ઉછળી પડે છે. આ વાયરલ વીડિયોએ લોકોને હસાવી દીધા છે.
આ પણ વાંચો- SMAT: હાર્દિકે આઉટ કરનાર બિશ્નોઈને ગળે કેમ લગાવ્યો? જૂઓ Viral Video