Viral Animal Video : હાથમાં નાનકડું પપી અને સામે ઊંડી ખાઈ... થોડી લાઈક્સ માટે મહિલાએ જે કર્યું તે જોઈને તમે પણ ગુસ્સે થઇ જશો!
Viral Animal Video : સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ (Viral) થવા માટે એક મહિલાએ પપીને પહાડી પરથી ફેંકવાનો નાટક કરતા ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ દરમિયાન પપીની માતા પોતાના બચ્ચાને બચાવવા માટે ગભરાઈને પહાડીની નીચે દોડી ગઈ હતી. વીડિયો વાયરલ થયા બાદ નેટિઝન્સ (Netizens)માં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો મહિલાની હરકતને ક્રૂર અને અમાનવીય ગણાવી રહ્યા છે.
Advertisement
Viral Animal Video : સોશિયલ મીડિયા (Social Media) પર લાઈક્સ (Likes), વ્યૂઝ (Views) અને લોકપ્રિયતા મેળવવા માટે લોકો ક્યારેક એવી હદ પાર કરી દે છે, જેની કલ્પના કરવી પણ મુશ્કેલ હોય છે. આવો જ એક ચોંકાવનારો વીડિયો (Viral Video) હાલ ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક મહિલાએ માત્ર મનોરંજન અને લોકપ્રિયતા માટે એક બેજુબાન પ્રાણી (Animal)ની લાગણીઓ સાથે ક્રૂર મજાક કરી હોવાનું જોવા મળે છે. આ વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે.

