ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Viral: ચીની યુવતીના ભરતનાટ્યમ ડાન્સે બેજિંગમાં મચાવી ધૂમ, તમે વીડિયો જોયો?

ઝાંગ જિયાયુઆનનું અરંગેત્રમ : ચીનમાં ભરતનાટ્યમની ધૂમ, સોશિયલ મીડિયા પર વાયરલ
05:10 PM Aug 28, 2025 IST | Mujahid Tunvar
ઝાંગ જિયાયુઆનનું અરંગેત્રમ : ચીનમાં ભરતનાટ્યમની ધૂમ, સોશિયલ મીડિયા પર વાયરલ

બેજિંગ : ભારતીય સંસ્કૃતિનો ડંકો વિદેશોમાં પણ વાગી રહ્યો છે. તાજેતરમાં ચીનની 17 વર્ષની યુવતી ઝાંગ જિયાયુઆન, જેને પ્રેમથી રિયા (Rhea) તરીકે પણ ઓળખવામાં આવે છે, તેણે ભરતનાટ્યમનું પરફોર્મન્સ આપીને બધાને મંત્રમુગ્ધ કરી દીધા. આ પરફોર્મન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર આવતાંની સાથે જ વાયરલ થઈ ગયો છે.

ઝાંગે બેજિંગના એક હોલમાં તાજેતરમાં પોતાનું પ્રથમ મોટું ભરતનાટ્યમ પરફોર્મન્સ ‘અરંગેત્રમ’ (Arangetram) રજૂ કર્યું. તેના નૃત્યના મૂવ્સ, અભિવ્યક્તિઓ અને અદાઓએ ભારતીય દર્શકોને પણ આશ્ચર્યચકિત કરી દીધા. ઝાંગે પાંચ વર્ષની નાની ઉંમરે ભરતનાટ્યમ શીખવાનું શરૂ કર્યું હતું અને 12 વર્ષની ઉંમરે તેણે પ્રખ્યાત ચીની ભરતનાટ્યમ નૃત્યાંગના જિન શાન શાન (Jin Shan Shan) પાસેથી તાલીમ લીધી.

ચીનમાં ભરતનાટ્યમનો ક્રેઝ

ઝાંગ જિયાયુઆનનું આ પરફોર્મન્સ દર્શાવે છે કે ભરતનાટ્યમ હવે ફક્ત ભારત પૂરતું મર્યાદિત નથી, પરંતુ પડોશી દેશ ચીનમાં પણ તેનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. ગત વર્ષે 13 વર્ષની લેઈ મુઝીએ ઇતિહાસ રચ્યો હતો, જે ચીનમાં ભરતનાટ્યમનું અરંગેત્રમ કરનારી પ્રથમ ચીની વિદ્યાર્થિની બની હતી.

આ પણ વાંચો-Bollywood માં દબદબો ધરાવતા ખાન, કપુર અને બચ્ચન પરિવારમાં વધુ એક નામ જોડાયું

ઝાંગનું અરંગેત્રમ બેજિંગના ભરચક ઓડિટોરિયમમાં યોજાયું હતું, જ્યાં ભારતના ડેપ્યુટી એમ્બેસેડર અભિષેક શુક્લા અને ચીનની પ્રખ્યાત ભરતનાટ્યમ નૃત્યાંગના જિન શાન શાન સહિત અનેક દિગ્ગજો હાજર રહ્યા. ઝાંગે જણાવ્યું કે, અરંગેત્રમની તૈયારી માટે તેણે છેલ્લાં પાંચ વર્ષથી દરરોજ લગભગ પાંચ કલાક પ્રેક્ટિસ કરી હતી. પરફોર્મન્સ બાદ તેણે આનંદના આંસુઓ સાથે પોતાના ગુરુ જિન શાન શાનને ગળે લગાવીને આ સિદ્ધિને “સપનું સાકાર થયું” ગણાવ્યું.

ચીનમાં ભરતનાટ્યમની શરૂઆત

ચીનમાં ભરતનાટ્યમનો આ ટ્રેન્ડ પ્રખ્યાત ચીની નૃત્યાંગના ઝાંગ જુન (1933-2012) દ્વારા શરૂ થયો હતો. ઝાંગ જુને 1950ના દાયકામાં ભારતની મુલાકાત દરમિયાન ભરતનાટ્યમ, કથક અને ઓડિસી જેવી ભારતીય નૃત્યકળાઓથી આકર્ષાઈ અને ચીનમાં તેનો પ્રચાર કર્યો. તેમની મહેનત અને આજના નૃત્યકારોના જુસ્સાએ ભારતીય સંસ્કૃતિને ચીનમાં પણ સન્માન અપાવ્યું છે.

જિન શાન શાન, જેઓ ચેન્નાઈની પ્રખ્યાત કલાક્ષેત્ર ફાઉન્ડેશનમાં ભરતનાટ્યમની તાલીમ લઈ ચૂક્યા છે, તેઓ હાલ બેજિંગમાં ભારતીય દૂતાવાસના વિવેકાનંદ સાંસ્કૃતિક કેન્દ્રમાં વિદ્યાર્થીઓને તાલીમ આપે છે. તેમણે જણાવ્યું કે તેમની શાળામાં હાલ 100 જેટલા વિદ્યાર્થીઓ ભરતનાટ્યમ શીખી રહ્યા છે, જેમાંથી ઘણા દસ વર્ષથી વધુ સમયથી તાલીમ લઈ રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ

ઝાંગના આ પરફોર્મન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. નેટીઝન્સે તેના ગ્રેસફુલ મૂવ્સ અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેના તેના લગાવની પ્રશંસા કરી છે. એક યુઝરે લખ્યું, “ભરતનાટ્યમ એ ભારતીય નૃત્યનું સૌથી શાસ્ત્રીય સ્વરૂપ છે, અને ઝાંગે તેને ખૂબ જ સુંદર રીતે રજૂ કર્યું.” બીજા યુઝરે ઉમેર્યું, “તેનું પરફોર્મન્સ એટલું ફ્લોલેસ અને ગ્રેસફુલ છે કે લાગે છે ભારતીય નૃત્યાંગના પણ શરમાઈ જાય!”

ભરતનાટ્યમ અને અરંગેત્રમનું મહત્વ

ભરતનાટ્યમ જે દક્ષિણ ભારતનું પ્રાચીન નૃત્ય સ્વરૂપ છે, તે હિન્દુ અને જૈન ધર્મની આધ્યાત્મિક વિચારધારાઓ અને ધાર્મિક થીમ્સને રજૂ કરે છે. અરંગેત્રમ એ ભરતનાટ્યમ નૃત્યકારનું પ્રથમ સોલો પરફોર્મન્સ છે, જે વર્ષોની સખત તાલીમની પૂર્ણાહુતિ દર્શાવે છે. આ પછી જ વિદ્યાર્થીઓને સ્વતંત્ર રીતે પરફોર્મ કરવાની કે અન્યને તાલીમ આપવાની મંજૂરી મળે છે. ઝાંગ જિયાયુઆન ચીનમાં આ સિદ્ધિ હાંસલ કરનારી બીજી વિદ્યાર્થિની છે, જે ભારતીય સંસ્કૃતિના વૈશ્વિક પ્રભાવનો પુરાવો છે.

આ પણ વાંચો- ડાબી-જમણી સૂંઢવાળા ગણપતિનું શું છે મહત્વ : ઘર અને મંદિરમાં કેમ રાખવામાં આવે છે અલગ-અલગ પ્રકારની મૂર્તિઓ?

Tags :
#Bharatanatyam#JinShanShan#ZhangJiayuanarangetramBeijingGaneshotsavIndianCultureViralVideo
Next Article