Happy Divorce: છૂટાછેડા બાદ યુવકે દૂધથી નાહી કેક કાપી, વીડિયો વાયરલ
- પત્ની સાથે છૂટાછેડા લીધા બાદ યુવકે કરી ઉજવણી (Divorce Celebration India)
- દૂધથી નાહીને કેક કાપતો વીડિયો યુવકે બનાવ્યો
- ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યુ, Happy Divorce
Divorce Celebration India : છેલ્લા કેટલાક વર્ષોમાં છૂટાછેડા (Divorce)ના કેસોમાં ઘણો વધારો જોવા મળ્યો છે. જ્યારે કોઈ દંપતી તેમના સંબંધમાં ખુશ ન હોય, ત્યારે તેઓ આ સંબંધને સમાપ્ત કરવાનું પસંદ કરે છે. જોકે છૂટાછેડા સામાન્ય રીતે કોઈ સુખદ અનુભવ નથી હોતો, પરંતુ વધતા સમય સાથે હવે 'ડિવોર્સ સેલિબ્રેશન'નો પણ એક અલગ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આવો જ એક મામલો ફરી સામે આવ્યો છે.
સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ તેની પત્ની સાથે કાયદેસર રીતે છૂટાછેડા લીધા બાદ તેની જોરદાર ઉજવણી કરતો જોવા મળે છે. આ વ્યક્તિએ પહેલા દૂધથી સ્નાન કર્યું, પછી કેક કાપીને ઉજવણી કરી અને પોતાને 'સિંગલ અને આઝાદ' ગણાવ્યો.
સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર તેની કેક હતી. તેણે કેક પર છૂટાછેડાના સમાધાન (Settlement) માં તેણે શું આપ્યું તેની વિગતો પણ લખાવી હતી. આ ડિવોર્સ સેલિબ્રેશનનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.
કેક પર લખ્યું: '120 ગ્રામ સોનું, 18 લાખ રોકડા'
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે આ યુવકને તેની માતા દૂધથી સ્નાન કરાવી રહી છે. ત્યારબાદ તે કબાટમાંથી નવા કપડાં કાઢીને એવી રીતે તૈયાર થાય છે, જાણે કોઈ મોટો ખુશીનો દિવસ હોય. બાદમાં, તે કેક કાપતો જોવા મળે છે. આ કેક પર લખ્યું હતું: "Happy Divorce, 120 gram gold, 18 lakh cash..." કેક કાપતી વખતે યુવક ખૂબ જ ખુશ અને ઉત્સાહિત દેખાય છે.
Instagram પર શેર કરવામાં આવ્યો વીડિયો
આ વીડિયો iamdkbiradar નામના એકાઉન્ટ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. કેપ્શનમાં તેણે લખ્યું: "કૃપા કરીને ખુશ રહો અને પોતાનો ઉત્સાહ વધારો, નિરાશ ન થાઓ. 120 ગ્રામ સોનું અને 18 લાખ રોકડ લીધા નહીં, પણ આપ્યા... સિંગલ છું, ખુશ છું, આઝાદ છું. મારી જિંદગી, મારા નિયમો." આ વાયરલ વીડિયોને અત્યાર સુધીમાં સાડા 3 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.
લોકોની પ્રતિક્રિયાઓ
- આ અનોખી ઉજવણી પર લોકોની વિવિધ પ્રતિક્રિયાઓ આવી છે.
- કેટલાક યુઝર્સે યુવકને અભિનંદન આપતા લખ્યું કે, "હંમેશા આમ જ ખુશ રહો" અને "સિંગલ લાઇફ સૌથી સારી છે."
- એક યુઝરે કહ્યું કે, "મેન્ટલ પીસ (માનસિક શાંતિ) કોઈપણ વસ્તુ કરતાં વધુ જરૂરી છે. આશા છે કે તમને આગળ સારા લોકો મળશે."
- જોકે, કેટલાક યુઝર્સે ટીકા પણ કરી અને એક યુઝરે કહ્યું કે, "મમ્માઝ બોય! હવે તેની પત્ની વધુ સારી જગ્યાએ છે," જે દર્શાવે છે કે આ પ્રકારની ઉજવણી અંગે મિશ્ર પ્રતિભાવો છે.
આ પણ વાંચો : Lamborghini પર બળદો કૂદ્યા! Viral Video ની હકીકત જાણીને ચોંકી જશો