Viral Hotel Room Video : હોટલના રૂમમાં 2 વર્ષ સુધી કેદ રહ્યો ગેમર, જ્યારે રૂમ ખોલ્યો ત્યારે સ્ટાફના હોશ ઉડી ગયા!
- Viral Hotel Room Video
- ચીનમાં ગેમરની હરકત, લક્ઝરી હોટલ રૂમ બન્યો કચરાનો ઢગલો
- 2 વર્ષ સુધી રૂમમાંથી બહાર ન નીકળ્યો ગેમર, હોટલમાં હાહાકાર
- ઓનલાઈન ગેમિંગની લત, હોટલ રૂમને કચરાખાનામાં ફેરવ્યો
- Viral Video : ગેમરના કારણે હોટલ રૂમની થઇ ભયાનક હાલત
- લક્ઝરી રૂમમાં કચરાનો પહાડ, સોશિયલ મીડિયા પર હડકંપ
Viral Hotel Room Video : સામાન્ય રીતે જ્યારે આપણે કોઈ હોટલમાં રોકાવા જઈએ છીએ, ત્યારે રૂમની સ્વચ્છતા અને શિષ્ટાચાર જાળવવો એ આપણી નૈતિક જવાબદારી હોય છે. પરંતુ ચીનના ચાંગચુન શહેરમાંથી એક એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેણે હોટલ મેનેજમેન્ટ અને સોશિયલ મીડિયા યુઝર્સને સ્તબ્ધ કરી દીધા છે. એક ઓનલાઈન ગેમરના વ્યસને હોટલ (Hotel) ના લક્ઝરી રૂમને કચરાના ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ફેરવી નાખ્યો હતો.
2 વર્ષ સુધી રૂમની બહાર ન નીકળ્યો ગેમર
મળી રહેલી માહિતી અનુસાર, એક યુવાન ઓનલાઈન ગેમર આ હોટલ (Hotel) માં સતત 2 વર્ષ સુધી રોકાયો હતો. આ હોટલ ખાસ કરીને 'ઈ-સ્પોર્ટ્સ' ખેલાડીઓ માટે બનાવવામાં આવી હતી, જ્યાં હાઈ-સ્પીડ ઈન્ટરનેટ અને ગેમિંગ કમ્પ્યુટર્સ જેવી સુવિધાઓ ઉપલબ્ધ હતી. હોટલ સ્ટાફના જણાવ્યા અનુસાર, આ શખ્સ ભાગ્યે જ રૂમની બહાર નીકળતો હતો. તે ઓનલાઈન એપ દ્વારા જ જમવાનું મંગાવતો હતો અને દિવસ-રાત ગેમિંગમાં જ મશગૂલ રહેતો હતો.
Man checks out from a hotel in China after two years
This is how the hotel room was found…pic.twitter.com/BwZHjx5Jtg
— Defiant L’s (@DefiantLs) December 18, 2025
કચરાના ઢગલા નીચે દફનાવાયેલો Hotel નો રૂમ
જ્યારે બે વર્ષ પછી તે રૂમમાંથી બહાર આવ્યો અને સફાઈ કામદારો અંદર ગયા, ત્યારે જે દ્રશ્ય જોવા મળ્યું તે ભયાનક હતું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે આખા રૂમમાં લગભગ એક મીટર ઊંચો કચરો જમા થઈ ગયો હતો. રૂમનો ખૂણેખૂણો પ્લાસ્ટિકના રેપર્સ, ખાલી ઠંડા પીણાની બોટલો અને એઠવાડથી ભરેલા ફૂડ બોક્સથી ઢંકાયેલો હતો. વળી ગંદકી એટલી વધારે હતી કે Hotel ના રૂમમાં રહેલી ગેમિંગ ખુરશીઓ અને ટેબલ કચરા નીચે દબાઈ ગયા હતા. તેટલું જ નહીં બાથરૂમની હાલત તો એના કરતા પણ ખરાબ હતી. ફ્લોર પર વપરાયેલા ટોયલેટ પેપરના સેંકડો ટુકડા પથરાયેલા હતા, જેના કારણે વોશબેસિન અને ટોયલેટ દેખાતા પણ બંધ થઈ ગયા હતા.
સફાઈમાં લાગ્યા 3 દિવસ અને થયો મોટો ખર્ચ
હોટલ મેનેજમેન્ટ (Hotel Management) માટે આ રૂમને ફરીથી રહેવા લાયક બનાવવો મોટો પડકાર હતો. કચરો હટાવવા, સફાઈ કરવા અને રૂમને સંપૂર્ણપણે જીવાણુ નાશક (Disinfectant) કરવા માટે સતત 3 દિવસનો સમય લાગ્યો હતો. મેનેજમેન્ટના જણાવ્યા મુજબ, રૂમને એટલું નુકસાન થયું છે કે તેને અન્ય મહેમાનો માટે ખોલતા પહેલા વ્યાપક રિપેરિંગની જરૂર પડશે. નવાઈની વાત એ છે કે, આ ગેમરે તેના છેલ્લા 10 દિવસના રોકાણના અંદાજે 300 પાઉન્ડ (આશરે 32,000 રૂપિયા) હજુ સુધી ચૂકવ્યા નથી.
સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયા
આ ઘટનાનો વીડિયો વાયરલ થતા જ લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. એક યુઝરે સવાલ ઉઠાવ્યો કે, "2 વર્ષ સુધી સ્ટાફને આ રૂમમાંથી ગંધ કેમ ન આવી?" જ્યારે બીજા એક યુઝરે હોટલ તંત્ર (Hotel management) પર પણ સવાલ ઉઠાવ્યા કે કોઈ વ્યક્તિને આ રીતે 2 વર્ષ સુધી દેખરેખ વિના કેવી રીતે છોડી શકાય? ઘણા લોકોએ આને માનસિક સ્વાસ્થ્ય અને ગેમિંગના અતિરેક સાથે પણ સાંકળ્યું છે.
આ પણ વાંચો : First Night Video Viral : પતિએ સુહાગરાતનો વીડિયો કર્યો વાયરલ, પત્ની જોઇને થઇ ખુશ


