VIRAL NEWS : પત્નીએ કોરિયન પતિની હિંદીની પરીક્ષા લીધી, તગડા સ્કોર સાથે પાસ
VIRAL NEWS : તાજેતરમાં સોશિયલ મીડિયા સર્કલમાં એક વીડિયો પુરજોશમાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક ભારતીય મહિલા તેના કોરિયન પતિની હિંદીની પરીક્ષા લઇ રહી (WOMEN TEST HINDI SKILL OF KOREAN HUSBAND - VIRAL NEWS) છે. મહિલા પોતાના પતિની હિંદી ભાષાની આવડત ચકાસી રહી હોય તેમ લાગી રહ્યું છે. આ વીડિયોને આશરે 40 લાખથી વધુ લોકોએ જોયો છે, અને 1.70 લાખથી વધુ લોકોએ તેને લાઇક્સ આપ્યા છે. મહિલા ટેબ્લેટમાં રોજબરોજમાં ઉપયોગી વસ્તુઓના ફોટા પતિને બતાવી રહી છે, અને તે અંગેના સવાલો પુછી રહી છે. બીજી તરફ પતિ ખોળામાં બાળકને રાખીને એક પછી એક સાચા જવાબો આપી રહ્યો છે.
પતિ બાળકને પોતાના હાથમાં ટેકવીને એક પછી એક તસ્વીરોના જવાબો આપી રહ્યો છે
દેશભરમાં એક વાયરલ વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. જેમાં ભારતીય મુળની મહિલા નેહા અરોરા દ્વારા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં મુકવામાં આવ્યો છે. આ વીડિયોમાં તે પોતાના કોરિયન પતિ સામે ટેબ્લેટ મુકીને તેને હિંદીમાં તસ્વીરો ઓખળી કાઢવા જણાવે છે. મહિલાનો કોરિયન પતિ બાળકને પોતાના હાથમાં ટેકવીને એક પછી એક તસ્વીરોના જવાબો આપી રહ્યો છે.
સાચો જવાબ કેલા, રટાવી દે છે
મહિલાએ તસ્વીરો બતાવીને પુછેલા સવાલોમાં ચમ્મચ, ચપ્પલ, ચાકુ, પંખા વગેરેને તે ઓળખી બતાવે છે. જ્યારે કેળું સામે આવતા જ તે અટવાઇ પડે છે. અને હિંદીની જગ્યાએ અંગ્રેજીમાં બનાના જવાબ આપી દે છે. બાદમાં તેની પત્ની તેને સુધારે છે. અને સાચો જવાબ કેલા, રટાવી દે છે. અંતમાં કોરિયન પતિ હિંદી કવિતાની કડી ગાય છે, ઉપર પંખા ચલતા હૈ, નીચે બેબી સોતા હૈ. જે સાંભળતા પત્ની ખુદ આશ્ચર્યમાં મુકાઇ જાય છે. અને આ વીડિયોના ટાઇટલમાં જ લખે છે કે. OMG આને તે ઉપર પંખા ચલતા હૈ, નીચે બેબી સોતા હૈ તે પણ ખબર છે.
આ પણ વાંચો --- શું તમે માનશો કે CIBIL સ્કોર કોઈના લગ્નમાં બાધા બની શકે? વાંચો આ ચોંકાવનારી ઘટના