ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Viral Photos : દુનિયાની સૌથી ખતરનાક પરિસ્થિતિમાં સૌથી પ્રેમાળ ક્ષણના ફોટોઝ થયા વાયરલ

સૌથી ખતરનાક કુદરતી પરિસ્થિતિમાં એક પ્રેમીએ પોતાના મનગમતા પાત્રને પ્રપોઝ કર્યુ છે. આ પ્રપોઝના ફોટોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. યુઝર્સ અને નેટિઝન્સ આ ઘટના પર કરી રહ્યા છે રંગબેરંગી કોમેન્ટ્સ. વાંચો વિગતવાર.
07:48 PM Jul 03, 2025 IST | Hardik Prajapati
સૌથી ખતરનાક કુદરતી પરિસ્થિતિમાં એક પ્રેમીએ પોતાના મનગમતા પાત્રને પ્રપોઝ કર્યુ છે. આ પ્રપોઝના ફોટોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. યુઝર્સ અને નેટિઝન્સ આ ઘટના પર કરી રહ્યા છે રંગબેરંગી કોમેન્ટ્સ. વાંચો વિગતવાર.
Viral Photos Gujarat First

Viral Photo : પોતાના પ્રેમની રજૂઆત કરવી એ કોઈપણ માટે સૌથી મહત્વની ક્ષણ હોય છે. આ ક્ષણને યાદગાર બનાવવા પ્રેમીઓ અવનવી અભિવ્યક્તિ કરતા હોય છે. આવા જ એક પ્રેમીએ પોતાના પ્રેમની અભિવ્યક્તિ માટે સૌથી ખતરનાક પરિસ્થિતિ પસંદ કરી છે. જો કે આ પ્રેમની અભિવ્યક્તિના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. યુઝર્સ અને નેટિઝન્સ આ ઘટના પર કરી રહ્યા છે રંગબેરંગી કોમેન્ટ્સ.

યાદગાર ક્ષણ

બે પ્રેમીઓ વચ્ચે પ્રેમની અભિવ્યક્તિની ક્ષણ કાયમ માટે યાદગાર બની જતી હોય છે. આવું જ એક યાદગાર પ્રપોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. જેમાં એક પ્રેમી ખતરનાક ઝડપે ફૂંકાતા વાવાઝોડામાં પોતાની પ્રેમિકાને પ્રપોઝ કરે છે. બ્રાયસ શેલ્ટન (Bryce Shelton) અને પેગી બાર્ડોમાસ (Peggy Bardomas) નામના આ બંને પ્રેમીઓ ઘણા વર્ષોથી ઓનલાઈન મિત્રો હતા. બંનેનો રસનો વિષય હવામાન હતો. તેથી પ્રેમી બ્રાયસ શેલ્ટને પોતાની પ્રેમીકા પેગી બાર્ડોમાસને પ્રપોઝ કરવા માટે એક એવી પરિસ્થિતિ પસંદ કરી જેનાથી સામાન્ય લોકો ખૂબ ડરતા હોય છે. પ્રેમી બ્રાયસે ખતરનાક ઝડપે અમેરિકાના સાઉથ ડકોટા (South Dakota) માં ફૂંકાતા વાવાઝોડામાં પ્રેમીકાને પ્રપોઝ કર્યુ.

આ પણ વાંચોઃ માતાની બોલિંગ સામે ક્લીન બોલ્ડ થયો શ્રેયસ ઐયર, જુઓ સરપંચનો Out થતો Video

ફોટોઝ થયા વાયરલ

અમેરિકાના સાઉથ ડાકોટામાં એક પ્રેમીએ તોફાની હવામાનમાં અને ખતરનાક વાવાઝોડા વચ્ચે તેની પ્રેમિકાને પ્રપોઝ કર્યુ છે. વાવાઝોડા વચ્ચે આ પ્રપોઝની તસવીરો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહી છે. @BrandonCopicWx નામના યુઝરે આ ફોટો X પર પોસ્ટ કર્યો અને લખ્યું - @BryceShelton01 અને @tornadopaigeyy ને તેમની સગાઈ બદલ અભિનંદન ! અત્યાર સુધીમાં આ પોસ્ટને 1 કરોડ 70 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. જ્યારે પોસ્ટને 38 હજારથી વધુ લાઈક્સ મળ્યા છે. આ પ્રપોઝના ફોટોઝ જોયા પછી યુઝર્સ અને નેટિઝન્સ આ ઘટના પર રંગબેરંગી કોમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, પ્રપોઝ કરવા માટે ખતરનાક કુદરતી વાતાવરણ પસંદ કર્યુ. બીજા યુઝરે લખ્યું કે, પ્રેમીની સાહસવૃત્તિને સલામ છે. ત્રીજા યુઝરે લખ્યું કે, આ બંને પ્રેમીઓ આ પ્રપોઝ મોમેન્ટ ક્યારેય ભૂલી નહીં શકે. ચોથા યુઝરે લખ્યું કે, પ્રેમિકા ડરી જાય તેવી સ્થિતિમાં પ્રપોઝ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો ?

આ પણ વાંચોઃ UP Minister Video: યુપીના મંત્રી કચરાના વાહનમાં બેસીને શેરી-શેરી ફરતા રહ્યા, કહ્યું- મને જે મળ્યું તે હું શેર કરી રહ્યો છું

Tags :
Bryce Sheltondangerous stormGujarat FirstGUJARAT FIRST NEWSMost adventurous proposalNatural DisasterPeggy BardomasRomantic proposalSouth Dakotastorm proposalVIRAL PHOTO
Next Article