Viral & Social: થિયેટરમાં નાસ્તો લઈ જવાનો ગજબનો દેશી જુગાડ!, એવીરીતે છૂપાવ્યો નાસ્તો કે, સિક્યુરિટી પણ છેતરાઈ ગઈ!
- Viral & Social: 'ગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલ હૈ!'
- મૂવી હોલમાં મોંઘા નાસ્તાથી બચવા મહિલાએ લગાવ્યો સ્માર્ટ આઈડિયા
- શું તમે પણ થિયેટરના મોંઘા પોપકોર્નથી કંટાળ્યા છો?
- આ મહિલાનો 'બોટલ પ્લાન' જોઈને તમે પણ હસી પડશો!
- બહારથી પાણીની બોટલ દેખાય પણ અંદર તો કંઈક બીજું જ છે!
- જાણો મહિલાએ કેવી રીતે બનાવ્યો ફૂલ-પ્રૂફ પ્લાન
- યુઝર્સ પૂછી રહ્યા, 'ભાઈ, આટલું બધું દિમાગ લાવો છો ક્યાંથી?'
Viral & Social: હાલના સમયમાં સોશિયલ મીડિયા (Social Media) પર દરરોજ હજારો વીડિયો વાયરલ થતા હોય છે, પરંતુ અમુક વીડિયો એવા હોય છે જે જોઈને આપણે પણ વિચારતા થઈ જઈએ છીએ. હાલમાં આવો જ એક સ્માર્ટ અને રમુજી જુગાડનો (Jugaad) વીડિયો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. મૂવી થિયેટરમાં (Movie Theater) મોંઘા નાસ્તાથી બચવા માટે લોકોએ જે આઈડિયા વાપર્યો છે તે જોઈને તમે પણ આશ્ચર્યચકિત (Surprised) થઈ જશો.
Viral & Social: પાણીની બોટલનો અનોખો ઉપયોગ
સામાન્ય રીતે સિનેમા હોલની (Cinema Hall) અંદર બહારથી ખાવાની વસ્તુઓ લઈ જવાની મનાઈ હોય છે અને અંદર બધું જ ખૂબ મોંઘું મળતું હોય છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં (Video) જોવા મળે છે કે એક મહિલા પાણીની બે બોટલ બતાવે છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ બોટલમાં પાણી નહીં પણ સ્નેક્સ (Snacks) ભરેલા હતા. વીડિયોમાં બતાવ્યા પ્રમાણે, પહેલા બોટલોને ધોઈને સૂકવવામાં આવી અને પછી તેમાં ખાવાની વસ્તુઓ એવી રીતે ભરવામાં આવી કે બહારથી કોઈને શંકા ન જાય.
View this post on Instagram
Viral & Social: પ્લાન થયો સફળ
આ લોકો પોતાનો નાસ્તો બોટલમાં છુપાવીને હોલની અંદર લઈ જવામાં સફળ (Successful) રહ્યા હતા. આ અનોખો આઈડિયા વાપરીને તેઓએ થિયેટરની અંદર આરામથી ફિલ્મ જોતા જોતા નાસ્તાની મજા માણી હતી. સોશિયલ મીડિયા પર આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકોએ લાઈક (Like) કર્યો છે અને લોકો તેના પર અવનવી પ્રતિક્રિયાઓ (Reactions) આપી રહ્યા છે.
આ પણ વાંચો---- Viral video: વાયરલ થયેલો 'ભારત vs પાકિસ્તાન' વીડિયો નીકળ્યો નકલી, AIની કરામત ઓળખવામાં થાપ ખાઈ ગયા લોકો
Viral & Social: લોકોએ આપી રમુજી પ્રતિક્રિયાઓ
ઈન્સ્ટાગ્રામ (Instagram) પર પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયો પર યુઝર્સ રમૂજી કોમેન્ટ્સ (Comments) કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, "શું ત્યાં વોટર બોટલ ચેક નહોતી કરવામાં આવી?", તો બીજા એક યુઝરે લખ્યું, "આ તો બહુ સારો આઈડિયા છે!" જ્યારે કેટલાક યુઝર્સે એમ પણ કહ્યું કે અમારા શહેરમાં તો બોટલ ખોલીને ચેક કરવામાં આવે છે.
આમ, થિયેટરના મોંઘા પોપકોર્ન અને સમોસાથી બચવા માટેનો આ દેશી જુગાડ અત્યારે ઈન્ટરનેટ પર ચર્ચાનો વિષય (Topic of Discussion) બન્યો છે.
આ પણ વાંચો---- Doomsday Fish : 30 ફૂટ લાંબી માછલી જોતા લોકોમાં ડર સાથે ઉત્સુકતા !


