Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

લો બોલો! હવે અન્ડરવેરથી કાર સાફ કરી તો થશો જેલ ભેગા, સરકારનો ચોંકાવનારો નિયમ

Car Cleaning Rule : વિશ્વભરના દેશોમાં અલગ-અલગ પ્રકારના કાયદાઓ અમલમાં છે, જે તે દેશની વ્યવસ્થા જાળવવા અને નિયંત્રણ માટે ઘડવામાં આવ્યા છે.
લો બોલો  હવે અન્ડરવેરથી કાર સાફ કરી તો થશો જેલ ભેગા  સરકારનો ચોંકાવનારો નિયમ
Advertisement
  • કેલિફોર્નિયામાં જૂના અન્ડરવેરથી કાર સાફ કરવું ગેરકાયદેસર!
  • સાન ફ્રાન્સિસ્કોમાં જૂના અન્ડરવેરથી કાર સાફ કરવાનો અદ્વિતિય કાયદો
  • સાન ફ્રાન્સિસ્કોમાં જૂના અન્ડરવેરથી કાર સાફ કરવું હવે ભારે પડશે!

Car Cleaning Rule : વિશ્વભરના દેશોમાં અલગ-અલગ પ્રકારના કાયદાઓ અમલમાં છે, જે તે દેશની વ્યવસ્થા જાળવવા અને નિયંત્રણ માટે ઘડવામાં આવ્યા છે. આ કાયદાઓ સમાજને સુરક્ષિત અને સુચારુ રાખવાનું કામ કરે છે, પરંતુ કેટલાક દેશોમાં એવા અજીબોગરીબ નિયમો પણ અસ્તિત્વમાં છે કે જેના વિશે સાંભળીને કોઈ પણ આશ્ચર્યચકિત થઈ જાય. આવા કાયદાઓનું કારણ સમજવા માટે તેની પાછળની વિગતો જાણવી જરૂરી બને છે, કારણ કે તે સમય અને સંજોગોને ધ્યાનમાં રાખીને બનાવાયા હોય છે.

Advertisement

જૂના અન્ડરવેરથી કાર સાફ કરવાની મનાઈ

આજે અમે તમને એક એવા દેશના અનોખા કાયદા વિશે જણાવીશું, જે સાંભળીને તમને હસવું પણ આવશે અને આશ્ચર્ય પણ થશે. અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં આવેલું સાન ફ્રાન્સિસ્કો શહેર એક અજબ નિયમ માટે પ્રખ્યાત છે. અહીં જો તમે તમારા જૂના અન્ડરવેરનો ઉપયોગ કાર સાફ કરવા માટે કરશો, તો તે ગેરકાયદેસર ગણાશે. ભારતમાં સામાન્ય રીતે જ્યારે કપડાં, ચાદર કે અન્ડરવેર જૂનાં થઈ જાય કે ફાટી જાય, ત્યારે લોકો તેનો ઉપયોગ ઘરની સફાઈ કે વાહનો લૂછવા માટે કરે છે. પરંતુ સાન ફ્રાન્સિસ્કોમાં આવું કરવું તમને મુશ્કેલીમાં મૂકી શકે છે, કારણ કે આ કૃત્ય માટે તમને દંડ કે સજાનો ભોગ બનવું પડી શકે છે.

Advertisement

સાન ફ્રાન્સિસ્કોનો કાયદો અને તેની કલમ

આ વિચિત્ર નિયમ સાન ફ્રાન્સિસ્કોના કાયદાની કલમ 694 હેઠળ આવે છે, જે ખાસ કરીને સફાઈ માટે વપરાતા કપડાં સંબંધિત છે. આ કલમ અનુસાર, કોઈપણ વ્યક્તિ, કંપની કે સંસ્થા દ્વારા જૂનાં કપડાં, પથારી, ચાદર કે તેના કોઈ ભાગને સફાઈના પોતા તરીકે વેચવું કે ઉપયોગમાં લેવું ગેરકાયદેસર છે. આવા કપડાંનો ઉપયોગ ત્યાંરે જ કરી શકાય, જ્યારે તેને ઓછામાં ઓછા 5 ટકા કોસ્ટિક સોડાવાળા પાણીમાં 40 મિનિટ સુધી ઉકાળીને જંતુમુક્ત કરવામાં આવે, તો જ તેનો ઉપયોગ માન્ય ગણાય છે. આ શરત વિના, જો તમે જૂના અન્ડરવેરથી કાર સાફ કરતા પકડાશો, તો તમારે કાયદેસર પરિણામ ભોગવવા પડશે.

આશ્ચર્યજનક નિયમોની દુનિયા

સાન ફ્રાન્સિસ્કોનો આ કાયદો માત્ર કાર સાફ કરવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ ત્યાં બીજા પણ ઘણા એવા નિયમો છે જે સાંભળવામાં અજીબ લાગે છે. આવા કાયદાઓ પાછળ સ્વચ્છતા, જાહેર આરોગ્ય કે સામાજિક નૈતિકતાને જાળવવાનો હેતુ હોઈ શકે છે. જોકે, આજના આધુનિક સમયમાં આવા નિયમો ઘણાને હાસ્યાસ્પદ લાગે છે. વિશ્વના ખૂણે ખૂણે આવા વિચિત્ર કાયદાઓ અસ્તિત્વમાં છે, જે દેશની સંસ્કૃતિ અને ઇતિહાસની ઝલક આપે છે. સાન ફ્રાન્સિસ્કોનો આ નિયમ એક ઉદાહરણ છે કે કેવી રીતે સામાન્ય દેખાતી બાબતોને પણ કાયદાના દાયરામાં લાવવામાં આવે છે.

આ પણ વાંચો :   Shocking News : ક્રિકેટના ઈતિહાસનો ચોંકાવનારો રેકોર્ડ! 1 બોલ પર બન્યા હતા 286 રન

Tags :
Advertisement

.

×