Viral Video : આંધીમાં આલિશાન આશિયાનાની અવદશા, નેટિઝન્સે બિલ્ડરને કર્યો ટ્રોલ
- શાનદાર ફ્લેટ સામાન્ય આંધીમાં પણ સૂકા પાંદડાની જેમ થર થર ધ્રુજવા લાગ્યો
- સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ
- અનેક યુઝર વાવાઝોડામાં ઘરની અવદશા માટે બિલ્ડરને જવાબદાર ઠેરવી રહ્યા છે
Viral Video : રીયલ એસ્ટેટમાં લોકો કરોડો રૂપિયા ખર્ચી રહ્યા છે. શાનદાર ફ્લેટ લેવા માટે તો જાણે રીતસરની હોડ જામી છે. આવા જ એક શાનદાર ફ્લેટની પોલ સામાન્ય આંધી એ ખોલી કાઢી છે. ઝડપથી ફુંકાતા પવનમાં આ શાનદાર ફ્લેટ સૂકા પાંદડાની જેમ થર થર ધ્રુજવા લાગ્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર Viral થઈ રહ્યો છે. આ ઘટના નોઈડાના અતિશય મોંઘા રીયલ એસ્ટેટ સ્કીમની હોવાનું જણાયું છે.
16 મેના રોજ આવેલ વાવાઝોડાનું પરાક્રમ
યુપીના Noida સ્થિત એક ફ્લેટનો વીડિયો ઈન્ટરનેટ પર વધુને વધુ Viral થઈ રહ્યો છે. તેની હાલત જોયા પછી લોકો ઘર બનાવવા માટે વપરાતી સામગ્રી અંગે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. ફલેટની અવદશા ઘણા ખુલાસા પણ કરે છે. મોંઘાભાવે ખરીદેલ ફ્લેટ કે મકાન વરસાદ અને તોફાનમાં તમને સાથ ન આપે તો નિરાશા તો ચોક્કસ થાય જ. ઈન્ટરનેટ પર વાયરલ થયેલા વીડિયોમાં એપાર્ટમેન્ટમાં રહેતા એક પરિવાર સાથે પણ કંઈક આવું જ બન્યું છે. ગત રોજ 16 મેના રોજ આવેલા જોરદાર વાવાઝોડા દરમિયાન શાનદાર ફ્લેટની દિવાલો અને બાલ્કનીની મજબૂતાઈ કેવી છે તે સત્ય બહાર આવ્યું હતું.
આ પણ વાંચોઃ Viral Video : મોહમ્મદ રફીનું ડ્યુએટ સોન્ગ ગાતા પિતા-પુત્રીનો ક્યૂટ વીડિયો જૂઓ
બાલ્કની કકડભૂસ થઈ અને દરવાજા ધૃજી ઉઠ્યા
Noida ના આ વીડિયોમાં બિલ્ડરે નબળી ગુણવત્તાનું મટીરિયલ ઉપયોગમાં લીધા હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. વીડિયોની શરુઆતમાં કેમેરાના બેડરૂમનો બહારનો ભાગ દર્શાવાયો છે જે તૂટી ગયો છે. ફ્લેટની બહારના ત્રણ દરવાજા સહિત અંદરના દરવાજા ધ્રુજતા જોવા મળે છે. આ પછી વીડિયો બનાવનાર વ્યક્તિ કેમેરા સાથે બીજા બેડરૂમમાં જાય છે. જ્યાં બાલ્કની પણ તબાહ થઈ ગયેલ જોવા મળે છે. X પર આ વીડિયો @iamnarendranath દ્વારા પોસ્ટ કરાયો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 85 હજારથી વધુ વ્યૂઝ અને 500 થી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે.
आज नोएडा में आंधी के बाद एक फ्लैट का दृश्य । वैसे हवा तेज तो थी लेकिन यह आंधी से अधिक इस बात को दिखा रही है कि अपार्टमेंट को कितना मजबूर बनाया जा रहा है
pic.twitter.com/7PPcDR3ezN— Narendra Nath Mishra (@iamnarendranath) May 16, 2025
યુઝર્સની તીખી પ્રતિક્રિયા
40 સેકન્ડના આ હૃદયદ્રાવક વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા છેડાઈ ગઈ છે. યુઝર્સ બિલ્ડરની કામગીરી પર તીખી પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, એપાર્ટમેન્ટ ખરીદવું ખોટું છે. બીજા યુઝરે લખ્યું કે, પોતાની નજર સામે જ ઘર બનાવવું જોઈએ. ત્રીજા યુઝરે લખ્યું કે, આ ઉચ્ચ ગુણવત્તા વાળા ફ્લેટનો EMI ગ્રાહક 20 વર્ષ સુધી ચૂકવશે. અનેક યુઝર ભારે વાવાઝોડામાં ઘરની જે અવદશા થઈ તેના માટે સંપૂર્ણપણે બિલ્ડરને જવાબદાર ઠેરવી રહ્યા છે.
આ પણ વાંચોઃ Viral Video : સુરેન્દ્રનગરમાં જોખમી સ્ટંટ કરતા યુવકની ધરપકડ, ઊંઝા-મહેસાણા હાઈવે પર ઇકોચાલકની ઘોર બેદરકારી