ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Viral Video : શું તમે રામકંદ ફળ વિશે જાણો છો ? જાણવા માટે જૂઓ આ વાયરલ વીડિયો

રામકંદ (Ramkand) એક એવું ફળ છે જેનું થોડીક માત્રામાં સેવન કરવાથી ભરપૂર પોષણ મળી રહે છે. કહેવાય છે કે પ્રભુ શ્રી રામ (Lord Shri Ram) વનવાસ દરમિયાન આ ફળ આરોગતા હતા. જો તમે રામકંદ વિશે ન જાણતા હોવ તો જૂઓ આ વાયરલ વીડિયો.
05:16 PM May 13, 2025 IST | Hardik Prajapati
રામકંદ (Ramkand) એક એવું ફળ છે જેનું થોડીક માત્રામાં સેવન કરવાથી ભરપૂર પોષણ મળી રહે છે. કહેવાય છે કે પ્રભુ શ્રી રામ (Lord Shri Ram) વનવાસ દરમિયાન આ ફળ આરોગતા હતા. જો તમે રામકંદ વિશે ન જાણતા હોવ તો જૂઓ આ વાયરલ વીડિયો.
Ramkand fruit Gujarat First

Viral Video : રામકંદ (Ramkand) ફળનો ઉલ્લેખ રામાયણમાં પણ જોવા મળે છે. રામાયણ અનુસાર વનવાસ દરમિયાન ભગવાન રામ (Lord Shri Ram) આ ફળ ખાઈને દિવસો વિતાવતા હતા. આજે પણ ઘણા મંદિરોની બહાર પ્રસાદ તરીકે રામકંદ વેચાતું જોવા મળે છે. રામકંદ તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને મહારાષ્ટ્રના જંગલોમાં ઉગતું એક લોકપ્રિય ફળ છે. આ ફળનું ઓછી માત્રામાં સેવન કરવા છતાં ભરપૂર પોષણ મળી રહે છે.

રામકંદ કેવી રીતે તૈયાર થાય છે ?

ભારતના કેટલાક રાજ્યોના ગાઢ જંગલોમાં એગાવે સિસલા નામનો કાંટાળો છોડ જોવા મળે છે. આ છોડના થડમાંથી રામકંદ તૈયાર કરવામાં આવે છે. સૌપ્રથમ છોડના નરમ અને તંતુમય મૂળને દૂર કરવામાં આવે છે. ત્યારબાદ તેના થડને સાફ કરીને તેના પર કેસરી કે લાલ રંગ લગાવવામાં આવે છે. આ ફળનો ઉપયોગ ઘણા રામમંદિરોમાં પ્રસાદ તરીકે પણ કરવામાં આવે છે. Ramkand તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને મહારાષ્ટ્રના ફ્રુટ માર્કેટમાં પણ વેચાતું જોવા મળે છે. જેને અનેક લોકો ખરીદીને પોતાના ઘરે લાવીને તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આ ફળ પોષકતત્વોથી ભરપૂર હોય છે.

આ પણ વાંચોઃ  પત્ની પર ભરોસો મોંઘો પડ્યો! જુઓ આ કપલનો Workout Video

વાયરલ વીડિયો

Ramkand વિશે અત્યારે ચર્ચાઓ થવાનું કારણ એક વાયરલ વીડિયો છે. આ વાયરલ વીડિયોમાં રામકંદ વિશે માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત રામકંદનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ જણાવવામાં આવ્યું છે. એગાવે સિસલા નામના કાંટાળો છોડમાંથી રામકંદ તૈયાર કરવામાં આવે છે. આ છોડને પુખ્ત થતા 12થી 15 વર્ષનો સમય લાગે છે. રામકંદનો વીડિયો @vmotorshowofficial નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં 6 કરોડથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. રામકંદ પર યુઝર્સ રંગબેરંગી કોમેન્ટ્સ પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, શ્રી રામ આ ફળ આરોગતા હતા. બીજા યુઝરે લખ્યું કે, રામકંદનો પ્રસાદ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. ત્રીજા એક યુઝરે લખ્યું કે, આ ફળમાંથી દારુ પણ બને છે. અન્ય એક યુઝરે લખ્યું કે, શ્રદ્ધાના નામ પર પ્રસાદ તરીકે ગમે તે ખવડાવી દેવામાં આવે છે.

આ પણ વાંચોઃ  Health Tips : છોકરાઓના હાથ-પગ પર જોવા મળતી કાળાશ સરળતાથી દૂર કરો, જૂઓ આ Viral Video

Tags :
Agave SislaAndhra PradeshGujarat FirstGUJARAT FIRST NEWSIndian fruitsKarnatakalord shri ramMaharashtraNutritional benefits of RamkandPrasadRamayanaRamkand fruitRamkand preparation processTamil NaduTelanganaTraditional foodViral video Ramkand
Next Article