શું તમે ટુ વ્હીલર ચલાવતા બળદને જોયો છે ? જોઈ લો આ Viral Video
- ઋષિકેશમાં બળદે Two Wheeler ચલાવ્યું
- Social Media માં વીડિયો ખૂબ થયો વારલ
- એક યુઝરે પુછ્યું છે કે, બળદ પાસે Driving License છે
Viral Video : પ્રાણીઓ ઘણીવાર એવી રમુજી હરકતો કરતા હોય છે કે તેમના વીડિયો ઝડપથી વાયરલ થઈ જાય છે. અત્યારે સોશિયલ મીડિયા પર એક બળદનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે ટુ વ્હીલર ચલાવી રહ્યો છે. યુઝર્સ આ વીડિયો ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેના પર રંગ બે રંગી કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે.
બળદે ચલાવ્યું ટુ વ્હીલર
Social Media પર વાયરલ થયેલા એક સીસીટીવી ફૂટેજમાં બળદે તેના આગળના બે પગ ટુ વ્હીલર પર મૂકીને ચલાવ્યું છે અને રસ્તા પર અફરાતફરી મચાવી દીધી છે. બળદને તોફાની સ્વભાવ ધરાવતું પ્રાણી માનવામાં આવે છે. તે અવારનવાર રોડ પર અફરાતફરી મચાવતો હોય છે. જો કે આ વખતે બળદે રસ્તા પર 2 પગ વડે ટુ વ્હીલર ચલાવીને સૌને આશ્ચર્યચકિત કરી મુક્યા છે. જેનો Video Viral થયો છે.
इंसानों को स्कूटी चोरी करते हुए बहुत बार देखा होगा लेकिन ऋषिकेश में स्कूटी चोरी का मामला कुछ अलग है। यहां गली में घूमने वाले आवारा सांड भी बाइक स्कूटी का शौक रखते है। pic.twitter.com/37TRoCzhcb
— bhUpi Panwar (@askbhupi) May 2, 2025
3 અલગ અલગ CCTV માં ઘટના કેદ
ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયામાં બળદનો ટુ વ્હીલર ચલાવતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં 3 અલગ અલગ સીસીટીવીના ફૂટેજીસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 3 સીસીટીવીના ફૂટેજથી 32 સેકન્ડનો મજેદાર વીડિયો બનાવવામાં આવ્યો છે. આ વીડિયો Social Media પર વાયરલ થઈ રહ્યો છે અને યુઝર્સ તેના પર રંગ બે રંગી કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ Pahalgam terrorist attack બાદ ધીરેન્દ્ર શાસ્ત્રીના પાકિસ્તાન પર આકરા પ્રહાર
યુઝર્સની રંગ બે રંગી કોમેન્ટ્સ
બળદની આ હરકત જોયા પછી યુઝર્સ મજા કરતા થાકતા નથી. એક યુઝરે લખ્યું, મેં આ પહેલી વાર જોયું છે. બીજા એક યુઝરે પૂછ્યું કે, બળદ પાસે Driving License છે કે નહીં? ત્રીજા યુઝરે હાસ્ય ઈમોજી સાથે પ્રતિક્રિયા આપી અને કહ્યું, બળદ ભાઈ આ બધું શું છે? ચોથા યુઝરે લખ્યું કે, બળદ દિશા ગુમાવી બેઠો છે.
આ પણ વાંચોઃ હાર્દિક પંડ્યા બાદ હવે શિખર ધવન પ્રેમમાં! આ સુંદર છોકરીએ કર્યું જાહેરમાં Confesion