Viral Video: શું તમે સોળે શણગાર સજેલી નવોઢાઓએ રોડ પર રેમ્પવોક કરતા જોઈ છે ???
- દિલ્હીમાં નવોઢા (Brides) એ સોળે શણગાર સજીને રોડ પર કર્યુ રેમ્પવોક
- મેકઅપ ઈન્સ્ટિટ્યૂટની જાહેરાતનો વીડિયો થયો Viral
- આ વાયરલ વીડિયોને અત્યાર સુધી મળ્યા છે 2.4 કરોડથી વધુ વ્યૂઝ
Viral Video: દિલ્હીમાં અચાનક જ એક સાથે નવોઢાઓ (Brides) નું ટોળું રસ્તા પર રેમ્પવોક કરવા લાગ્યું. આ નવોઢાઓ સોળે શણગાર સજેલી હતી. આ નવોઢાઓને જોઈને રસ્તા પરના મુસાફરો અને દુકાનદારો ચોંકી ગયા હતા. આ ઘટનાનો વીડિયો પણ ખૂબ Viral થઈ રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધી 2.4 કરોડથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. યુઝર્સ પણ આ વીડિયો જોઈને નવોઢાના આત્મવિશ્વાસ (Confidence) અને સુંદરતા (Beauty) ની પ્રશંસા કરી રહ્યા છે.
એક જાહેરાત માટે કરાયું રેમ્પવોક
દિલ્હીના એક વિખ્યાત મેકઅપ સ્ટુડિયો (Makeup Studio) એ પોતાની જાહેરાત કરવા માટે એક સાથે અનેક નવોઢાઓને સોળે શણગાર સજાવીને રોડ પર Ramp Walk કરાવ્યું હતું. આ નવોઢાએ જે રીતે રોડ પર ચાલી રહી હતી તે જોતા રસ્તે જનારા લોકો અને દુકાનદારો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે. આ વીડિયોને 2.4 કરોડથી વધુ વ્યૂઝ મળ્યા છે. યુઝર્સ આ નવોઢાઓની સુંદરતા અને આત્મવિશ્વાસની પ્રશંસા કરી રહ્યા છે.
View this post on Instagram
આ પણ વાંચોઃ MET GALA 2025 : શાહરુખ- પ્રિયંકા ચોપરાનું કોસ્ચ્યૂમ કનેક્શન થઈ રહ્યું છે Viral
2.4 કરોડથી વધુ વ્યૂઝ મળ્યા
એક મેકઅપ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ (Makeup Training Institute) ની જાહેરાત માટે રોડ પર નવોઢાઓએ રેમ્પવોક કર્યુ હતું. આ વીડિયો પ્રખ્યાત મેકઅપ આર્ટિસ્ટ મનવીન કૌરે તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયો 2.4 કરોડથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ વીડિયો યુઝર્સમાં ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે અને યુઝર્સ આ નવોઢાઓની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, દરેક દુલ્હનનો આત્મવિશ્વાસ અદ્ભુત છે. બીજા યુઝરે લખ્યું કે, એવું લાગે છે કે જાણે સ્વર્ગમાંથી અપ્સરાઓ પૃથ્વી પર ઉતરી આવી હોય.
આ પણ વાંચોઃ ધોરણ 10માં ફેલ વિદ્યાર્થીના માતા-પિતાએ કરી ઉજવણી, 32 ટકાનું સેલીબ્રેશન થયું Viral