ટ્રેનમાં શૌચાલય પાસે સૂતા હતા Indian Army ના જવાનો, TTE એ જે કર્યું તે જોઈને તમે પણ કહેશો 'સલામ'
Soldier Train TTE Video : એક વીડિયો વાયરલ થયો છે જેમાં ભારતીય સેનાના જવાનો ટ્રેનમાં શૌચાલય પાસે ફ્લોર પર સૂતા જોવા મળે છે. ઈલેક્શન ડ્યુટી માટે અચાનક નીકળેલા જવાનો પાસે કન્ફર્મ ટિકિટ નહોતી. જોકે, એક ઉદાર TTE એ માનવતા બતાવી જવાનોને સન્માનજનક સીટની વ્યવસ્થા કરી આપી હતી. આ ઘટનાએ ઇન્ટરનેટ પર લોકોના દિલ જીતી લીધા છે.
Advertisement
- ટ્રેનમાં જવાનોની હાલત જોઈ નેટિઝન્સની આંખો ભીની!
- શૌચાલય પાસે સૂતા હતા ભારતીય સેનાના રક્ષકો
- ઈલેક્શન ડ્યુટી માટે અચાનક નીકળેલા જવાનો પાસે નહોતી ટિકિટ
- TTE ની દરિયાદિલી: જવાનોને પોતાની સીટ અને સન્માન આપ્યું
- સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોએ જગાવી માનવતાની લહેર
- "જય હિંદ": આખા દેશે TTE ના આ ઉમદા કાર્યને બિરદાવ્યું
Soldier Train TTE Video : સોશિયલ મીડિયા (Social Media) પર હાલમાં એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભારતીય સેનાના (Indian Army) કેટલાક જવાનો ટ્રેનના કોચમાં શૌચાલય પાસે ફ્લોર પર ચાદર પાથરીને સૂતા જોવા મળે છે. મળતી માહિતી મુજબ, આ જવાનોને ઈલેક્શન ડ્યુટી (Election Duty) માટે અચાનક અને તાત્કાલિક ધોરણે બોલાવવામાં આવ્યા હતા, જેના કારણે તેમની પાસે કન્ફર્મ ટિકિટ નહોતી. ટ્રેનમાં ભારે ભીડ અને વેઈટિંગ લિસ્ટ હોવા છતાં દેશના આ રક્ષકોએ કોઈ પણ ફરિયાદ વગર આવી કઠિન પરિસ્થિતિમાં મુસાફરી કરવાનું સ્વીકાર્યું હતું.

