Viral Video : જાપાની દંપતીએ મીઠું-મીઠું મારવાડી બોલીને દિલ જીત્યું
- Viral Video જાપાની દંપતી મારવાડીમાં બોલતું જોવા મળ્યું
- દંપતી પોતાનો પરિચય મારવાડીમાં આપે છે
- દંપતી અને એરહોસ્ટેસ વચ્ચેનો સંવાદ સોશિયલ મીડિયામાં વાયરલ
Viral Video : હાલના દિવસોમાં, વિદેશીઓમાં ભારતીય ભાષાઓનો જાદુ વધુને વધુ પ્રચલિત થઈ રહ્યો છે. તાજેતરમાં, એક ઓસ્ટ્રેલિયન વ્લોગર, ડંકન મેકનોટ, ભારતની મુલાકાતે આવ્યા હતા. તેઓએ એક મંદિરમાં ઉભા રહીને, તેમણે ઉત્સાહપૂર્વક "જય શ્રી રામ" અને "ભારત માતા કી જય" ના નારા લગાવ્યા હતા. વિદેશી મહેમાનને આનંદીત થઇને કરેલી નારેબાજીમાં ભીડ જોડાઈ ગઈ હતી, અને આ વિડિઓ ઇન્ટરનેટ પર વાયરલ થયો છે. આ વચ્ચે વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં વિદેશી કપલ મીઠું મારવાડી બોલે છે, એરહોસ્ટેસ સાથેનો આ વીડિયો હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. અને લોકો ભારતીયતાની સરળતાને સરાહી રહ્યા છે.
View this post on Instagram
મારવાડીમાં પોતાનો પરિચય આપ્યો (Viral Video)
દરમિયાન બીજું એક વિદેશી યુગલ મારવાડીમાં બોલી રહ્યું છે, તેનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ રહ્યો છે. આ દંપતી મૂળ જાપાનના છે, જેઓની સાથે ઇન્ડિગોની એક એર હોસ્ટેસે મારવાડીમાં વાત કરી હતી. દીક્ષા નામની આ એર હોસ્ટેસ, એરપોર્ટ પર આ વિદેશી યુગલને મળી, જે ફક્ત હિન્દી જ નહીં પણ મારવાડી પણ સારી રીતે બોલે છે. વીડિયોમાં, જાપાની યુગલ પહેલા "રામ-રામ" કહે છે અને પછી મારવાડીમાં પોતાનું નામ આપે છે, "મારોનું નામ નાગાડો છે...મારોનું નામ કોટો છે." આ વિડિઓને ખૂબ જ પસંદ કરવામાં આવ્યો છે, લાખો વ્યૂઝ મળ્યા છે.
આ પણ વાંચો ------ Viral Video : સાણસીનો ઘા કરતા ખજાનો છલકાયો, જાણો લોકોને શું ગમ્યું
મારવાડી ભાષાનો ઉપયોગ અહીં વધુ થાય (Viral Video)
મારવાડી ભાષા તેના મીઠા ઉચ્ચારણ અને સરળતા માટે જાણીતી છે. મારવાડી એ રાજસ્થાનની મુખ્ય ભાષા છે, જે મુખ્યત્વે મારવાડ પ્રદેશમાં બોલાય છે, જેમાં જોધપુર, પાલી, નાગૌર, બાડમેર, જેસલમેર અને આસપાસના વિસ્તારોનો સમાવેશ થાય છે.
ભારતનું સ્થાન ટોચ પર
અત્રે નોંધનીય છે કે, ભારતની વૈવિધતા વિદેશી નાગરિકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર હોય છે. જેને પગલે દૂરના દેશોમાંથી નાગરિકોના ફરવાના લિસ્ટમાં ભારતનું સ્થાન ટોચ પર હોય છે. વિદેશી નાગરિકો ભારતમાં આવીને ભારતીય રંગોમાં રંગાઇ જાય છે. ક્યારેક તેઓ ભારતીય ભોજન, અથવા તો રહેણી-કરણી, અથવા તો તેની સંસ્કૃતિમાં પરોવાયેલા જોવા મળતા હોય છે. આ પ્રકારના વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થાય છે, અને દુનિયાભરમાંથી ભારત માટે વાહવાહી મેળવે છે.
આ પણ વાંચો ------ Viral Video : Australia ના Trap ને ઉજાગર કરતી ભારતીય મહિલા


