Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Viral video: પાયલટ દીકરાના વિમાનમાં માતાની પ્રથમવાર મુસાફરી, દીકરાએ એવું તો શું કર્યું?, કે મુસાફરોએ તાળીઓ પાડી, જાણવા માટે જુઓ આ ખાસ વીડિયો..

વિમાનની મુસાફરી કરવાનો અનુભવ ખરેખર ખાસ હોય છે. પણ જ્યારે એક પાયલટ દીકરાના વિમાનમાં માતા મુસાફરી કરતી હોય, તો એ ક્ષણ અનમોલમાંથી પણ અતિઅનમોલ થઈ જતી હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક એવી જ અતિઅનમોલ ક્ષણનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પાયલટ અશ્વથ પુષ્પાએ આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં પાયલટની માતા પહેલીવાર વિમાનમાં મુસાફરી કરતી જોવા મળે છે. જે વિમાનને તેનો પુત્ર ઉડાવાનો છે.
viral video  પાયલટ દીકરાના વિમાનમાં માતાની પ્રથમવાર મુસાફરી  દીકરાએ એવું તો શું કર્યું   કે મુસાફરોએ તાળીઓ પાડી  જાણવા માટે જુઓ આ ખાસ વીડિયો
Advertisement
  • Viral video: પાયલટ દીકરાના પ્લેનમાં માતાની પ્રથમ મુસાફરી
  • પાયલટ દીકરાએ માતાનું પ્લેનમાં કર્યું ઉષ્માભર્યું સ્વાગત
  • પાયલટ દીકરાએ વીડિયો સોશિયલ મીડિયામાં કર્યો પોસ્ટ

Viral video: હવાઈ મુસાફરી હંમેશા મજેદાર હોય છે. ઘણા લોકો બારી પાસેની સીટ પરથી દ્રશ્યનો આનંદ માણે છે. અન્ય લોકો મુસાફરી કરતી વખતે આકાશી નજારાની મજા લેતા હોય છે. વિમાનમાં મુસાફરી કરતી વખતે દરેક વ્યક્તિને એક રોમાંચક અનુભવ થાય છે. તેવામાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે લોકોના હૃદયને સ્પર્શી ગયો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (Social media platforms) ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા આ વીડિયોમાં, એક પાઇલટ (Pilot) તેની માતાનું ખાસ રીતે વિમાનમાં સ્વાગત કરે છે. પાઇલટની માતા પહેલીવાર દીકરાના વિમાનમાં મુસાફરી (Travel) રહી છે. લોકોને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

Viral video: વિમાનમાં માતાનું સ્વાગત કરતો પાઇલટ દીકરો

સોશિયલ મીડિયા પર ખૂબ જ શેર થઈ રહેલો આ વીડિયો પાયલટ અશ્વથ પુષ્પા (Pilot Ashwath Pushpa) દ્વારા શેર કરવામાં આવ્યો છે. વાયરલ ક્લિપમાં, પાયલટ તેની માતા માટે એક હૃદયસ્પર્શી જાહેરાત કરતો જોવા મળે છે. આ વીડિયોની શરૂઆત અશ્વથ તેની માતાને હૂંફાળું આલિંગન આપીને કરે છે. ત્યારબાદ તે મુસાફરોને સંબોધે છે. અને તેમનું સ્વાગત કરે છે. આ દરમિયાન, પાયલટે વ્યક્ત કર્યું કે તે આ વિમાન ઉડાડવા માટે કેટલો ઉત્સાહિત છે.

Advertisement

Viral video: દીકરાના એનાઉન્સમેન્ટથી માતાને થયું આશ્ચર્ય

પાયલોટે જાહેરાત કરી, "આજે આ ફ્લાઇટ (Flight) માં મારી માટે એક ખૂબ જ ખાસ મહેમાન છે. આ એવી વ્યક્તિ છે જેને હું હંમેશા કરિયાણાની દુકાન અથવા સલૂનમાં લઈ જાઉં છું, પરંતુ આ પહેલીવાર છે જ્યારે હું તેને બીજા દેશમાં લઈ જઈ રહ્યો છું. તે ખાસ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ મારી માતા (Mother) છે."

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Aswath Pushpan (@ashhwathh)

પાઇલટની ખાસ જાહેરાત પછી, મુસાફરોએ પાઇલટની માતાનું વિમાનમાં ઉષ્માભર્યું સ્વાગત કર્યું. આ વીડિઓમાં પાઇલટના તેની માતા સાથે વિમાનમાં અને કોકપીટ (Cockpit) ની અંદરના કેટલાક હૃદયસ્પર્શી ફોટા શામેલ છે. જેમાં કેપ્શન (Caption) આપ્યું, "ઉડાન ભરવાની મંજૂરી - સૌથી ખાસ મુસાફર સાથે. આપનું સ્વાગત છે, મમ્મી."

આ પણ વાંચો--- તારાએ એપી ધિલ્લોનને કિસ કરી ને વીરનો પડી ગયો ચહેરો! જુઓ વાયરલ વીડિયો

આ પણ વાંચો---- Touch & Auto: સાવધાન!, તમારા જ સ્માર્ટ ટી.વી.થી તમારા ઘરની જાસૂસી!, હેકર્સનો શિકાર નથી બન્યું ને તમારું ટી.વી., જાણો શું હોય છે સંકેત?

Tags :
Advertisement

.

×