Viral Video : ગરમીનો કહેર! હવે પંખા-કુલર નહીં, ચોર સીધું આખેઆખું AC ઉપાડીને થયો રફુચક્કર
- નોઈડાના ઈલેક્ટ્રોનિક શોરૂમની બહારથી ચોરી
- ચોરે ફોન પર વાત કરવાનું નાટક કરી રેકી કરી
- મોકો મળતા જ આખું AC ઉપાડીને ફરાર થયો ચોર
- સીસીટીવી ફૂટેજ જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી
- સોશિયલ મીડિયા પર વીડિયોએ મચાવી ધૂમ
નોઈડાના એક વ્યસ્ત વિસ્તારમાં આવેલા ઈલેક્ટ્રોનિક શોરૂમની બહાર આ અજીબ ઘટના બની છે. સામાન્ય રીતે શોરૂમ માલિકો ગ્રાહકોને આકર્ષવા માટે નવો સ્ટોક કે ડિસ્પ્લે પીસ દુકાનની બહાર રાખતા હોય છે. આ શોરૂમની બહાર પણ એસીના પેક કરેલા બોક્સ રાખવામાં આવ્યા હતા. વાયરલ થઈ રહેલા વીડિયોમાં (Viral Video) જોઈ શકાય છે કે એક વ્યક્તિ અત્યંત સામાન્ય રીતે ત્યાં પહોંચે છે. તે પકડાઈ ન જાય તે માટે પોતાના મોબાઈલ પર વાત કરતો હોય તેવું નાટક કરે છે અને આસપાસ રેકી કરે છે.
Viral Video : સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
જેવો તેને મોકો મળે છે, તે કોઈ પણ જાતના ડર વગર જમીન પર પડેલું એર કંડિશનરનું (Air Conditioner) મોટું બોક્સ ઉઠાવે છે અને ત્યાંથી ચાલતી પકડે છે. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. વીડિયોમાં ચોરની આત્મવિશ્વાસભરી ચાલ જોઈને એવું લાગે છે કે જાણે તે પોતે જ તે સામાનનો માલિક હોય અથવા ડિલિવરી બોય હોય!
A guy Stole AC kept outside the Showroom, Noida UP😭, Obviously keeping AC outta Shop ain’t safe these days pic.twitter.com/0Hvx7t5N5D
— Ghar Ke Kalesh (@gharkekalesh) April 28, 2026
Viral Video પર નેટિઝન્સની રમુજી પ્રતિક્રિયાઓ
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર @gharkekalesh નામના હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયો વાયરલ (Viral Video) થતા જ લોકોએ તેના પર રમુજી કમેન્ટ્સનો વરસાદ કરી દીધો છે. ઘણા યુઝર્સ આ કાળઝાળ ગરમીને જવાબદાર ઠેરવી રહ્યા છે. એક યુઝરે લખ્યું, "ચોરે ઉતાવળમાં અડધી જ ચોરી કરી છે, તે આઉટડોર યુનિટ તો લઈ ગયો પણ અંદરનું એસી (ઈન્ડોર યુનિટ) લેવાનું ભૂલી ગયો!" જ્યારે અન્ય એક યુઝરે રમૂજમાં કહ્યું કે, "નોઈડાની ગરમી પંખા કે કુલરથી નથી મટે તેમ, એટલે જ આ ભાઈએ સીધું એસી પર જ હાથ સાફ કર્યો છે."
વેપારીઓમાં જગાવી ચિંતા
જોકે, આ વાયરલ ન્યૂઝની સત્યતા અંગે અમે કોઈ સત્તાવાર પુષ્ટિ કરતા નથી, કારણ કે આ માહિતી સોશિયલ મીડિયા પરના વીડિયો અને દાવાઓ પર આધારિત છે. પરંતુ આ વીડિયોએ વેપારીઓમાં સુરક્ષા અંગે ચિંતા જગાવી છે.
આ પણ વાંચો : Vada Pav Girl : આખરે Chandrika Dixit પતિ જોડે પરત ફરી, સેંથામાં સિંદૂર ભર્યું !


