Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Viral Video : પરીક્ષા કે વોટ્સએપ ચેટિંગ ? વિદ્યાર્થીની આ ઉત્તરવહી જોઈ તમે પણ હસવાનું રોકી નહીં શકો!

Viral Exam Answer Sheet : આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાનો પ્રભાવ એટલો વધી ગયો છે કે તેની અસર હવે વિદ્યાર્થીઓના શિક્ષણ અને પરીક્ષાના પેપર્સમાં પણ જોવા મળી રહી છે. વર્તમાન સમયમાં ઇન્સ્ટાગ્રામ પર એક વિદ્યાર્થીની ઉત્તરવહીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે પરીક્ષામાં પણ ઓનલાઈન ચેટિંગની ભાષાનો ઉપયોગ કરતા સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે.
viral video   પરીક્ષા કે વોટ્સએપ ચેટિંગ   વિદ્યાર્થીની આ ઉત્તરવહી જોઈ તમે પણ હસવાનું રોકી નહીં શકો
Advertisement
  • Viral Video : પરીક્ષામાં વિદ્યાર્થીની 'ચેટિંગ લેંગ્વેજ'!
  • ઉત્તરવહીમાં 'Abt' અને 'BTW' જોઈ શિક્ષક થયા સ્તબ્ધ
  • સોશિયલ મીડિયાના સંક્ષેપોનો પરીક્ષામાં બિન્દાસ ઉપયોગ
  • નેટિઝન્સની રમુજી પ્રતિક્રિયાઓ: "હવે શાળાઓમાં પણ LOL શીખવાડશે?"
  • ઇન્સ્ટાગ્રામ પર વીડિયો થયો વાયરલ, વિદ્યાર્થીની હરકતની ચર્ચા

Viral Video : આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાનો પ્રભાવ એટલો વધી ગયો છે કે તેની અસર હવે વિદ્યાર્થીઓના શિક્ષણ અને પરીક્ષાના પેપર્સમાં પણ જોવા મળી રહી છે. વર્તમાન સમયમાં ઇન્સ્ટાગ્રામ પર એક વિદ્યાર્થીની ઉત્તરવહીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે પરીક્ષામાં પણ ઓનલાઈન ચેટિંગની ભાષાનો ઉપયોગ કરતા સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે.

Viral Video : શું છે આ સમગ્ર મામલો?

જો સમગ્ર ઘટનાની વાત કરીએ તો વાયરલ થયેલી આ ઘટનામાં એક વિદ્યાર્થીએ તેની પરીક્ષાની ઉત્તરવહીમાં આપેલા તમામ પ્રશ્નોના જવાબ લખવા માટે સામાન્ય શૈક્ષણિક ભાષાને બદલે સોશિયલ મીડિયા પર વપરાતી ચેટિંગ ભાષાનો ઉપયોગ કર્યો છે. વિદ્યાર્થીએ "About" ને બદલે "Abt" અને "By The Way" ના સ્થાને "BTW" જેવા ટૂંકા સંક્ષેપો (Shortcuts) નો બેધડક ઉપયોગ કર્યો છે. આટલું જ નહીં, તેણે જવાબ લખતી વખતે "Kinda" જેવા અત્યંત અનૌપચારિક શબ્દો પણ વાપર્યા છે, જે સામાન્ય રીતે મિત્રો સાથેના ડિજિટલ ચેટિંગ દરમિયાન જ જોવા મળે છે. પરીક્ષા જેવી ગંભીર બાબતમાં વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલા આવા રમુજી અને અસામાન્ય શબ્દ પ્રયોગોએ શિક્ષકો સહિત સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે.

Advertisement

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Sudipto Roy (@sudipto_2.0_)

શિક્ષકો અને યુઝર્સે આપી પ્રતિક્રિયા

પરીક્ષામાં સાચી ભાષા અને વ્યાકરણની અપેક્ષા રાખતા શિક્ષકો માટે આ ચોક્કસપણે એક આઘાતજનક અનુભવ રહ્યો હશે. જ્યારે આ ઉત્તરવહીનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો, ત્યારે યુઝર્સ પોતાની હાસ્યની પ્રતિક્રિયાઓ રોકી શક્યા નથી. ઘણા યુઝર્સે મજાકિયા અંદાજમાં કોમેન્ટ કરી છે કે, "કદાચ હવે શાળાઓમાં પણ LOL અને OMG જેવા શબ્દોનો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવશે!" આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર sudipto_2.0_ નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.

Viral Video : રેસ્ટોરન્ટમાં કેક કાપવી પડી મોંઘી ! સર્વિસ ચાર્જના નામે ગ્રાહક પાસેથી વસૂલ્યા 11,000 રૂપિયા

Tags :
Advertisement

.

×