Viral Video : વરસાદમાં બલ્બને બચાવવા માટે કરેલ જુગાડનો વીડિયો થયો વાયરલ
- બલ્બને વરસાદથી બચાવવા માટેના જુગાડનો વીડિયો Viral
- માત્ર એક સસ્તી બોટલના ઉપયોગથી બલ્બને બચાવી શકાય છે
- સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયો પર યુઝર્સ કરી રહ્યા છે રંગ બે રંગી કોમેન્ટ્સ
Viral Video : અત્યારે ભારતના અનેક રાજ્યોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. આ વરસાદમાં ઘર, ઓફિસ, દુકાન કે બિલ્ડિંગની બહાર લગાડેલ બલ્બને બચાવવા માટે એક ભેજાબાજે જબરો જુગાડ કર્યો છે. આ ભેજાબાજે સસ્તી પ્લાસ્ટિકની બોટલ (Plastic bottle) થી બલ્બને બચાવવાનો જુગાડ કર્યો છે. આ જુગાડનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) માં વાયરલ થયો છે. યુઝર્સને આ જુગાડ બહુ પસંદ આવી રહ્યો છે કારણ કે આ જુગાડ કિફાયતી અને કારગત છે.
વાયરલ વીડિયો
સોશિયલ મીડિયામાં વરસાદના પાણીથી બલ્બને બચાવવા માટે કરેલા જુગાડના આ વીડિયોની શરૂઆતમાં દિવાલ પર મૂકેલા બલ્બ પર ઉપરથી પાણી પડતું બતાવવામાં આવ્યું છે. જો આવું થાય તો ઈલેક્ટ્રિક શોક (Electric Shock) નું જોખમ વધી શકે છે અને બલ્બને નુકસાન થવાની શક્યતા રહે છે. ઉપરાંત પાણી વાયરિંગને પણ અસર કરી શકે છે. આવી સ્થિતિમાં બલ્બને વરસાદી પાણીથી બચાવવા માટે આ ભેજાબાજે સસ્તી પ્લાસ્ટિકની એક બોટલનો ઉપયોગ કર્યો. તેણે બલ્બ હોલ્ડરને બોટલના ઢાંકણમાં ફીટ કર્યું પછી દિવાલમાં નટ-બોલ્ટ લગાવીને ઢાંકણ સાથે તે હોલ્ડરને ફિટ કરી દીધું. હવે બલ્બને હોલ્ડરમાં ફિટ કરી દીધો. ત્યારબાદ બલ્બને ફરતે પ્લાસ્ટિકની બોટલ ઢાંકણના આંટામાં ભરાવી દીધી.
View this post on Instagram
આ પણ વાંચોઃ Operation Sindoor : યુદ્ધ વિરામ ભંગનું સ્થળ નેસ્તોનાબૂદ કરાયું, ભારતીય સેનાએ નવો વીડિયો કર્યો જાહેર
ખાસ ધ્યાન રાખો
આ વાયરલ વીડિયોમાં બતાવેલ જુગાડ તમારા ઘરે અજમાવતી વખતે ઈલેક્ટ્રિશિયન (Electrician) નો સંપર્ક કરો. બને ત્યાં સુધી ઈલેક્ટ્રિશિયન પાસે જ આ જુગાડની કામગીરી કરાવો. બલ્બની ગરમીથી પ્લાસ્ટિકની બોટલને શું નુકસાન થઈ શકે છે તેની જાણકારી પણ મેળવી લેવી હિતાવહ છે.
યુઝર્સ કરી રહ્યા છે રંગ બે રંગી કોમેન્ટ્સ
વરસાદના પાણીથી બલ્બને બચાવતો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર @unnaoelectric હેન્ડલ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યું છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી તેને 92 લાખથી વધુ વ્યૂઝ અને 2 લાખ કરતા વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. જ્યારે પોસ્ટ પર 450 થી વધુ કોમેન્ટ્સ પણ આવી ચૂકી છે. એક યુઝરે લખ્યું છે કે, વાહ મિત્ર, શું જુગાડ છે ! બીજા યુઝરે લખ્યું કે, આ પ્રતિભા ભારતની બહાર ન જવી જોઈએ. ત્રીજા યુઝરે લખ્યું કે, આ વોટરપ્રૂફ બલ્બ છે. ચોથા યુઝરે લખ્યું કે, આ ભાઈએ પોતાના અદ્ભુત મગજનો ઉપયોગ કર્યો છે.
આ પણ વાંચોઃ Kamal Haasan ની અપકમિંગ ફિલ્મ ઠગલાઈફનું ટ્રેલર લોન્ચ થતાં વેત વાયરલ થયું