Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Viral Video : મોહમ્મદ રફીનું ડ્યુએટ સોન્ગ ગાતા પિતા-પુત્રીનો ક્યૂટ વીડિયો જૂઓ

મોહમ્મદ રફી (Mohammad Rafi) નું ડ્યુએટ સોન્ગ એક પિતા-પુત્રીની જોડી ગાઈ રહી હોય તેવો ક્યૂટ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જૂઓ વાયરલ વીડિયો
viral video   મોહમ્મદ રફીનું ડ્યુએટ સોન્ગ ગાતા પિતા પુત્રીનો ક્યૂટ વીડિયો જૂઓ
Advertisement
  • પિતા સાથે નાની દીકીરએ પૂરાવ્યો સૂર, વીડિયો થયો વાયરલ
  • Mohammad Rafi ના ડ્યુએટ સોન્ગનો વીડિયો થયો વાયરલ
  • આ વીડિયોને મળી ચૂક્યા છે 3 મિલિયનથી વધુ વ્યૂઝ

Viral Video : મોહમ્મદ રફીનું અતિશય લોકપ્રિય ડ્યુએટ સોન્ગ છે, આજ કલ તેરે મેરે પ્યાર કે ચર્ચે..... આ ગીત એક પિતા અને પુત્રીની જોડી ગાઈ રહી હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) માં વાયરલ થઈ રહ્યો છે. પિતા એક લાઈન ગાય છે તેના જવાબમાં તેની નાનકડી દીકરી બીજી લાઈન ગાય છે. આ જુગલબંધી ઈન્ટરનેટ યુઝર્સને બહુ પસંદ આવી રહી છે. નાનકડી દીકરી ઉંમર પ્રમાણે બહુ સારુ ગીત ગાતી અને તાલમેલ જાળવતી જણાય છે. તેથી જ આ વીડિયોને ઢગલોબંધ વ્યૂઝ મળી રહ્યા છે.

શમ્મી કપૂરનું મશહૂર ગીત

આ Viral Video માં પિતા અને તેમની નાનકડી દીકરી જે ગીત ગાઈ રહ્યા છે તે શમ્મી કપૂરનું બહુ મશહૂર ગીત છે. વર્ષ 1968માં આવેલ બ્રહ્મચારી (Brahmachari) ફિલ્મનું આ ડ્યુએટ સોન્ગ છે. આ ડ્યુએટ સોન્ગ મોહમ્મદ રફી અને સુમન કલ્યાણપુરે ગાયું છે. જેમાં શમ્મી કપૂરની સાથે તે સમયની મશહૂર અને અગ્રણી અભિનેત્રી મુમતાજે ડાન્સ કર્યો હતો. આ એક પાર્ટી સોન્ગ હતું.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Tenzin Ngawang (@ngawang_126)

Advertisement

3 મિલિયનથી વધુ વ્યૂઝ

ઈન્સ્ટાગ્રામ યુઝર તેનઝિન નગાવાંગ (Tenzin Ngawang) એ તેના એકાઉન્ટ @ngawang_126 પર એક સુંદર વીડિયો શેર કર્યો છે. જેમાં તે પોતાની પુત્રી સાથે મોહમ્મદ રફીનું પ્રખ્યાત ગીત 'આજકલ તેરે મેરે પ્યાર કે ચર્ચે હર જુબાન પર' ગાતો જોવા મળે છે. પિતા ગીતની આ પ્રખ્યાત પંક્તિ ગાય છે કે તરત જ તેમની નાની દીકરી ખૂબ જ સુંદર રીતે 'અચ્છા' કહે છે. આ ક્ષણ એટલી હૃદયસ્પર્શી છે કે તેને જોઈને દરેકના ચહેરા પર સ્મિત આવી જાય છે. તેને ગીતના શબ્દોનો અર્થ ભાગ્યે જ ખબર હતી, પરંતુ તેણે ગાયિકાની પંક્તિઓ જે રીતે રજૂ કરી તે બહુ ક્યૂટ મોમેન્ટ છે. વીડિયોનું કેપ્શન પણ ખૂબ જ સુંદર છે, 'આજકાલ મારા પ્રિય તેન્ઝિન ડોન્સેલ સાથે આપણા પ્રેમની ચર્ચા કરી રહ્યા છીએ. આ વીડિયો અત્યાર સુધીમાં 3 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે અને લોકો આ પિતા-પુત્રીની પ્રશંસા કરતી કોમેન્ટ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ પતિના મોતથી દુઃખી પત્નીએ AI રોબોટ સાથે કર્યા લગ્ન! છૂટાછેડા સુધી પહોંચી હતી વાત, પણ હવે...

યુઝર્સની કોમેન્ટ્સ

પિતા-પુત્રીની આ જોડીના ક્યૂટ વીડિયોએ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે. આ વીડિયો જોઈને યુઝર પણ પ્રશંસાભરી કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, આ ઈન્ટરનેટ પરનો અત્યાર સુધીનો સૌથી સુંદર વીડિયો છે. બીજા યુઝરે લખ્યું કે, છોકરીનો અવાજ સાંભળીને મારું હૃદય પીગળી ગયું. જ્યારે ત્રીજા યુઝરે લખ્યું કે, આ સુંદર કપલનું આખું ગીત મને ક્યારે સાંભળવા મળશે ?

આ પણ વાંચોઃ Viral Video : શું તમે રામકંદ ફળ વિશે જાણો છો ? જાણવા માટે જૂઓ આ વાયરલ વીડિયો

Tags :
Advertisement

.

×