Viral Video: મહિલા રીલ્સ બનાવા નદીમાં ઉતરી, ધસમસતા પ્રવાહમાં અચાનક લપસ્યો પગ અને..
- ઉત્તરકાશીના નદીનો પ્રવાહ વિડીયો આવ્યો સામે
- મહિલા રીલ્સ બનાવવી ભારે પડી
- રિલના ચક્કરમાં એક યુવતીએ જીવ ગુમાવવો પડ્યો
- સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ
Viral Video : સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે લોકો અલગ-અલગ પ્રકારની રિલ બનાવી રહ્યા છે. આપણે સોશિયલ મીડિયામાં જોઈએ તો દરરોજ અલગ-અલગ પ્રકારના વીડિયો સામે આવતા હોય છે. આવો જ એક વીડિયો સામે આવ્યો કે, જેમાં રિલના ચક્કરમાં એક યુવતીએ જીવ ગુમાવવો પડ્યો. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
રીલ બનાવતી વખતે એક મહિલા ગંગા નદીમાં તણાઈ
ઉત્તરકાશીના મણિકર્ણિકા ઘાટ પર થયેલા એક દુઃખદ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video)થઈ રહ્યો છે. 14 એપ્રિલની આ ઘટનામાં ફોટો કે રીલ બનાવતી વખતે એક મહિલા ગંગા નદીમાં તણાઈ ગઈ હતી. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, મહિલા કેમેરા તરફ જોતી વખતે ધીમે ધીમે નદી તરફ આગળ વધી રહી હતી ત્યારે અચાનક તેનો પગ લપસી ગયો અને તે ગંગાના જોરદાર પ્રવાહમાં તણાઈ ગઈ.
In a tragic incident at Manikarnika Ghat in Varanasi, a woman was swept away by the swirling waters of the Ganga River while attempting to film a reel. She reportedly slipped into deep water and was carried away by the current. It is believed that she did not know how to swim.… pic.twitter.com/IaYsibRJeN
— V Chandramouli (@VChandramouli6) April 16, 2025
આ પણ વાંચો -શા માટે એક French YouTuber એ ભારતીય રેલમાં વીતાવ્યા 46 કલાક ? કેવા થયા અનુભવો ?
હજુ સુધી મહિલા વિશે કોઈ પત્તો લાગ્યો નથી.
વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે નદીનો પ્રવાહ એટલો ઝડપી છે કે મહિલા પોતાની જાતને કાબૂમાં રાખી શકતી નથી. ઘટનાની માહિતી મળતા જ SDRF અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે હજુ સુધી મહિલા વિશે કોઈ પત્તો લાગ્યો નથી.
આ પણ વાંચો -VIDEO: ટોલ બૂથમાં મહિલાની દબંગાઈ,જુઓ Video
સોશિયલ મીડિયા પર લોકોએ ચિંતા વ્યક્ત કરી
આ વીડિયો વાયરલ થયા પછી સોશિયલ મીડિયા પર લોકોએ ચિંતા વ્યક્ત કરી છે કે લોકો રીલ્સ અને સેલ્ફી માટે પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. ઘણી વખત રીલ બનાવવાની ઈચ્છામાં લોકો પોતાને જોખમમાં પણ મૂકે છે. તેઓ જ્યાં ઉભા છે ત્યાં પોતાની સુરક્ષાને શું પ્રાથમિકતા આપવી તેની તેમને પરવા નથી. તેવી જ રીતે નદી કિનારે ઊભા રહીને નદીના પ્રવાહને ધ્યાનમાં રાખવું જોઈએ. આવા ઘણા અકસ્માતોના વીડિયો વાયરલ થાય છે.