Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Virat Anushka Vrindavan Visit : વિરાટ અને અનુષ્કાએ વહેલી સવારે કર્યા પ્રેમાનંદ જી મહારાજના દર્શન,જૂઓ Video

વૃંદાવનની ગલીઓમાં વિરાટ-અનુષ્કા: પ્રેમાનંદ મહારાજના લીધા આશીર્વાદ! વહેલી સવારે 5:30 વાગ્યે વૃંદાવનના 'કેલી કુંજ' આશ્રમ પહોંચ્યું સ્ટાર કપલ વિરાટ કોહલી પરંપરાગત ધોતી-કુર્તામાં અને અનુષ્કા સાદા લિવાસમાં ભક્તિમાં લીન સંત શ્રી પ્રેમાનંદ જી મહારાજ સાથે બંનેએ એકાંતમાં કરી આધ્યાત્મિક ચર્ચા...
virat anushka vrindavan visit   વિરાટ અને અનુષ્કાએ વહેલી સવારે કર્યા પ્રેમાનંદ જી મહારાજના દર્શન જૂઓ video
Advertisement
  • વૃંદાવનની ગલીઓમાં વિરાટ-અનુષ્કા: પ્રેમાનંદ મહારાજના લીધા આશીર્વાદ!
  • વહેલી સવારે 5:30 વાગ્યે વૃંદાવનના 'કેલી કુંજ' આશ્રમ પહોંચ્યું સ્ટાર કપલ
  • વિરાટ કોહલી પરંપરાગત ધોતી-કુર્તામાં અને અનુષ્કા સાદા લિવાસમાં ભક્તિમાં લીન
  • સંત શ્રી પ્રેમાનંદ જી મહારાજ સાથે બંનેએ એકાંતમાં કરી આધ્યાત્મિક ચર્ચા
  • ફેબ્રુઆરીમાં પુત્ર અકાયના જન્મ બાદ મોટાભાગનો સમય લંડનમાં વિતાવે છે કપલ

Virat Anushka Vrindavan Visit : ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા ફરી એકવાર આધ્યાત્મિક રંગે રંગાયેલા જોવા મળ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સમાચાર મુજબ, મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયા બાદ આ સ્ટાર કપલ મંગળવારે વહેલી સવારે કાન્હાની નગરી વૃંદાવન (Vrindavan) પહોંચ્યું હતું. અહીં તેમણે પ્રસિદ્ધ સંત શ્રી પ્રેમાનંદ જી મહારાજના (Premanand Ji Maharaj) દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.

Virat Anushka Vrindavan Visit : ભક્તિ અને સાદગીનો સંગમ

મંગળવારે સવારે આશરે 5:30 વાગ્યે જ્યારે સમગ્ર નગરી ભક્તિમાં તરબોળ હતી, ત્યારે વિરાટ અને અનુષ્કા વૃંદાવન સ્થિત 'કેલી કુંજ' (Keli Kunj) આશ્રમ પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન બંનેનો અંદાજ અત્યંત સાદગીભર્યો અને ભક્તિમય હતો. વિરાટ કોહલી (Virat Kohli) પરંપરાગત ધોતી-કુર્તામાં સજ્જ હતો, જ્યારે અનુષ્કા શર્મા (Anushka Sharma) સફેદ રંગના સાદા પરંપરાગત લિવાસમાં જોવા મળી હતી. આ આશ્રમમાં તેમણે મહારાજશ્રીના આશીર્વાદ લીધા અને થોડો સમય એકાંતમાં બેસીને આધ્યાત્મિક વિષયો પર ચર્ચા પણ કરી હતી.

Advertisement

Advertisement

આધ્યાત્મિક જોડાણ

આ પહેલો પ્રસંગ નથી જ્યારે 'વિરુષ્કા' પ્રેમાનંદ મહારાજની શરણમાં પહોંચ્યા હોય. અગાઉ પણ તેમની મુલાકાતના વીડિયો ખૂબ વાયરલ થયા હતા, જેમાં મહારાજ તેમને જીવનના ઉદ્દેશ્ય અને ઈશ્વર પ્રાપ્તિના માર્ગ વિશે માર્ગદર્શન આપતા હતા. એક જૂના વીડિયોમાં અનુષ્કા શર્મા ભાવુક થઈને મહારાજને કહેતી જોવા મળી હતી કે, "અમે તમારા જ છીએ." વિરાટ અને અનુષ્કા વારંવાર પોતાની વ્યસ્ત પ્રોફેશનલ લાઈફમાંથી સમય કાઢીને માનસિક શાંતિ માટે ધાર્મિક સ્થળોની યાત્રા કરતા રહે છે.

અંગત જીવન અને લંડન નિવાસ

વર્ષ ૨૦૧૭માં ઈટાલીમાં લગ્ન કરનાર આ કપલ અત્યારે બે બાળકો - પુત્રી વામિકા (Vamika) અને પુત્ર અકાયના (Akaay) માતા-પિતા છે. ફેબ્રુઆરી ૨૦૨૪માં પુત્ર અકાયના જન્મ બાદથી આ કપલ પોતાનો મોટાભાગનો સમય લંડનમાં (London) વિતાવી રહ્યું છે. તેઓ ભારત ખૂબ જ ઓછા આવે છે અને પોતાની પ્રાઈવસીને (Privacy) લઈને અત્યંત સજાગ છે. તેઓ હંમેશા મીડિયાને તેમના બાળકોની તસવીરો ન ખેંચવા અપીલ કરતા રહ્યા છે. વૃંદાવનની આ તાજેતરની મુલાકાત પણ તેમની આધ્યાત્મિક શ્રદ્ધાનો જીવતો પુરાવો છે.

આ પણ વાંચો : Salim Khan Hospitalized: સલીમ ખાન હોસ્પિટલમાં દાખલ, સલમાન ખાન સહિત સમગ્ર પરિવાર લીલાવતી પહોંચ્યો

Tags :
Advertisement

.

×