હાર છતાં વિરાટનો મસ્તીભર્યો અંદાજ, મેદાન પર કર્યો ‘નાગિન ડાન્સ’, જુઓ વાયરલ વીડિયો
- Virat Kohli Naagin Dance : કોહલીનો 'નાગિન ડાન્સ' વાયરલ!
- RCBની પ્રથમ હાર બાદ કોહલીનો મસ્તીભર્યો વીડિયો થયો વાયરલ
- 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ 26 બોલમાં 78 રન ફટકારી RCBને હરાવ્યું
- મેચ બાદ વિરાટે યુવા ખેલાડીની કેપ પર ઓટોગ્રાફ આપી દિલ જીત્યા
- રાજસ્થાન રોયલ્સનો ગુવાહાટીમાં 6 વિકેટે ભવ્ય વિજય
Virat Kohli Naagin Dance : આઈપીએલ (IPL) માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ એકવાર ફરી પોતાના પ્રખ્યાત "નાગિન ડાન્સ" (Virat Kohli Naagin Dance) થી ચાહકોનું મનોરંજન કર્યું છે. રવિવારે રમાયેલી રોમાંચક મેચમાં RCB ને તેની પ્રથમ હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે રાજસ્થાન રોયલ્સ (RR) એ તેમને 6 વિકેટે હરાવી દીધા હતા. ગુવાહાટીમાં પ્રથમ બેટિંગ કરતા RCB એ 20 ઓવરમાં 201/8 નો મજબૂત સ્કોર બનાવ્યો હતો, જેમાં કેપ્ટન રજત પાટીદારે 40 બોલમાં 63 રન ફટકાર્યા હતા.
Virat Kohli funny nagin dance.😂 pic.twitter.com/FfMebuq5Vy
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) April 10, 2026
Virat Kohli Naagin Dance : વૈભવ સૂર્યવંશીનું તોફાન
RCB નો આ વિશાળ સ્કોર પણ ઓછો પડ્યો હતો, કારણ કે રાજસ્થાને 2 ઓવર બાકી રહેતા જ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. 15 વર્ષના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ (Vaibhav Suryavanshi) 26 બોલમાં 78 રનની તોફાની ઇનિંગ રમી મેચનો પાસો પલટી નાખ્યો હતો. તેની સાથે ધ્રુવ જુરેલે પણ 43 બોલમાં અણનમ 81 રન બનાવી ટીમને જીત અપાવી હતી. મેચ બાદ વિરાટે આ યુવા ખેલાડીની કેપ પર ઓટોગ્રાફ (Autograph) આપીને તેને પ્રોત્સાહિત પણ કર્યો હતો.
કોહલીનો નાગિન ડાન્સ વાયરલ
RCB ની હાર બાદ સોશિયલ મીડિયા (Social Media) પર ટીમનો એક પ્રેક્ટિસ સેશનનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં વિરાટ કોહલી (Virat Kohli) પોતાના આગવા અંદાજમાં "નાગિન ડાન્સ" કરતો જોવા મળ્યો હતો. કોહલીનો આ મસ્તીભર્યો મૂડ જોઈને કોચિંગ સ્ટાફ અને સ્ટેડિયમમાં હાજર ફેન્સ હસી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, વિરાટે અગાઉ ચેન્નાઈમાં બાંગ્લાદેશ સામે અને દક્ષિણ આફ્રિકા સામેની વનડે (ODI) મેચમાં પણ આ રીતે ડાન્સ કર્યો હતો. રાજસ્થાનના કેપ્ટન રિયાન પરાગે પણ વૈભવની પ્રશંસા કરતા કહ્યું કે તે હજુ બાળક જેવી હરકતો કરે છે પરંતુ તેની બેટિંગ અદભૂત છે.
આ પણ વાંચો : "Lamborghini માં આવજો અને રસ્તા પર ઝાડુ મારજો!" જાણો કેમ Karnataka High Court એ આપ્યો આવો આદેશ?


