Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Whale Shark Viral Video: જ્યારે સમુદ્રની વચ્ચે વિશાળ વ્હેલ શાર્કે યુવતીને મારી 'કોણી', જુઓ શું થયો અંજામ!

ફિલિપાઈન્સમાં Whale Shark Viral Video એ ખળભળાટ મચાવ્યો છે. અંડરવોટર ફોટોશૂટ દરમિયાન મોરિન કૈલાગો નામની યુવતીની પાછળ અચાનક એક મહાકાય વ્હેલ શાર્ક આવી ગઈ હતી. શાર્કે યુવતીને સ્પર્શ કર્યો હોવા છતાં, તેણે અદભૂત હાજરબુદ્ધિ વાપરી શાંતિથી ત્યાંથી ખસી જઈ પોતાનો જીવ બચાવ્યો હતો. આ રોમાંચક પળ કેમેરામાં કેદ થઈ ગઈ છે.
whale shark viral video  જ્યારે સમુદ્રની વચ્ચે વિશાળ વ્હેલ શાર્કે યુવતીને મારી  કોણી   જુઓ શું થયો અંજામ
Advertisement
  • ફિલિપાઈન્સમાં અંડરવોટર ફોટોશૂટ દરમિયાન બની ઘટના
  • યુવતીની બિલકુલ પાછળ આવી ગઈ મહાકાય વ્હેલ શાર્ક
  • ગભરાયા વગર યુવતીએ બતાવી અદભૂત હાજરબુદ્ધિ
  • સોશિયલ મીડિયા પર વીડિયો જોઈ લોકોના રૂંવાડા ઉભા થઈ ગયા
  • દરિયાઈ જીવોની દુનિયાનો દુર્લભ નજારો કેમેરામાં કેદ

Whale Shark Viral Video : સોશિયલ મીડિયા પર અત્યારે એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ફિલિપાઈન્સની મોરિન કૈલાગો નામની યુવતી સમુદ્રના ઊંડા પાણીમાં ખૂબ જ ઉત્સાહથી Underwater Shoot કરાવી રહી હતી. તેને સહેજ પણ અંદાજ નહોતો કે તેની પાછળ એક વિશાળકાય પડછાયો ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. જેવી મોરિને પોઝ બદલ્યો, પાછળથી એક મહાકાય વ્હેલ શાર્ક (Whale Shark Viral Video) એ તેને અડીને પસાર થતા જાણે કોણી મારી હોય તેમ સ્પર્શ કર્યો.

Advertisement

Whale Shark Viral Video : યુવતીની હિંમત અને હાજરબુદ્ધિ

સામાન્ય રીતે આટલી મોટી માછલીને આટલી નજીક જોઈને કોઈના પણ હોશ ઉડી જાય, પરંતુ મોરિને ગજબની હિંમત (Bravery) બતાવી. જેવો તેને અહેસાસ થયો કે કોઈ તેને સ્પર્શ કરી રહ્યું છે, તેણે ગભરાયા વગર કે બૂમાબૂમ કર્યા વગર શાંતિથી ત્યાંથી અંતર બનાવી લીધું. લોકો સોશિયલ મીડિયા પર તેની આ Presence of Mind ના ભારોભાર વખાણ કરી રહ્યા છે. જોકે, વ્હેલ શાર્ક સામાન્ય રીતે માણસોને નુકસાન પહોંચાડતી નથી, પરંતુ તેનું કદ એટલું મોટું હોય છે કે તેનો એક હળવો ધક્કો પણ અકસ્માત જેવો ભયાનક લાગે છે.

Advertisement

સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા

Viral Video થતા જ ઈન્ટરનેટ પર લોકો રમુજી કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. કોઈ કહી રહ્યું છે કે શાર્ક કદાચ મોરિનને રસ્તો પૂછી રહી હતી, તો કોઈ તેને સમુદ્રનું 'ટેપ ઓન શોલ્ડર' ગણાવી રહ્યું છે. આ ઘટના યાદ અપાવે છે કે પાણીની અંદર આજે પણ આ શાંત શિકારીઓની જ હુકુમત ચાલે છે. મોરિનની આ બહાદુરી અને વ્હેલ શાર્કની આ અજીબ હરકત અત્યારે દરેકના મોબાઈલ સ્ક્રીન પર છવાયેલી છે.

આ પણ વાંચો : ચામડી છોલાવાની બીક વગર Fevikwik ની પકડમાંથી આંગળીઓ કેવી રીતે છોડાવવી? જુઓ વાયરલ VIDEO

Tags :
Advertisement

.

×