ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

જ્યારે ડ્રાઈવર સુઈ ગયો, તો પોતે જ કેબ ચલાવવા લાગ્યો કસ્ટમર, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

ડ્રાઈવરના સુઈ ગયા પછી એક વ્યક્તિએ પોતે કેબ ચલાવવાનું શરૂ કર્યું. શેર કરવામાં આવેલા વીડિયોમાં ડ્રાઈવર શાંતિથી સૂતો જોવા મળે છે અને ગ્રાહક પોતે કેબ ચલાવી રહ્યો છે.
03:47 PM Dec 29, 2024 IST | Hardik Shah
ડ્રાઈવરના સુઈ ગયા પછી એક વ્યક્તિએ પોતે કેબ ચલાવવાનું શરૂ કર્યું. શેર કરવામાં આવેલા વીડિયોમાં ડ્રાઈવર શાંતિથી સૂતો જોવા મળે છે અને ગ્રાહક પોતે કેબ ચલાવી રહ્યો છે.
social media viral

Viral Video : ડ્રાઈવર સુઈ ગયા પછી એક વ્યક્તિએ પોતે કેબ ચલાવવાનું શરૂ કર્યું. શેર કરવામાં આવેલા વીડિયોમાં ડ્રાઈવર શાંતિથી સૂતો જોવા મળે છે અને ગ્રાહક પોતે કેબ ચલાવી રહ્યો છે.

વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો

ઘણા લોકો તેમના ડ્રાઇવર અથવા કર્મચારીઓ પ્રત્યે કઠોર વર્તન અને તીક્ષ્ણ શબ્દોનો ઉપયોગ કરે છે, પરંતુ કર્મચારીઓ સાથે સારું વર્તન કરનારા લોકોની પણ કોઈ કમી નથી. આવા જ એક વ્યક્તિનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. એક બિઝનેસમેને તેનો ડ્રાઈવર સુઈ ગયો તે પછી પોતે કેબ ચલાવવાનું શરૂ કર્યું હતુ. જ્યારે ડ્રાઈવર તેની બાજુની સીટ પર સૂતો રહ્યો.

મિલિંદ ચાંદવાનીએ કરી પોસ્ટ

સ્ટાર્ટઅપના સ્થાપક અને IIM ગ્રેજ્યુએટ મિલિંદ ચાંદવાની મોડી રાત્રે બેંગલુરુ એરપોર્ટથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમણે કેબ બુક કરી હતી. ચાંદવાનીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે, ડ્રાઈવર સૂઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. હું ચા અને સિગારેટ પીવા માટે પણ રોકાયો હતો પરંતુ ડ્રાઈવરની આંખો ખુલી ન હતી. આ પછી મેં મારી જાતને એક નવી અને અણધારી ભૂમિકામાં જોયો.

ગ્રાહકે જાતે જ ડ્રાઇવિંગ કેમ શરૂ કર્યું?

વીડિયો શેર કરતા મિલિંદ ચંદવાનીએ લખ્યું કે, રાત્રે 3 વાગ્યે બેંગલુરુ એરપોર્ટથી પરત ફરતી વખતે મારા કેબ ડ્રાઈવરને એટલી ઊંઘ આવી રહી હતી કે, હું ચા અને સિગારેટ માટે રોકાયો તેમ છતાં તેની ઊંઘ પૂરી થઈ નહોતી. તેથી મેં ડ્રાઇવ કરવાની ઓફર કરી તો મને નવાઈ લાગી કે તેણે ઝડપથી મને ચાવી આપી દીધી. તે તરત જ બીજી સીટ પર બેસી ગયો અને સૂઈ ગયો. હું પહોંચ્યો તેની પાંચ મિનિટ પહેલાં, તેના બોસનો તેના પર ફોન આવ્યો હતો અને તેણે દિવસની શિફ્ટ માટે પૂછ્યું કારણ કે, તે રાત્રે તેની ઊંઘને ​​કાબૂમાં રાખી શકતો ન હતો.

રૂ 100ની ટિપ આપી તો તેણે 5-સ્ટાર રેટિંગ પણ માંગી લીધા

મિલિંદે આગળ લખ્યું કે, હું એ વાતથી ખુશ છું કે તેણે મારા પર વિશ્વાસ કર્યો અને એ વાતથી દુઃખી છું કે મારે આટલી મહેનત કરવી પડી. જોકે મને એ વાતની ખુશી થઈ કે, તેણે કેટલી ઝડપથી નક્કી કર્યું કે હું નોકરી માટે યોગ્ય છું. તેને ₹100 ની ટિપ આપી અને બદલામાં તેણે 5-સ્ટાર રેટિંગ પણ માંગી લીધા, વાજબી વેપાર, બરાબર ને?

પોસ્ટ કરવા પાછળનો હેતુ

મિલિંદે આ વાર્તા શેર કરવા પાછળનો હેતુ પણ સમજાવ્યો છે, તેણે લખ્યું છે કે, જીવન અણધાર્યા ઉતાર-ચઢાવથી ભરેલું છે. દયાળુ બનો, સહાનુભૂતિ રાખો અને તમારી ડ્રાઇવિંગ કુશળતામાં સુધારો કરો. તમને તેની ક્યારે જરૂર પડી શકે છે તે તમે ક્યારેય જાણતા નથી.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

મિલિંદની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ પોસ્ટ લખાઈ રહી હતી ત્યાં સુધી 14 લાખ લોકો તેને જોઈ ચૂક્યા હતા અને લગભગ ચાર લાખ લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે.

આ પણ વાંચો:  આખરે કેમ મંત્રીઓ આ બંગલાને શાપિત અને મનહૂસ ગણાવે છે?

Tags :
Bengaluru AirportbusinessmanCABdiscussiondriver fell asleepdriving a cabGujarat FirstInstagramMilind Chandwanisleeping peacefullySocial MediaStartup founderunexpected roleviral video
Next Article