શા માટે એક French YouTuber એ ભારતીય રેલમાં વીતાવ્યા 46 કલાક ? કેવા થયા અનુભવો ?
- French YouTuber વિક્ટર બ્લાહોને ભારતીય રેલવે યાત્રામાં થયા કડવા અનુભવ
- વિક્ટરે ભારતીય રેલવેમાં વીતાવેલા 46 કલાકનો વીડિયો થયો વાયરલ
- હું થાકી ગયો, મારા જેવી ભૂલ તમે ન કરતા-વિક્ટર બ્લાહો
French YouTuber: એક ફ્રેન્ચ યુટયુબરે એક વિશિષ્ટ અનુભવ માટે ભારતીય રેલવેમાં 46 કલાક વીતાવાનું નક્કી કર્યુ. આ French YouTuber નું નામ છે વિક્ટર બ્લાહો. તેણે પોતાનો અનુભવ વીડિયોમાં રેકોર્ડ કરીને ફોલોઅર્સ સુધી પહોંચાડવો હતો. જો કે યુટયુબરને આ 46 કલાકમાં અનેક અગવડોનો સામનો કરવો પડ્યો. આ યુટયુબરે ભારતીય રેલવેમાં ભીડ, ગંદકી, ઘોંઘાટ વગેરે જેવી સમસ્યા સહન કરવી પડી તેવું ઝણાવ્યું છે.
શા માટે કરી ભારતીય રેલવેમાં મુસાફરી ?
ભારતીય ટ્રેનોમાં મુસાફરીઅનોખા અનુભવો માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. વિદેશીઓને ઘણીવાર તે રોમાંચક અને સ્થાનિક સંસ્કૃતિ સાથે જોડાવા માટે ભારતીય રેલવેમાં મુસાફરી કરતા હોય છે. જો કે આવો જ અનુભવ કરવા માંગતા ફ્રેન્ચ યુટ્યુબર Victor Blaho માટે આ હકીકત ખોટી પડી છે. તેના માટે ભારતીય રેલવે યાત્રા બહુ જોખમી અને સાહસપૂર્ણ રહી. આ French YouTuber માટે ભારતીય રેલવે યાત્રા એક હોરિબલ એક્સપિયરન્સ બન રહી. વિક્ટર ભારતની મુલાકાતે આવ્યો હતો અને તેણે વિચાર્યુ કે શા માટે રેલવે પ્રવાસ કરીને ભારતનો અસલી ચહેરો ન જોવો ? તેણે મુંબઈથી પોતાની યાત્રા શરૂ કરી, જે વારાણસી અને આગ્રા થઈને દિલ્હી સુધીની 46 કલાક લાંબી ટ્રેન યાત્રામાં ફેરવાઈ. આ સમય દરમિયાન તેમણે અલગ અલગ ડબ્બામાં મુસાફરી કરી. તેણે સ્લીપર ક્લાસથી લઈને થર્ડ એસી સુધીના કોચની સ્થિતિની સરખામણી કરતી પોસ્ટ પણ શેર કરી.
હું થાકી ગયો-વિક્ટર બ્લાહો
Victor Blaho એ યુટ્યુબ પર તેમની ટ્રેન મુસાફરીનો એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેનું નામ છે - 'ભારતમાં 46 કલાકની ટ્રેન મુસાફરી કરવાનો પ્રયાસ કરશો નહીં.' એનાથી હું થાકી ગયો. આ વીડિયો પોસ્ટ થતાંની સાથે જ તે ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો. જેમાં તેણે જણાવ્યું કે કેવી રીતે ભીડભાડવાળા ડબ્બા, ગંદકી, અવાજ અને ઊંઘનો અભાવ.....વગેરેથી હું સંપૂર્ણપણે થાકી ગયો હતો. આખી મુસાફરી દરમિયાન, વિક્ટરને એવી વસ્તુઓ દેખાઈ જે તેને પરેશાન કરતી હતી. તેણે ભરેલા ડબ્બા બતાવ્યા, જ્યાં મુસાફરો દરેક નાની જગ્યામાં ઘૂસી જતા હતા અને ઘણીવાર આખી રાત મોટેથી વાતો કરતા હતા. તેણે કહ્યું કે તે ફક્ત વાતો કરવાને કારણે જ નહીં, પણ ઉંદરો અને જંતુઓના ડરને કારણે પણ ઊંઘી શકતો નથી.
સહપ્રવાસીનું આશ્ચર્યજનક વર્તન
French YouTuber વિક્ટર બ્લાહોએ એક સહપ્રવાસીના આશ્ચર્યજનક વર્તન વિશે પણ જણાવ્યું. આ સહપ્રવાસીએ વિક્ટર સાથે પરાણે વાતચીત કરી. એટલું જ નહીં પરંતુ તેની બંને ગર્લફ્રેન્ડ સાથે વીડિયોકોલ પર વિક્ટરને પરાણે વાતચીત કરાવી. આ સહપ્રવાસીની એક ગર્લફ્રેન્ડ મુંબઈમાં જ્યારે બીજી દિલ્હીમાં રહેતી હતી. પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં, વિક્ટરે અન્ય વિદેશીઓને સલાહ આપી કે, જો તમારી પાસે પૈસા હોય તો હાયર ક્લાસમાં ટિકિટ બુક કરાવો. મારી ભૂલનું પુનરાવર્તન ના કરો. આ વીડિયોને અત્યાર સુધીમાં 88 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. યુઝર્સે આ અંગે મિશ્ર પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું, જો તમારે આરામ જોઈતો હોય તો ઘરે બેસો. ભારત તમને અનુભવો આપે છે, હોટલ જેવી સુવિધાઓ નહીં.
View this post on Instagram
આ પણ વાંચોઃ Aliens અંગે CIAની સિક્રેટ ફાઈલ વાયરલ, ધરતી પર પાંચ એલિયન્સ આવ્યા હોવાનો દાવો