ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ડો. બાબાસાહેબ આંબેડકરની ડીગ્રીઓનું લિસ્ટ સોશિયલ મીડિયામાં કેમ થઈ રહ્યું છે વાયરલ ??? વાંચો વિગતવાર

ડો. બી.આર. આંબેડકરની ડીગ્રીઓ દર્શાવતી એક ઈમેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ઈમેજ પરથી બી.આર. આંબેડકરની તેજસ્વી અને અસાધારણ બુદ્ધિક્ષમતાનો પરિચય મળે છે. બી.આર. આંબેડકરની ડીગ્રીઓની યાદી વિશે દરેક ભારતીયોએ ખાસ કરીને વિદ્યાર્થીઓએ જાણવું જોઈએ.
01:54 PM Apr 12, 2025 IST | Hardik Prajapati
ડો. બી.આર. આંબેડકરની ડીગ્રીઓ દર્શાવતી એક ઈમેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ઈમેજ પરથી બી.આર. આંબેડકરની તેજસ્વી અને અસાધારણ બુદ્ધિક્ષમતાનો પરિચય મળે છે. બી.આર. આંબેડકરની ડીગ્રીઓની યાદી વિશે દરેક ભારતીયોએ ખાસ કરીને વિદ્યાર્થીઓએ જાણવું જોઈએ.
Babasaheb Ambedkar education qualifications, Gujarat First,

Ahmedabad: બંધારણની 75મી વર્ષગાંઠ નિમિત્તે અમિત શાહે રાજ્યસભામાં સંબોધન કર્યુ હતું. આ સંબોધનનો એક ડાયલોગ વાયરલ થઈ રહ્યો છે. જો કે, અમિત શાહ દ્વારા આંબેડકર પર કરવામાં આવેલી ટિપ્પણીથી કોંગ્રેસ અને અન્ય વિપક્ષો ગુસ્સે થયા અને તેમની પાસેથી માફીની માંગ કરી રહ્યા છે. આના પર અમિત શાહનું કહેવું છે કે, કોંગ્રેસે તેમના ભાષણને તોડી-મરોડીને રજૂ કર્યુ છે. ડો. બી.આર. આંબેડકર પર ચાલી રહેલા આ રાજકીય વિવાદ વચ્ચે યુટ્યુબર ધ્રુવ રાઠીની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

પોસ્ટ શું દર્શાવે છે ?

અત્યારે ડો. આંબેડકર વિશેનો રાજકીય વિવાદ વકરી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ બંને આ વિવાદ સંદર્ભે આમને સામને આવી ગયા છે. બંનેમાંથી કોઈ નમતું જોખવા તૈયાર નથી. આ વિવાદ વચ્ચે યુટયુબર ધૃવ રાઠીએ બાબાસાહેબે મેળવેલ શૈક્ષણિક કારકીર્દીની એક ઝલક દર્શાવતી પોસ્ટ શેર કરી છે. જેમાં બાબાસાહેબનું પ્રાથમિક શિક્ષણ સતારામાંથી અને માધ્યમિક શિક્ષણ એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલ, મુંબઈમાંથી મેળવ્યું હતું. તેમણે 1913માં બોમ્બે યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર અને રાજકીય વિજ્ઞાનમાં બી.એ.ની પદવી મેળવી. તેમણે કોલંબિયા યુનિવર્સિટી, ન્યૂ યોર્કમાંથી શિષ્યવૃત્તિ મેળવીને એમ.એ. અને પીએચડી પૂર્ણ કર્યું.

આ પણ વાંચોઃ  VADODARA : PSI ની પરીક્ષામાં ઉમેદવારોની મદદ માટે ટ્રાફિક પોલીસે કમર કસી

ડો. બાબાસાહેબની અપ્રતિમ બુદ્ધિમત્તા

આ પોસ્ટ એ સૂચવે છે કે ડો. બાબાસાહેબમાં અપ્રતિમ બુદ્ધિમત્તા હતી. તેમણે 1921માં લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાંથી એમ.એસ.સી. કર્યું. આ પછી તેમણે કાયદાનો અભ્યાસ કરવા માટે ગ્રે'સ ઈન કોલેજમાં પ્રવેશ મેળવ્યો. જો કે નાણાકીય મુશ્કેલીઓને કારણે, તેઓ 1917માં ભારત પાછા ફર્યા. અહીં તેમણે સિડનહામ કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરી. તેમનો એકમાત્ર ઉદ્દેશ લંડન પાછા જઈને પોતાનો અભ્યાસ પૂર્ણ કરવાનો હતો. તેણે તેના મિત્ર પાસેથી લોન લીધી અને પોતાની બચતનો ઉપયોગ લંડન પાછા અભ્યાસ પૂર્ણ કરવા માટે કર્યો. તેમણે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાંથી એમએસસી અને ડીએસસી પૂર્ણ કર્યુ. ઉલ્લેખનીય છે કે 1952માં પહેલી સામાન્ય ચૂંટણી પછી, બી.આર. આંબેડકરને રાજ્યસભાના સભ્ય તરીકે નામાંકિત કરવામાં આવ્યા હતા. તે જ વર્ષે બાબાસાહેબને હૈદરાબાદની ઉસ્માનિયા યુનિવર્સિટી દ્વારા ડી.લિટની ડીગ્રી એનાયત કરવામાં આવી હતી.

યુઝર્સ શોક્ડ થઈ ગયા

ધૃવ રાઠીની આ પોસ્ટને લીધે યુઝર્સ શોક્ડ થઈ ગયા હતા. એક એક યુઝરે લખ્યું કે, આ જોયા પછી લોકોએ સમજવું જોઈએ કે કોઈના ઘરે ધ્વજ ફરકાવવાથી, ધાર્મિક સ્થળની બહાર ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કરવાથી અને કાવડ યાત્રા પર જવાથી કંઈ પ્રાપ્ત થવાનું નથી. તમે જે કંઈ પણ પ્રાપ્ત કરશો તે ફક્ત અભ્યાસ દ્વારા જ પ્રાપ્ત થશે. એટલા માટે નેતાઓ પોતાના બાળકોને વિદેશ મોકલે છે.

આ પણ વાંચોઃ  Surat : સરકારી શાળા એવી કે વાલીઓની એડમિશન માટે શરૂ થઇ દોટ!

Tags :
Ambedkar academic achievementsAmbedkar Columbia UniversityAmbedkar D.Litt Osmania UniversityAmbedkar London School of EconomicsAmbedkar viral postBabasaheb Ambedkar education qualificationsBabasaheb Ambedkar intelligenceDhruv Rathi Ambedkar postDr. Ambedkar biographyDr. Ambedkar Gray's Inn LawDr. B.R. Ambedkar DegreesGujarat FirstGUJARAT FIRST NEWSViral image of Ambedkar’s degrees
Next Article