શહીદ પુત્રને ઠંડીથી બચાવવા માતાએ તેના પૂતળાને ધાબળો ઓઢાવ્યો
- જમ્મુનો આ કિસ્સો તમારી આંખમાં આંસુ લાવી દેશે
- શહીદ પુત્ર માટે આજે પણ માતાના હ્રદયમાં સંવેદના જાગૃત
- પુત્રને ઠંડી ના લાગે તે માટે માતાએ તેના પૂતળાને ધાબળો ઓઢાવ્યો
Mother Care For Martyr Son In Chilling Cold In Jammu : બહાર ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, અને તાપમાનનો પારો નીચે ઉતરી રહ્યો છે, પરંતુ અરનિયા (જમ્મુ) ના એક ચોકમાં શહીદની પ્રતિમા પાસે ઉભેલી માતાનું હૃદય હજુ પણ આઠ વર્ષ પહેલા જેટલું જ પોતાના સંતાન માટે ધબકે છે. આ શહીદ ગુરનામ સિંહ અને તેની માતા જસવંત કૌરની વાત છે. એક માતા જેના માટે તેનો પુત્ર મૃત્યુ પામ્યો નથી, પરંતુ સરહદથી પાછા ફર્યા પછી તે ફક્ત પથ્થરની પ્રતિમા બની ગયો છે.
View this post on Instagram
આંખો આંસુઓથી ભરાઇ જાય
વર્ષ 2021 માં અરનિયામાં કોન્સ્ટેબલ ગુરનામ સિંહની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી, ત્યારે તે વિશ્વ માટે ગર્વનું પ્રતીક હતું. પરંતુ માતા જસવંત કૌર માટે, તે પ્રિય પુત્ર ત્યાં સ્ટેચ્યુ સ્વરૂપે રહે છે, જેને ઠંડી પણ લગાી શકે છે. 2022 થી દર શિયાળામાં, જમ્મુમાં ઠંડીની પહેલી લહેર આવતાની સાથે જ, જસવંત કૌર ભારે ઊની ધાબળો લઈને પ્રતિમા પાસે આવે છે. તે પ્રેમથી પ્રતિમાના ખભા પર ધાબળો વીંટાળે છે. આ દ્રશ્યો જોનારાઓની આંખો આંસુઓથી ભરાઈ જાય છે, પરંતુ માતાના ચહેરા પર એક અકલ્પનીય સંતોષ હોય છે. એવું લાગે છે કે, જાણે માતાએ પોતાના દીકરાને ઠંડીથી બચાવ્યો હોય.
પહેલો પ્રેમ તેની વર્ધી હતો
માતા યાદ કરતા કહે છે કે, જ્યારે તેમણે છેલ્લે 26 વર્ષીય ગુરનામને જોયો, ત્યારે તેના લગ્નનું સ્વપ્ન જોયું હતું. તેમણે કલ્પના કરી હતી કે, ફરી વખત જ્યારે તે રજા પર પાછો આવશે, ત્યારે ઘરમાં લગ્ન ગીતો ગૂંજશે. પરંતુ ગુરનામના દિલમાં કંઈક બીજું જ હતું. તેનો 'પહેલો પ્રેમ' તેની વર્ધી, અને તેનો દેશ હતો.
મહત્વની તારીખો
- 21 ઓક્ટોબર, 2016 : ગુરનામ હીરાનગર સેક્ટરમાં ઘૂસણખોરી કરનારા આતંકવાદીઓ માટે કાળ બની ગયો હતો. તેણે એક આતંકવાદીને મારી નાખ્યો, અને યુદ્ધવિરામનો યોગ્ય વળતો જવાબ આપ્યો હતો.
- 22 ઓક્ટોબર, 2016 : ગોળીઓથી ઘવાયેલા હોવા છતાં, ગુરનામે પીછેહઠ કરી નહતી, અને આખરે ભારત માતાના ખોળામાં હંમેશા માટે ચીર નિંદ્રામાં પોઢી ગયો હતો.
આખો પરિવાર શહાદત અનુભવે છે
BSF ની 173મી બટાલિયનનો આ બહાદુર સૈનિક હજુ પણ તેની માતાના ખોળામાં સુરક્ષિત છે. જસવંત કૌરનું બલિદાન અને પ્રેમ આપણને યાદ અપાવે છે કે, એક સૈનિક ફક્ત સરહદ પર પોતાનો જીવ જ નથી આપતો, તેનો આખો પરિવાર દરરોજ એક નવી શહાદતનો અનુભવ કરે છે. આ ધાબળો ફક્ત ઊનનો ટુકડો નથી, પરંતુ માતૃત્વના પ્રેમની હૂંફ છે, જેને કોઈ ગોળી કે દુશ્મન ક્યારેય વીંધી શકતું નથી.
આ પણ વાંચો ------- Hansa Mehta : યુએનમાં 'All Men' ને 'All Human Beings' કરાવનાર વિશ્વપ્રસિદ્ધ ગુજરાતી નારી


