Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મોતના રણમાં ફસાયેલી યુવતીને મળેલી મદદને જોઈને તમે સ્તબ્ધ થશો!

Woman Lost in Dubai desert : Uber app ની રણ પ્રદેશમા ઊંટની મુસાફરી માણો
મોતના રણમાં ફસાયેલી યુવતીને મળેલી મદદને જોઈને તમે સ્તબ્ધ થશો
Advertisement
  • Dubai ના રણ પ્રદેશમાં Uber app ની ખાસ સુવિધા
  • Uber app ની રણ પ્રદેશમા ઊંટની મુસાફરી માણો
  • મોટાભાગે લોકો આ ઘટનાને ફેક બતાવી રહ્યા

Woman Lost in Dubai desert : ગગનચુંબી ઈમારતો અને રણ પ્રદેશ તરીકે પ્રખ્યાત Dubai હંમેશા લોકોને આશ્ચર્યચક્તિ કરે છે. ત્યારે આ વખતે વધુ એક અનોખી ઘટના Dubai માં જોવા મળી છે. Dubai માં આવેલા મોતના રણ પ્રદેશમાં ફસાયેલી એક યુવતીને રણમાંથી બહાર નીકળવા માટે કોઈ વિકલ્પ મળી રહ્યો ન હતો. ત્યારે તેણે એક એવી યુક્તિ અપનાવી કે, તે જોઈને સૌ લોકો ચોંકી ગયા છે. ત્યારબાદ આ યુવતીને રણમાંથી બહાર નીકળવા માટે એક મદદ આવે છે. જોકે આ યુવતીનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

Dubai ના રણ પ્રદેશમાં Uber app ની ખાસ સુવિધા

સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, એક યુવતી Dubai ના સહારામાં આવેલા મોતના રણ પ્રદેશમાં ફસાઈ ગઈ છે. તો આ રણ પ્રદેશમાંથી બહાર નીકળવા માટે તેની પોસે કોઈ વિકલ્પ મળતો નથી. ત્યારે તેણી પોતના ફોનમાં એક Uber app ને ઓપન કરે છે. અને તેના માધ્યમથી એક મદદ તેને મળે છે. તો Uber app ના માધ્યમથી આ યુવતીની મદદ કરવા માટે એક ઉટ અને તેનો માલિક આવે છે. અને આ રીતે તેને રણમાંથી બહાર નીકળે છે.

Advertisement

આ પણ વાંચો: કરવા ચોથ પર Mia Khalifa માટે ઉપવાસ! Video Viral

Advertisement

 

View this post on Instagram

 

A post shared by JETSET DUBAI (@jetset.dubai)

Uber app ની રણ પ્રદેશમા ઊંટની મુસાફરી માણો

જોકે આ ઘટનાને અમુક લોકો બનાવટી ઘટના કહે છે. તે ઉપરાંત લોકો આ વીડિયો પોસ્ટમાં યુવતીને ટ્રોલ પણ કરી રહ્યા છે. કારણ કે... સામાન્ય રીતે Uber app ના માધ્યમથી લોકો કાર, બાઈક, રિક્ષા અને હેલિકોપ્ટર જેવી સુવિધાનો મુસાફરી કરવા માટે લાભ લેતા હોય છે. પરંતુ Dubai ના રણમાં આવી રીતે ઊંટની મુસાફરી Uber app ના માધ્મયથી કરવી એક ગળે ઉતરી રહી નથી. જોકે આ વીડિયોની સત્યતાની ગુજરાત ફર્સ્ટ પણ પુષ્ટિ કરતો નથી.

મોટાભાગે લોકો આ ઘટનાને ફેક બતાવી રહ્યા

જોકે આ વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે, જ્યારે યુવતી રણમાં રસ્તો ભૂલી ગઈ હતી. ત્યારે રસ્તો શોધવા માટે બ્રાઉસિંગ શરૂ કર્યું હતું. ત્યારે તેને Uber app માં ઊંટની મુસાફરી કરવાનો વિકલ્પ મળી આવ્યો હતો. તો સોશિયલ મીડિયા ઉપર આ વીડિયો jetset દ્વારા શેર કરવામાં આવ્યો છે. ત્યારે આ વીડિયોને આશેર 3 લાખ લોકોએ નિહાળ્યો છે. તે ઉપરાંત આ વીડિયોના કોમેન્ટ સેક્શનમાં પણ અનેક લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. મોટાભાગે લોકો આ ઘટનાને ફેક બતાવી રહ્યા છે.

આ પણ વાંચો: Food Blogger ને દુકાનદારે ભગાડી મુક્યો..જુઓ Video

Tags :
Advertisement

.

×