Uttar Pradesh : રીલ બનાવવા મહિલા કાર પર ચઢી અને પોલીસે અધધ...22,500 રુપિયાનો દંડ ફટકાર્યો
- મહિલાને કારના બોનેટ પર રીલ બનાવવી મોંઘી પડી
- Uttar Pradesh Police એ કારની શોધખોળ કરી મહિલાને 22,500નો દંડ ફટકાર્યો
- રીલ બનાવવાના શોખીન લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો
Uttar Pradesh : ઔરૈયા આરટીઓમાં નોંધાયેલ એક કાર પર ચઢીને એક મહિલા Reel બનાવતી હતી. આ રીલ તેણીએ પોસ્ટ પણ કરી દીધી. જો કે પોલીસે ટ્રાફિકના વિવિધ ગુનાની કલમો લગાડીને આ મહિલાને એક કે બે હજાર રૂપિયાનું નહિ પરંતુ પૂરા 22,500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ઉત્તર પ્રદેશની આ ઘટના રીલ પ્રેમીઓ માટે લાલબત્તી સમાન છે. Viral Reel ના ચક્કરમાં અનેક લોકો જોખમી સ્ટંટ કરતા હોય છે. આ કિસ્સામાંથી શીખ લઈને લોકો આવી જોખમી રીલો બનાવતા બંધ થાય તે આવશ્યક છે.
કાર પર બનાવ્યા 2 વીડિયો
Uttar Pradesh ના ઔરૈયામાં રહેતી મહિલાએ કાર પર 2 વીડિયો બનાવ્યા હતા. એક વીડિયોમાં તેણી ચાલતી કારના બોનેટ પર બેઠી હતી. જ્યારે બીજા વીડિયોમાં તેણી પાર્ક કરેલ કાર પર ઊભા રહીને ડાન્સ કરતી હતી. આ બંને સ્ટંટમાં મહિલાનો સ્વેગ આસમાને જોવા મળે છે. આ વીડિયો વાયરલ થતાં જ પોલીસે આ કાર માલિકની શોધખોળ શરૂ કરી અને આ મહિલાને શોધી કાઢી. પોલીસે ટ્રાફિક સંદર્ભે વિવિધ ગુના અંતર્ગત વિવિધ કલમો લગાડીને આ મહિલાને 22,500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જેના કારણે હવે આવી જોખમી રીલ્સ આ મહિલાના ઈન્સ્ટા પેજ પરથી ગાયબ થઈ ગઈ છે.
આ પણ વાંચોઃ Transgender : એક પુત્રીની માતા અને ઘણા બાળકોની દાદી ગૌરી સાવંતની વાર્તા તેમના પોતાના શબ્દોમાં...
શું છે ટ્રાફિક રુલ ?
તમને જણાવી દઈએ કે વાહનના બોનેટ પર મુસાફરી કરવી એ મોટર વાહન અધિનિયમ હેઠળ ગુનો છે, જેના માટે ₹500 થી ₹5000 સુધીનો દંડ થઈ શકે છે. આને ખતરનાક ડ્રાઈવિંગ પણ ગણવામાં આવે છે અને લાયસન્સ રદ પણ થઈ શકે છે. આ ઉપરાંત, પોલીસ ટ્રાફિકના અન્ય ગુના અંતર્ગત વિવિધ કલમો લગાડીને દંડ ફટકારી શકે છે.
रील का नशा महिलाओं के सिर चढ़कर बोल रहा है।
अब इस मोहतरमा को ही देख लो कार के बोनट पर बैठ कर रील बना रही है।
अब मैडम का 22500 का चालान काट दिया गया है। pic.twitter.com/nioeAsDSph
— Manraj Meena (@ManrajM7) April 20, 2025
યુઝર્સ કરી રહ્યા છે રંગ બે રંગી કોમેન્ટ્સ
શિવાની ચાહૌન Instagram પર @shivani_chauhan_0499 નામનું એકાઉન્ટ ધરાવે છે. તેણી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ હતી અને દરરોજ રીલ્સ પોસ્ટ કરતી હતી. તેના કારના બોનેટ પરના વીડિયો વાયરલ થયા અને પોલીસ સુધી પહોંચી ગયા. જેમાં તેણીએ 22,500 રુપિયાનો દંડ પણ ચૂકવવાનો વારો આવ્યો છે. આ ઘટના પર યુઝર્સ રંગ બે રંગી કોમેન્ટ્સ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, મહિલાઓમાં રીલનું વ્યસન બેકાબૂ થઈ રહ્યું છે. હવે આ મહિલાને જુઓ, તે કારના બોનેટ પર બેસીને રીલ બનાવી રહી છે. હવે મેડમને 22,500 રૂપિયાનું ચલણ ભરવાનું આવ્યું છે. બીજા યુઝરે લખ્યું કે, મેડમ અદ્ભુત છે. ત્રીજા યુઝરે લખ્યું કે, આજકાલ લોકો રીલ્સ માટે પોતાનો જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે.
આ પણ વાંચોઃ Judges Protection Act : સમરથ કો નાહી દોષ ગુંસાઈ