ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Viral Video: હાથીના પગથી મહિલા કરાવી રહી છે મસાજ, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

પૃથ્વીનું હાથી સૌથી ભારે અને તાકાતવર પ્રાણી છે પરંતુ તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે
10:01 PM Aug 27, 2025 IST | Mustak Malek
પૃથ્વીનું હાથી સૌથી ભારે અને તાકાતવર પ્રાણી છે પરંતુ તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે
Viral Video...........

સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો તમને ચોંકાવી દેશે. વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.પૃથ્વી પર  હાથી સૌથી ભારે અને તાકાતવર પ્રાણી છે, પરંતુ તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેણે લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. આ વીડિયોમાં થાઈલેન્ડના એલિફન્ટ આઇલેન્ડ પર એક મહિલા હાથીના પગથી બેક મસાજ કરાવતી જોવા મળે છે, જે લોકો માટે આશ્ચર્યજનક રોમાંચક વીડિયો લાગી રહ્યો છે.

હાથીના પગથી મસાજ કરાવતી મહિલાનો થયો Viral Video

નોંધનીય છે કે સોશિયલ મીડિયામાં એક વીડિયો ખુબ વાયરલ થયો છે,જે હાલ ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે. વાયરલ વીડિયોમાં એક મહિલા જમીન પર પેટના બળે સૂઈ રહી છે, જ્યારે એક વ્યક્તિ તેની પીઠ પર કપડું મૂકે છે. આ પછી, એક વિશાળ હાથી ધીમે-ધીમે આવે છે અને અત્યંત સાવધાની સાથે મહિલાની પીઠ પર પોતાનો પગ હળવે હળવે થી મૂકીને મસાજ શરૂ કરે છે. હાથી આ દરમિયાન એટલી કાળજી રાખે છે કે તેનું વજન મહિલાના શરીર પર ભારે ન પડે. વીડિયોમાં મહિલા આ અનોખા મસાજનો આનંદ માણતી જોવા મળે છે.

 

 

 

 

સોશિયલ મીડિયા યુઝર્સ આ Viral Video જોઇને સ્તબ્ધ થઇ ગયા

સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો જોઈને દંગ રહી ગયા છે. ઘણા લોકો માટે આ વાત વિશ્વાસ કરવી મુશ્કેલ છે કે એક મહિલા હાથી જેવા શક્તિશાળી પ્રાણી પાસેથી મસાજ કરાવવાની હિંમત કરી શકે છે. આ વીડિયો થાઈલેન્ડના એલિફન્ટ આઇલેન્ડનો હોવાનું કહેવાય છે, જ્યાં હાથીઓ દ્વારા બેક મસાજ આપવાની પ્રવૃત્તિ પ્રવાસીઓમાં ખૂબ લોકપ્રિય થઈ રહી છે.

થાઈલેન્ડનું એલિફન્ટ આઇલેન્ડ હાથીઓ સાથેની અનોખી પ્રવૃત્તિઓ માટે જાણીતું છે. અહીં હાથીઓને ખાસ તાલીમ આપવામાં આવે છે, જેથી તેઓ માણસોને સુરક્ષિત રીતે મસાજ આપી શકે. આ પ્રવૃત્તિ પ્રવાસીઓ માટે એક અનોખો અનુભવ બની રહી છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈને વૈશ્વિક ધ્યાન ખેંચી રહી છે.

આ પણ વાંચો:     Viral : ગણેશજીની મૂર્તિને જોઇને પાલતુ શ્વાને હાથ ઉંચા કરી આશિર્વાદ લીધા, કુદીને ઝુમ્યો

Tags :
BackMassageElephantMassageGujarat FirstSocial Mediavedio viralViralViralVideo
Next Article