Delhi જનપથ માર્કેટમાંથી ટ્રાઉઝર્સ ખરીદનાર મહિલાને મળ્યા 10 યુરોઝ....સોશિયલ મીડિયા પર થઈ વાયરલ
- રોડ પરથી ખરીદેલ ટ્રાઉઝરમાંથી મળ્યા 10 યુરોઝ
- મહિલાની પોસ્ટ સોશિયલ મીડિયામાં થઈ રહી છે વાયરલ
- નેટિઝન્સે આ પોસ્ટ પર આપી છે રંગ બે રંગી પ્રતિક્રિયાઓ
Delhi જનપથ બજાર હોય, સરોજિની નગર હોય કે દરિયાગંજનું રવિવાર બજાર... દિલ્હીના આવા ઘણા બજારોમાં તમને સૌથી સસ્તો સામાન મળી શકે છે ! અહીં ઘણા અવાજો સંભળાય છે, જેમ કે, 150 રૂપિયા..., 300 રૂપિયા... આટલા ઓછા ભાવે લોકો અહીં ફક્ત પેન્ટ અને શર્ટ જ નહીં, પણ શિયાળામાં જેકેટ વગેરે પણ ખરીદે છે. તાજેતરમાં, એક મહિલાએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે તેણે દિલ્હીના પ્રખ્યાત જનપથ બજારમાંથી એક ટ્રાઉઝર ખરીદ્યું હતું, અને તેના ખિસ્સામાંથી 10 યુરોઝ મળ્યા છે. આ ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
આ પણ વાંચોઃ પન્ના ટાઈગર રિઝર્વમાં વ્લોગ બનાવવો પડ્યો મોંઘો, સામે વાઘ આવી જતા ''હાલ થયા બેહાલ''
શું છે સમગ્ર મામલો ?
દિલ્હીના જનપથ બજારમાંથી એક મહિલાએ એક ટ્રાઉઝર ખરીદ્યું. આ ટ્રાઉઝરના ખીસ્સામાંથી તેણીને 5 યુરોની 2 ચલણી નોટ મળી આવી છે.
તેણીએ X પર પોતાની પોસ્ટમાં એક ફોટો શેર કર્યો છે. જેમાં 5 યુરોની બે ચલણી નોટો અને ભૂરા રંગનું ટ્રાઉઝર દેખાય છે. જો કે ઉલ્લેખનીય છે કે ભારતીય ચલણમાં 10 યુરોઝની કિંમત કુલ રૂપિયા 933 જેટલા થાય છે. તેની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને તેના પર નેટિઝન્સ રંગ બે રંગી કોમેન્ટ્સ પણ આપી રહ્યા છે.
Guys I found 10 euros in the pant I bought @ janpath today pic.twitter.com/gp1Jk0KukV
— naina (@asapismyjesus) March 21, 2025
રંગ બે રંગી કોમેન્ટ્સ
આ મહિલાની પોસ્ટને અત્યાર સુધી સુધી 3 લાખ 46 હજાર વ્યૂઝ અને 9.5 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. ઉપરાંત, સેંકડો નેટિઝન્સે રંગ બે રંગી કોમેન્ટ્સનો મારો ચલાવ્યો છે. એક યુઝરે લખ્યું કે, સેકન્ડ હેન્ડ પેન્ટના ફાયદા ! બીજા યુઝરે લખ્યું કે, બીજું પેન્ટ ખરીદો, બહેન. ત્રીજા યુઝરે લખ્યું કે, આને કહેવાય નસીબ... કેશબેક પણ મળ્યું.
આ પણ વાંચોઃ Viral Video : 6 વર્ષની પાકિસ્તાની બાળકીનાં Pull shot ને જોઈ લોકોએ રોહિત શર્માને યાદ કર્યો