ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Delhi જનપથ માર્કેટમાંથી ટ્રાઉઝર્સ ખરીદનાર મહિલાને મળ્યા 10 યુરોઝ....સોશિયલ મીડિયા પર થઈ વાયરલ

X પર એક મહિલાએ એક તસવીર પોસ્ટ કરી અને લખ્યું - મિત્રો, મેં આજે જનપથ પરથી ટ્રાઉઝર ખરીદ્યું અને તેના ખિસ્સામાંથી મને 10 eurosમળ્યા ! કેટલાક યુઝર્સે તેને 'Real-life cashback' અને 'લકી રિફંડ' ગણાવ્યું, તો કેટલાક લોકોએ ચિંતા વ્યક્ત કરી કે જનપથ અને સરોજિની નગર જેવા બજારોમાં વેચાતા કપડાં ઘણીવાર યુરોપથી સેકન્ડ હેન્ડ લાવવામાં આવે છે.
06:44 PM Mar 23, 2025 IST | Hardik Prajapati
X પર એક મહિલાએ એક તસવીર પોસ્ટ કરી અને લખ્યું - મિત્રો, મેં આજે જનપથ પરથી ટ્રાઉઝર ખરીદ્યું અને તેના ખિસ્સામાંથી મને 10 eurosમળ્યા ! કેટલાક યુઝર્સે તેને 'Real-life cashback' અને 'લકી રિફંડ' ગણાવ્યું, તો કેટલાક લોકોએ ચિંતા વ્યક્ત કરી કે જનપથ અને સરોજિની નગર જેવા બજારોમાં વેચાતા કપડાં ઘણીવાર યુરોપથી સેકન્ડ હેન્ડ લાવવામાં આવે છે.
Janpath Market Delhi Gujarat First

 

Delhi જનપથ બજાર હોય, સરોજિની નગર હોય કે દરિયાગંજનું રવિવાર બજાર... દિલ્હીના આવા ઘણા બજારોમાં તમને સૌથી સસ્તો સામાન મળી શકે છે ! અહીં ઘણા અવાજો સંભળાય છે, જેમ કે, 150 રૂપિયા..., 300 રૂપિયા... આટલા ઓછા ભાવે લોકો અહીં ફક્ત પેન્ટ અને શર્ટ જ નહીં, પણ શિયાળામાં જેકેટ વગેરે પણ ખરીદે છે. તાજેતરમાં, એક મહિલાએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે તેણે દિલ્હીના પ્રખ્યાત જનપથ બજારમાંથી એક ટ્રાઉઝર ખરીદ્યું હતું, અને તેના ખિસ્સામાંથી 10 યુરોઝ મળ્યા છે. આ ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

આ પણ વાંચોઃ  પન્ના ટાઈગર રિઝર્વમાં વ્લોગ બનાવવો પડ્યો મોંઘો, સામે વાઘ આવી જતા ''હાલ થયા બેહાલ''

શું છે સમગ્ર મામલો ?

દિલ્હીના જનપથ બજારમાંથી એક મહિલાએ એક ટ્રાઉઝર ખરીદ્યું. આ ટ્રાઉઝરના ખીસ્સામાંથી તેણીને 5 યુરોની 2 ચલણી નોટ મળી આવી છે.
તેણીએ X પર પોતાની પોસ્ટમાં એક ફોટો શેર કર્યો છે. જેમાં 5 યુરોની બે ચલણી નોટો અને ભૂરા રંગનું ટ્રાઉઝર દેખાય છે. જો કે ઉલ્લેખનીય છે કે ભારતીય ચલણમાં 10 યુરોઝની કિંમત કુલ રૂપિયા 933 જેટલા થાય છે. તેની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને તેના પર નેટિઝન્સ રંગ બે રંગી કોમેન્ટ્સ પણ આપી રહ્યા છે.

રંગ બે રંગી કોમેન્ટ્સ

આ મહિલાની પોસ્ટને અત્યાર સુધી સુધી 3 લાખ 46 હજાર વ્યૂઝ અને 9.5 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. ઉપરાંત, સેંકડો નેટિઝન્સે રંગ બે રંગી કોમેન્ટ્સનો મારો ચલાવ્યો છે. એક યુઝરે લખ્યું કે, સેકન્ડ હેન્ડ પેન્ટના ફાયદા ! બીજા યુઝરે લખ્યું કે, બીજું પેન્ટ ખરીદો, બહેન. ત્રીજા યુઝરે લખ્યું કે, આને કહેવાય નસીબ... કેશબેક પણ મળ્યું.

આ પણ વાંચોઃ  Viral Video : 6 વર્ષની પાકિસ્તાની બાળકીનાં Pull shot ને જોઈ લોકોએ રોહિત શર્માને યાદ કર્યો

Tags :
10 euros foundCashbackDaryaganj marketGujarat FirstGUJARAT FIRST NEWSJanpath Market DelhiLucky refundReal-life cashbackSarojini NagarSecond-hand marketsocial media viralWoman buys trousersX platform post
Next Article