વાહ...ટેક્નોલોજીયા : જો લાઈટ બંધ થઈ જાય તો માત્ર 2 મિનિટમાં કરો આ જુગાડ, આખો રૂમ ઝળહળી ઉઠશે જુઓ Viral Video
- દેશી જુગાડે લોકોને પ્રભાવિત કર્યા
- ઘણા યુઝર્સેઓએ તેને ટેકનોલોજીયા કહી સ્વિકારી
- આ વીડિયો જોઇ સેંકડો યુઝર્સે પ્રતિક્રિયા આપી છે
Wow...Technology : જો વીજળી ગઈ હોય અને તમારી પાસે મીણબત્તી, દીવો કે ટોર્ચ ન હોય, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કારણ કે ફક્ત એક મોબાઈલ ટોર્ચ અને પાણીની બોટલથી તમે આખા રૂમને પ્રકાશિત કરી શકો છો. વિશ્વાસ નથી થતો? પરંતુ એક મહિલાએ આવું કર્યું અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. તેણે પાણી ભરેલી બોટલ મોબાઈલ ટોર્ચ પર મૂકી અને અંધારાવાળા રૂમમાં પ્રકાશ ફેલાઈ ગયો. લોકો તેમના આ દેશી જુગાડના વખાણ કરી રહ્યા છે. જોકે, કેટલાક યુઝર્સ મજાકમાં એમ પણ કહી રહ્યા છે - દીદી, મોબાઈલની બેટરી ખતમ થઈ જશે!
દેશી જુગાડે લોકોને પ્રભાવિત કર્યા
આ વીડિયોમાં, મહિલા પ્લાસ્ટિકની બોટલમાં પાણી ભરતી જોઈ શકાય છે. બોટલ પર કોઈ લેબલ નથી, જેના કારણે તે સંપૂર્ણપણે પારદર્શક દેખાય છે. સ્ત્રી કહે છે કે જ્યારે લાઈટ જતી રહે, ત્યારે મોબાઈલની ફ્લેશલાઈટ ચાલુ કરો અને તેના પર બોટલ મૂકો. આ પછી તે રૂમની લાઇટ બંધ કરે છે અને આ જુગાડની અસર લાઇવ બતાવે છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ પદ્ધતિ અંધારું થતાં જ કામ કરે છે અને રૂમ ટ્યુબલાઇટ જેવા પ્રકાશથી ભરાઈ જાય છે.
View this post on Instagram
ઘણા યુઝર્સેઓએ તેને ટેકનોલોજીયા કહી સ્વિકારી
આ વીડિયો 19 મેના રોજ @chanda_and_family_vlogs નામના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેને સમાચાર લખાય ત્યાં સુધી 56 લાખ વ્યૂઝ અને 1 લાખ 68 હજાર લાઇક્સ મળી ચૂક્યા છે. જ્યારે સેંકડો યુઝર્સે પ્રતિક્રિયા આપી છે. એક વ્યક્તિએ લખ્યું - આ વિચાર એકદમ અનોખો છે. બીજાએ મજાકમાં લખ્યું - મિત્રો, કોઈ બીજાનો ફોન લઈ લો. ત્રીજાએ કટાક્ષમાં ટિપ્પણી કરી - વિચાર સારો છે... પણ જ્યારે વીજળી જાય છે, ત્યારે તમને ખ્યાલ આવે છે કે ફોન બિલકુલ ચાર્જ નથી. તો બીજા એકે પ્રશ્ન ઉઠાવ્યો કે બહેન, વીડિયોની ફ્લેશ લાઈટ ચાલુ રાખવી જોઈએ કે બંધ કરવી જોઈએ. ઘણા વયુઝર્સેઓએ તેને ટેકનોલોજીયા કહી, પણ ઘણાએ એક જ પ્રશ્ન પૂછ્યો કે જો તમારી પાસે મોબાઇલ ફોન ન હોય તો તમે શું કરશો.
આ પણ વાંચો: Gujarat Rain : હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં વરસાદ, જાણો ક્યા ખાબક્યો મેઘ