Viral થવાના ચક્કરમાં યુવકે પહેર્યો માછલીનો ડ્રેસ, જુઓ વીડિયો
- Viral થવાના ચક્કરમાં લોકો અકલ્પીય હરકતો કરી રહ્યા છે
- સોશિયલ મીડિયા પર એક વિચિત્ર વીડિયો વાયરલ થયો છે
- વીડિયોમાં યુવકે માછલીથી બનાવેલો ડ્રેસ પહેરેલો જોવા મળી રહ્યો છે
સોશિયલ મીડિયા પર પ્રતિદિવસ ચોંકાવનારા અને અકલ્પીય વીડિયો સામે આવી રહ્યા છે.આજના માહોલમાં વાયરલ થવાના ચક્કરમાં અવનવી હરકતો કરીને લોકો સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કરતા હોય છે. સોશિયલ મીડિયા પર એક વિચિત્ર વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં એક યુવકે માછલીથી બનાવેલો ડ્રેસ પહેરેલો જોવા મળી રહ્યો છે.
View this post on Instagram
Viral વીડિયોમાં યુવકે પર્હેયો માછલીથી બનેલો ડ્રેસ
નોંધનીય છે કે સોશિયલ મીડિયા પર માછલીનો ડ્રેસ પહેરેલા યુવકનો વીડિયો હાલ ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે. આજના માહોલમાં વાયરલ થવા માટે કંઇપણ કરતા અચકાતા નથી. આવા લોકોને વાયરલ થવાનું ઘેલું લાગેલું જોવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે એ વીડિયોમાં તમે જોઇ શકો છો કે યુવક શરીર પર માછલીથી બનાવેલો ડ્રેસ પહેરેલો છે.
વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ Viral
સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે યુવકનો ડ્રેસ છોકરી જેવો દેખાય છે. તમે જોઈ શકશો કે યુવક છોકરીનો ડ્રેસ પહેરીને ઉભો છે. માછલીથી બનેલો આ ડ્રેસ એકદમ યુનિક લાગે છે. આ ડ્રેસમાં, તમે જોઈ શકશો કે હાથ અને ખભા ખુલ્લા છે. યુવકે ગળામાં માછલીથી બનેલો હાર પણ પહેર્યો છે. આ નાની માછલીથી બનેલો ડ્રેસ છે. યુવકે નાની માછલીથી બનેલો કાનનો વીંટી પણ પહેરી છે. આ ઉપરાંત, તમે જોઈ શકશો કે યુવકના હાથમાં રહેલું પર્સ પણ એક મોટી માછલીનું બનેલું છે. આ સાથે, ઓમ શાંતિ ઓમ ફિલ્મના પ્રખ્યાત ગીત 'મૈં અગર કહું...' ની ધૂન પણ વીડિયોમાં સેટ કરીને ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો છે.
આ પણ વાંચો: Viral vedio: બહાદુર દાદીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ


