Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Youtuber Ranveer Allahbadia ના જીવનમાં નવા પાર્ટનરની એન્ટ્રી !

Youtuber Ranveer Allahbadia અને જુહી ભટ્ટ સાથે નજરે પડ્યા છે, જુહી ભટ્ટ એક ઉભરતી ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર છે, જેની ફેન ફોલોઇંગ ઝડપથી વધી રહી છે. તે ઉત્તરાખંડના દેહરાદૂનની વતની છે. તેના ઇન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે. જુહી તેના ફેશન અને જીવનશૈલી સંબંધિત કન્ટેન્ટ માટે જાણીતી છે. તેણીએ ઘણી મોટી બ્રાન્ડ્સ સાથે કામ કર્યું છે, મેચ બાદ બંને સાથે જતા જોવા મળ્યા હતા.
youtuber ranveer allahbadia ના જીવનમાં નવા પાર્ટનરની એન્ટ્રી
Advertisement
  • Youtuber Ranveer Allahbadia અને જુહી ભટ્ટ સાથે નજરે પડ્યા
  • દિવાળી સમયે જ રણવીરે તેના જીવનમાં નવા પાર્ટનરના સંકેત આપ્યા હતા
  • જુહી ભટ્ટ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે, મોટી બ્રાન્ડ સાથે પણ કામ કર્યું

Youtuber Ranveer Allahbadia : ગઈકાલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ (MI Vs RCB Match - Mumbai Stadium) દરમિયાન એક ખાસ ક્ષણે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. પ્રખ્યાત યુટ્યુબર અને પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયા તેની નવી ગર્લફ્રેન્ડ જુહી ભટ્ટ (Ranveer Allahbadia And Juhi Bhatt) સાથે જોવા મળ્યો. બંનેએ માત્ર સાથે મેચનો આનંદ માણવાની સાથે જાહેરમાં તેમના સંબંધોનો સ્વીકાર પણ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

Youtuber Ranveer Allahbadia, જાહેરમાં જ કદી દીધું

મેચ દરમિયાન રણવીર (Ranveer Allahbadia) અને જુહી (Influencer Juhi Bhatt) મેચિંગ પોશાકમાં જોવા મળ્યા હતા. રણવીરે સફેદ ટી-શર્ટ અને વાદળી જીન્સ પહેર્યું હતું, જ્યારે જુહીએ સફેદ ક્રોપ ટોપ અને વાદળી ડેનિમ પહેર્યું હતું. બંનેએ લાઈમલાઈટથી દૂર રહેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જ્યારે એક ચાહકે રણવીરને સેલ્ફી માંગી ત્યારે તેણે સ્પષ્ટપણે કહ્યું કે, તે તેની ગર્લફ્રેન્ડ સાથે છે. આ એક જ નિવેદનથી તેમના સંબંધોને સત્તાવાર તરીકે દર્શાવવામાં આવ્યા છે, અને ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો ------------- કરોડોની ઘડિયાળ પહેરી અલીબાગ નીકળ્યો કિંગ કોહલી! MI સામેની મેચ પહેલા વીડિયો વાયરલ

Youtuber Ranveer Allahbadia, મોટી બ્રાન્ડ્સ સાથે કામ કર્યું

જુહી ભટ્ટ એક ઉભરતી ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર છે, જેની ફેન ફોલોઇંગ ઝડપથી વધી રહી છે. તે ઉત્તરાખંડના દેહરાદૂનની વતની છે. તેના ઇન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે. જુહી તેના ફેશન અને જીવનશૈલી સંબંધિત કન્ટેન્ટ માટે જાણીતી છે. તેણીએ ઘણી મોટી બ્રાન્ડ્સ સાથે કામ કર્યું છે. જુહીની સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સમાં ડાન્સ રીલ્સ, જીવનશૈલી વીડિયોઝ અને ક્રિએટીવ સ્કેચનું મિશ્રણ છે. તેની સ્ટાઇલ અને હાજરી તેને ડિજિટલ દુનિયામાં ઝડપથી વાયરલ કરી રહી છે.

દિવાળી સમયે જ સંકેત આપ્યો હતો

આ પહેલી વાર નથી જ્યારે રણવીરે સંબંધનો સંકેત આપ્યો હોય. ગયા વર્ષે, દિવાળી દરમિયાન, તેણે કેટલાક ફોટા શેર કર્યા હતા, જેમાં એનિમેશન સ્ટાઇલમાં એક છોકરી સાથેનો ફોટો પણ હતો. જો કે, તેણે તે સમયે કોઈને ટેગ કર્યા ન હતા, પરંતુ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે, તે જુહી ભટ્ટ હતી.

વિવાદની યાદો તાજી થઇ

તાજેતરમાં, જ્યારે પાપારાઝીએ રણવીરને કોમેડિયન સમય રૈના વિશે પૂછ્યું, ત્યારે તેણે મજાકમાં જવાબ આપ્યો, "કેટલો સમય, કેટલો સમય? હવે આપણો સમય છે." તેની પ્રતિક્રિયાએ સોશિયલ મીડિયા પર પણ ઘણી ચર્ચા જગાવી. આ નિવેદને સમય રૈના વિવાદની (Samay Raina - Controversy) યાદો તાજી કરી દીધી.

આ પણ વાંચો ------------- Grand Welcome : દિકરીના જન્મને વધાવતા પરિવારના પ્રયાસોની વાહવાહી !

Tags :
Advertisement

.

×