વિશ્વના સૌથી ભયાવહ જંગલમાંથી મળ્યો લીટલ બિયર ગ્રિલ્સ
- પોતાના ગામથી દૂર આ જંગલોમાં ખોવાઈ ગયો હતો
- Pudu એ 27 ડિસેમ્બરે તેના ગામથી ગુમ થઈ ગયો
- તેના પગના નિશાનના આધારે તેને શોધી કાઢ્યો હતો
Zimbabwe Tinotenda Pudu : તમે ડિસ્કવરી ચેનલના પ્રોગ્રામ Man vs. Wild માં બિયર ગ્રિલ્સને વિશ્વના સૌથી મુશ્કેલ સ્થળો પર પરિસ્થિતિઓમાં ટકી રહેવાની યુક્તિઓ શીખવતા જોવા મળશે. આ વ્યક્તિ લોકોને ગાઢ જંગલોમાં પ્રાણીઓથી કેવી રીતે બચવું, તડકામાં પાણીની વ્યવસ્થા, જંગલી વૃક્ષોમાંથી ખાદ્ય ફળો કેવી રીતે પસંદ કરવા વગેરે જેવી યુક્તિઓ શિખવાડે છે. ત્યારે આવી જ વાસ્તવિક ઘટના આપણી સામે આવી છે.
પોતાના ગામથી દૂર આ જંગલોમાં ખોવાઈ ગયો હતો
Zimbabwe ના Matusadona National Park માંથી એક બાળક મળી આવ્યો છે. Matusadona National Park ની આસપાસ આવેલા ગામમાંથી 8 વર્ષનું એક સુંદર બાળક રહેતું હતું. તેનું નામ Tinotenda Pudu છે. Tinotenda Pudu ઉત્તર Zimbabwe ના એક ગામમાં રહેતા હતા. એક દિવસ તે પોતાના ગામથી દૂર આ જંગલોમાં ખોવાઈ ગયો હતો. જોકે વાસ્તવિક રીતે આ જંગલ સિંહોનું ઘર છે.
આ પણ વાંચો: બાંગ્લાદેશ પછી ભારતના પડોશમાં બની શકે છે એક નવો દેશ, વિદ્રોહી સૈન્ય વિજયના આરે
Pudu એ 27 ડિસેમ્બરે તેના ગામથી ગુમ થઈ ગયો
તો સિંહોના વસવાટ અને જીવલેણ પરિસ્થિતિ વચ્ચે આ 8 વર્ષના બાળકનો જીવિત રહેવાનો સંઘર્ષ તાજેતરમાં સૌથી લોકપ્રિય ઘટના બની છે. Tinotenda Pudu નું ગામ પ્રાથમિક જરૂરિયાતોથી વંચિત હોવાને કારણે તેનું જીવન ટકાવી રાખવાની યુક્તિઓ આવડતી હતી. તેણે લાકડીઓની મદદથી જંગલમાં નદીના કિનારે ખોદવાનું શરૂ કર્યું. તેમાંથી નીકળેલા પાણીથી તે પોતાની તરસ છીપાવીને જીવિત રહેતો હતો. Tinotenda Pudu એ 27 ડિસેમ્બરે તેના ગામથી ગુમ થઈ ગયો હતો.
તેના પગના નિશાનના આધારે તેને શોધી કાઢ્યો હતો
Tinotenda Pudu ભૂખમાં જંગલી ફળો ખાવાનું શરૂ કર્યું હતું. આ ફળ Zimbabwe માં Tsvanzva તરીકે ઓળખાય છે. Tinotenda Pudu ની બુદ્ધિમત્તાનું વર્ણન કરતાં, સ્થાનિક સાંસદ કહે છે કે તે એટલો સ્માર્ટ હતો કે તે ઊંચા ખડકો પર સૂતો હતો જેથી સિંહો અને અન્ય વન્યજીવો તેના સુધી પહોંચી ન શકે. એક દિવસ અચાનક જંગલના સુરક્ષા અધિકારીઓએ તેના પગના નિશાનના આધારે તેને શોધી કાઢ્યો હતો. હાલમાં તેને હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યો છે.
આ પણ વાંચો: George Sorosને US નું સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યું, મસ્કએ કર્યો વિરોધ