આલિયા ભટ્ટે દુનિયાની સૌથી મોટી ફેશન ઈવેન્ટ મેટ ગાલાના રેડ કાર્પેટ પર ડેબ્યૂ કર્યું.

અભિનેત્રીએ ભારતીય ડિઝાઈનર પ્રબલ ગુરંગે 1 લાખ મોતીમાંથી તૈયાર કરેલો આઉટફિટ પહેર્યો.

વ્હાઈટ રંગના આઉટફિટમાં આલિયા ભટ્ટ ખૂબ જ સુંદર લાગી રહી હતી.

મેટ ગાલાના રેડ કાર્પેટ પર આત્મવિશ્વાસ સાથે ચાલી રહેલા આલિયા ભટ્ટને ઓળખવામાં વિદેશી મીડિયા થાપ ખાઈ ગયું.

ન્યૂયોર્કમાં યોજાયેલી ઈવેન્ટમાં મીડિયાના ફોટોગ્રાફર્સ આલિયા ભટ્ટને ઐશ્વર્યા રાય કહીને સંબોધી.

આલિયાએ આ વાતે કોઈ નારાજગી કે અણગમો દર્શાવ્યા વિના પોતાના ચહેરા પરનું સ્મિત અકબંધ રાખ્યું.

આલિયા ભટ્ટ ડિઝાઈનર પ્રબલ ગુરંગ સાથે મેટ ગાલાના રેડ કાર્પેટ પર પહોંચી.

આલિયા ભટ્ટે સ્માઈલ સાથે  જ ફોટોગ્રાફર્સને પોઝ  આપ્યા હતા.

ડિઝાઈનર પ્રબલ ગુરંગ આલિયાને ડ્રેસ સંભાળવામાં મદદ કરતો પણ જોવા મળ્યો હતો.