અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રિ-વેડિંગ સેલિબ્રેશન્સ 1લી માર્ચથી શરૂ થવાનું છે.

પ્રિ-વેડિંગ ઇવેન્ટ પૂર્વે અંબાણી પરિવારે અન્નસેવા (સામુદાયિક ભોજન સેવા) શરૂ કરી હતી.

જામનગરમાં રિલાયન્સ ટાઇનશીપની નજીકના ગામડાંમાં અન્નસેવા શરૂ કરી હતી.

પોતાનાં હાથે ભોજન પીરસીને અંબાણી પરિવારે પોતાની વર્ષો-જૂની પરંપરાને જાળવી રાખી હતી. 

આ અન્નસેવાનો 51,000 સ્થાનિક નિવાસીઓને લાભ મળશે. 

જામનગર અને તેની આસપાસનાં ગામોમાં આગામી કેટલાક દિવસો સુધી અન્નસેવા ચાલુ રહેશે.

અનંત અંબાણી, રાધિકા મર્ચન્ટ અને મુકેશ અંબાણી સહિત બંને પરિવારના સભ્યોએ લોકોને ભોજન પીરસ્યું હતું. 

ભોજન પીરસતા સમયે 'જય શ્રી કૃષ્ણ' અને 'જય દ્વારકાધીશ' કહીને લોકોને આવકાર્યાં હતા. 

પરંપરાગત ગુજરાતી વાનગીઓ ગામોના લોકોને પીરસીને આશીર્વાદ મેળવ્યાં હતાં.

અંબાણી પરિવારે સદીઓ જૂની કહેવત, ‘માનવ સેવા એ જ માધવ સેવા’ને ચરિતાર્થ કરી હતી.