તમિલનાડુના સાલેમમાં મંગળવારે એક રેલીને સંબોધિત કરતી વખતે PM મોદી ખૂબ જ ભાવુક થયા

ભાજપના પ્રદેશ મહાસચિવ 'ઓડિટર' વી રમેશને યાદ કરીને ભાવુક બનીને તેમણે પોતાનું ભાષણ બંધ કરી દીધું હતું

પોતાના નેતાને યાદ કરતા  PM મોદીએ કહ્યું કે આજે હું સાલેમમાં છું. હું ઓડિટર રમેશને યાદ કરું છું.

રમેશે પાર્ટી માટે દિવસ-રાત મહેનત કરી. તેઓ અમારી પાર્ટીના સમર્પિત નેતા હતા

તે એક મહાન વક્તા અને ખૂબ જ મહેનતુ વ્યક્તિ હતા. હું તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

PM મોદીએ તમિલનાડુ ભાજપના પૂર્વ અધ્યક્ષ કેએન લક્ષ્મણનને પણ યાદ કર્યા

રાજ્યમાં ભાજપના વિસ્તરણમાં તેમનું યોગદાન અવિસ્મરણીય છે. તેમણે કહ્યું કે તેમણે રાજ્યમાં ઘણી શાળાઓ પણ શરૂ કરી છે.

સાલેમમાં PM મોદીરોડનો  ભવ્ય રોડ શો  યોજાયો